Posts

Showing posts from August, 2017

પોરબંદર

પોરબંદરઃ પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે.પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના દિવસે હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. ' પૌરવેલાકુલ' એવા સંસ્કૃત નામથી 'પોરબંદર ' નો ઉલ્લેખ ઈ.સ.989 ના એક તામ્રપત્ર મળે છે, જ્યારે મધ્યકાલીન આવેલા કૃષ્ણભક્તિના જુવાળના અનુષંગે આ નગરને 'સુદામાપુરી' એવું નામ પ્રાપ્ત થયેલું છે. હાલ જ્ઞાત 'સુદામાપુરી ' નો પ્રથમ ઉલ્લેખ 1250થી મળે છે.મહારાષ્ટ્રના નામદેવ અને ચક્રધરસ્વામી 'સુદામા' એવું નામ અને નામ અને 'સુદામાપુરી' એવું ગામનામ આપનાર પ્રથમ કવિઓ છે, જ્યારે શિલાલેખનો આધાર પણ 1250 પછી મળતો થાય છે.પોરબંદરના સરતાનજીના ગ્રીષ્મ ભવનમાં સંગ્રહાયેલો 1260 નો એક લેખ 'સુદામાપુરી ' ઉલ્લેખ આપે છે. પંદરમી સદીના જિનતિલકસૂરિકૃત 'ચૈત્ય પરિપાટી ' માં જૂનાગઢ માંગરોળ વગેરે ગામોનાં જૈનમંદિરોની વંદનામાં ' પુરી પાસ ' અર્થાત્ 'પુરીમાં પાર્શ્વનાથ ' એમ 'પુરી' નામ પકડી શકાય છે.આદ્યકવિ નરસિંહ મહેતા 'સુદામાચરિત' આપે છે. અને સો...