Posts

Showing posts from May, 2019

મૂળવેલ બીચ (મોમાઈ ધામ)

દ્વારકા થી ઓખા યાત્રા દરમિયાન નાગેશ્વર થી 7 કિમિ મૂળવેલ ગામ બાદ 2 કિમિ રસ્તો પસાર કરતા આ રમણીય સ્થળ આવેલ છે.. ત્યાં સુધી પહોંચવામાં કંટાળો આવશે... પણ જ્યારે નજીક પહોંચશી... અને આપ જે દ્રશ્યો જોશો... ફોટોગ્રાફી કરવાનું મન થશે.. મોમાઈ મંદિરની લોકવાયકા મુજબ પથ્થરમાંથી સ્વયંભુ પ્રગટ થયેલા માતાજીના સ્વરૂપમાં બિરાજમાન છે... આ પથ્થર પર રૂપિયાનો સિક્કો ચોંટાડી મનમાં જે ઈચ્છા હોય તે માંગવાથી પૂર્ણ થાય છે... મંદિરની નીચે સરસ નહાઈ શકે તેવી રમણીય બીચ છે... ભરતીના સમયે કિનારા સુધી નહાઈ શકાય છે... આજુ બાજુ વિવિધ ટાપુઓ તમને નજરે પડશે...

હનુમાન દાંડી (બેટ દ્વારકા)

ગુજરાત ના આ મદિર માં હનુમાનજી તેના પુત્ર સાથે બીરાજમાન છે બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે  જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે  આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે હિન્દુ ધર્મને માનનારા એ વાત સારી રીતે જાણે છે કે ભગવાન શ્રીરામના પરમભક્ત અને ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર શ્રીહનુમાનજી બાલબ્રહ્મચારી હતા પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ધર્મશાસ્ત્રો પ્રમાણે જે સમયે હનુમાનજી સીતાની ખોજમાં લંકા પહોંચ્યા અને મેઘનાદ દ્વારા પકડવામાં આવ્યા અને તેમને રાવણના દરબારમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવી દીધી હતી અને હનુમાનજીએ  બળતી પૂંછડીથી આખી લંકા બાળી હતી બળતી પૂંછડી ને લીધે હનુમાનજી ને તીવ્ર વેદના થઈ રહી હતી તેને શાંત કરવા માટે તેઓ સમુદ્રના જળથી પોતાની પૂંછડીને અગ્નિ શાંત કરવા પહોંચ્યા તે સમયે તેમના પસીનાની એક ટીપું પાણીમાં ટપક્યું જેને એક માછલીએ પી લીધું હતું તે પસીનાના ટીપાથી તે માછલી ગર્ભવત

ગુજરાતના કુદરતી રમણીય સ્થળો

ઘણા એવા ઇતિહાસો છે જેના વિશે આપણે અજાણ હોઈએ છીએ. એવા ઈતિહાસ લગભગ ખુબ જ દુર જ આવેલા હોય છે, એવા સ્થળ પર લોકો પ્રવાસનું આયોજન કરે છે અને ત્યાં જઈને ખુબ જ આનંદ પણ કરે છે એવા હોય છે તે રમણીય સ્થળો. જે જોતા જ આપણને ખુબ જ ખુશી મળે છે. લોકો પ્રવાસ માટે સીમલા મનાલી જેવા સ્થળ પર પણ જાય છે. આ બધાં પ્રવાસન સ્થળો આજકાલ ઝાકઝમાળ અને વૈભવથી ઉભરાઇ રહ્યાં છે અને તેનું મૂળ સૌંદર્ય સિમેન્ટ – કોક્રીટથી ઢંકાઇ ગયું હોય તેવું ઘણાં પ્રકૃતિપ્રેમીઓને લાગે છે. ભારતમાં ઘણા લોકો એવા છે જેના માટે તીર્થયાત્રા એ જ પ્રવાસન છે. હરિદ્વાર-ઋષિકેશ, મથુરા-વૃંદાવન કે બાર જ્યોતિર્લિંગ અથવા વૈષ્ણોદેવીમાં આવા અનેક યાત્રાળુઓ જોવા મળે છે. આ પ્રકારના ઇકો ટુરિઝમના અનેક સ્થળો ગુજરાતમાં આવેલાં છે. આ બધાં એવા સ્થળો છે જ્યાં બિલકુલ ભીડ હોતી નથી અને જેમને પ્રકૃતિનો ખોળો ખૂંદી બે-પાંચ દિવસ કે અઠવડિયું સંપૂર્ણ સાત્વિક અને નિર્ભેળ આનંદ લેવો હોય તે લઇ શકે છે. ઝડપી યુગમાં મનુષ્ય સમય સાથે તાલ મેળવવામાં દરરોજ હાંફી રહેતો હોય છે. દિમાગને તો પળવારનો સમય હોતો નથી. તન-મન એટલાં ઘસાય છે કે તેને ઊંજવા અનિવાર્ય છે. પ્રવાસનો એક મુખ્ય હેતૂ રોજબરોજ

ઘેલાસોમનાથ

સોમનાથ મંદિર બચાવવા 7 દિવસ સુધી માથા વગર લડ્યો હતો ઘેલો વાણિયો, જાણો ઘેલા સોમનાથ પાછળની રસપ્રદ વાર્તા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી જ દેશ-વિદેશોમાં વસતા શિવ-ભકતો દ્વારા શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે મહાદેવની મહાપૂજા, અભિષેક મહાઆરતી સાથે ભકતો શિવમય બની ગયા છે. આવા જ એક દેશભરમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા શ્રી ઘેલા સોમનાથ મહાદેવનો આજે ઐતિહાસિક સંક્ષિપ્ત પરિચય જોઈએ. સૌરાષ્ટ્રની પાંચાળ પંથકનાં રાજકોટ જીલ્લાનાં જસદણથી 20 કિ.મી. દુર ઘેલો નદીનાં કિનારે બિરાજમાન શ્રી ઘેલાસોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગની કથા આજે અમે તમને જણાવશું. કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડયું સોમનાથમાંથી ઘેલાસોમનાથ. આવો અમે તમને જણાવીએ આ મંદિરનો આશરે 15મી સદી 1457ની આસપાસનો ઇતિહાસ છે. વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શ

કામરેજના ગળતેશ્વર મહાદેવ

ગુજરાતમાં બે ગળતેશ્વર મહાદેવ બહુ જાણીતાં છે, એક પ્રાંતિજની નજીક અને બીજું ઠાસરા પાસે. આ ઉપરાંત, ઓછું જાણીતું એવું એક ત્રીજું ગળતેશ્વર મહાદેવ સૂરત જીલ્લાના કામરેજ તાલુકામાં ટીંબા ગામમાં તાપી નદીના કિનારે આવેલું છે. સૂરતથી તે ૩૯ કી.મી. અને ભરૂચથી ૭૬ કી.મી. દૂર છે. આ મહાદેવ બોધાન ગામની નજીક છે. આવો, આજે આપણે આજે આ મહાદેવની મુલાકાત લઈએ. અમે આ સ્થળે જવા માટે ભરૂચથી નીકળ્યા. ભરૂચથી સૂરતના હાઈવે પર આશરે ૬૦ કી.મી. જેટલું ગયા પછી, ડાબા હાથે નાનો રસ્તો પડે છે. ત્યાં, ‘ગૌતમેશ્વર મહાદેવ, બોધાન’ એવું બોર્ડ છે. આ રસ્તે ૧૫ કી.મી. જેટલું ગયા પછી તાપી નદીના કિનારે બોધાન ગામ આવે છે. અહીંથી તાપી નદી પરનો પૂલ ઓળંગી સામે કિનારે જઈએ કે તરત જ જમણી બાજુ ગળતેશ્વર મહાદેવ છે. ગળતેશ્વર મહાદેવમાં શિવજીની ૬૨ ફૂટ ઉંચી મૂર્તિ છે, તે મૂર્તિ રોડ પરથી જ દેખાય છે. અમે ગાડી એ બાજુ લઈને મંદિરના પાર્કીંગમાં મૂકી દીધી. ટીંબા ગામ અહીંથી નજીક જ છે. મંદિરના પ્રવેશદ્વારની કમાન ભવ્ય છે. તેના પર મોટા અક્ષરે ‘ઓમ નમઃ શિવાય’ લખેલુ છે. પ્રવેશ લીધા પછીના વિશાળ પ્રાંગણમાં ડાબી બાજુ ભોજનાલય છે, એના પર ‘માતાપિતા સ્મૃતિભવન ભોજનાલય’ એવુ

બરડાના ડુંગરનો વૈભવ

Image
બરડા ડું ગરની એ આહલાદક ... કુદરતી ...વાતાવરણ ..જાણે આપણે તમામ પ્રકારની ચિંતાથી પર ઉઠીને કુદરતના ખોળામાં બરડાની ગોદમાં હોય એવું લાગે છે ..તન અને મનથી તમને પ્રફુલિત કરી દયે છે તમને આયાનું વાતાવરણ .... અનેક ફરવા લાયક સ્થળો ... જે સ્થળની મુલાકાત લ્યો તેનું વાતારણ તમારા તમામ થાકને દુર કરી દે તેમ છે ... જેમાં ઘુમલી ગામે આશાપુરા માતાજીનું મંદિર લગભગ ૧૦૦૦ જેટલા પગથીયા ચડતા આવે છે .... વિધ્યાવાસીની માતાજીનું મંદિર ... ૪૦-૫૦ પગથીયા ચડતા આવે છે ... ભૃગુકુંડ... નવલખો ...જે ૧૨મી સદીમાં બંધાયેલ સોલંકીયુગના સ્થાપત્યનું મહત્વનું દષ્ટાંત છે .. આવા તો અનેક સ્થળો છે ... એમાં પણ ઘુમલી થી ૩ – ૪ કિલોમીટર અને બરડા ડુંગરની ટોચ પર આવેલ આભપરાનેશ ... જ્યાં ત્રિકમજીબાપુનું મંદિર આવેલ છે ..જયા પગપાળા જઈ શકાય છે ... ૨ – ૩ કલાક જેવો સમય લાગે છે .... દરરોજ ૩૦-૪૦ જેટલા ભાવિકો ત્યાં દરરોજ આવે છે .. ત્યાં રાત્રી રોકાણ માટે તથા રહેવા માટે રૂમની વ્યવસ્થા છે ... અમારી પારંપરીક ગોદણાની તેમજ જમવા માટે વાસણો તથા રસોઈ માટેની તમામ વ્યવસ્થા છે ... જમવાનો કાચો સામાન સાથે લઇ જવાનો રહે છે .... અને અભયારણ્યમાં આવ્યું હોવાથી ર

વાઘા બોર્ડર

ભારત અને પાકિસ્તાનને જોડતી ઐતિહાસિક વાઘા બોર્ડર. વાઘા બોર્ડર ભારતના અમૃતસર અને પાકિસ્તાનના શહેર લાહોરની બરોબર વચ્ચે આવેલી છે. અમૃતસર અને લાહોર વચ્ચે માત્ર ૫૬ કિલોમીટરનું જ અંતર છે. વાઘા બોર્ડર ભારત અને પાકિસ્તાનને સડક અને રેલ માર્ગથી જોડે છે. આ બોર્ડર સાથે જોડાયેલો શબ્દ વાઘા પંજાબી ભાષાનો છે. પંજાબી ભાષાના વાઘા શબ્દનો મતલબ થાય છે, રસ્તો. આ બોર્ડરનું નામ વાઘા બોર્ડર કેમ પડ્યું? વાઘા નામનું એક ગામ છે. જો કે આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે. વાઘા બોર્ડરથી પાકિસ્તાનની હદમાં દાખલ થઇએ એટલે માત્ર દોઢ કિલોમીટરના અંતરે વાઘા ગામ આવેલું છે. આ વાઘા ગામના કારણે જ બોર્ડરનું નામ પડી ગયું, વાઘા બોર્ડર. વાઘા બોર્ડર ભારતમાં છે પણ વાઘા ગામ પાકિસ્તાનમાં છે. ભારતના પંજાબ રાજ્યના ઐતિહાસિક નગર અમૃતસરથી નીકળીએ એટલે માત્ર ૨૮ કિલોમીટરના અંતરે વાઘા બોર્ડર આવી જાય. વાઘા બોર્ડર ક્રોસ કરીને ૨૮ કિલોમીટર જઇએ એટલે પાકિસ્તાનના નગર લાહોર પહોંચી જવાય. ભારત અને પાકિસ્તાન વચ્ચેની બાકીની આખી સરહદ ઉપર બંને દેશની સેનાઓ સામસામે છે, પણ વાઘા બોર્ડરે બંને દેશના સૈનિકો સામસામે હોવા છતાં બંને વચ્ચેનો વ્યવહાર દોસ્તાના હોય છે. વ

ગુજરાતી સમાજની યાદી (List of Gujarati Samaj in India)

આ સાથે એટેચ કરેલ PDF માં સમગ્ર ભારતભરમાં આવેલ 333 જેટલા ગુજરાતી સમાજનું લીસ્ટ છે, જ્યાં આપ ભારતભ્રમણ દરમિયાન કોઇ પણ જગ્યાએ રોકાઈ શકો અને સાત્વિક ગુજરાતી ભોજન જમી શકો છો અને એ પણ ખુબ જ નોર્મલ ભાવમાં. 👇 આ PDF સાચવી ને રાખશો અને ભારતની મુલાકાતે જતાં તમામને સાથે આપશો.

જલિયાંવાલા બાગ અમૃતસર

Image
જલિયાવાંલા બાગ અમૃતસર અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ આજથી બરાબર 100 વર્ષ પહેલાની આ વાત છે. 13 એપ્રિલ 1919. ઇતિહાસ વાંચનરા દરેક ભારતીયને આ દિવસ બરાબર યાદ રહે છે. આજના જ દિવસે દુનિયાએ એક બાગમાં રાક્ષસને ઉતરતા જોયો હતો. તે બાગ હતો પંજાબના અમૃતસરનો જાલિયાવાલા બાગ અને રાક્ષસ હતો જનરલ ડાયર. પંજાબમાં આ દિવસ વૈશાખીનો હતો અને જનરલ ડાયરે આખા અમૃતસર શહેરમાં ફરમાન આપ્યું હતું કે કોઈ પણ વ્ય

અમૃતસરનું સુવર્ણ મંદિર Golden Temple

Image
ગોલ્ડન ટેમ્પલ (સુવર્ણ મંદિર) જો કે હમિન્દર સાહિબના નામથી પણ જાણિતું છે, આ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં ફક્ત સિખ સમુદાયના લોકો જ નહી પરંતુ દરેક ધર્મના વ્યક્તિઓ એટલી જ શ્રદ્ધા સાથે આવે છે. આ મંદિરની સુંદરતા મનને આકર્ષે છે અને આ પર્યટકોમાં એક ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં સ્વચ્છતાની બાબતમાં દેશનું એકપણ મંદિર સુવર્ણમંદિરની તોલે આવી શકે તેમ નથી... એટલી ચોખ્ખાઈ... ધન્યવાદ ત્યાંની પબ્લિકને.... તે ઉપરાંત ત્યાંના શીખ સમુદાયની સેવાની પણ તારીફ કરીયે એટલી ઓછી.... મંદિરનું સુચારુ આયોજન જોરદાર.... ગેટ થી શરૂ કરી રસોડા (વિશ્વનું સૌથી મોટું કિચન) સુધી બેસ્ટ વ્યવસ્થા... ગુરૂદ્વારા પવિત્ર અમૃતસર નગરમાં છે અને આજે આ ભારતના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે. મંદિરને જ્યારે શરૂમાં બનાવવામાં આવ્યું તો તેમાં સોનાની પોલિશ કરવામાં આવી ન હતી. 19મી સદીમાં પંજાબના રાજા રહી ચૂકેલા મહારાજા રણજીત સિંહના કાર્યકાળમાં તેનું રિનોવેશન કરાવવામાં આવ્યું. ત્યારબાદ તેનું તે સ્વરૂપ સામે આવ્યું જે આજે દેખાય છે. #ભોજનશાળા (લંગર)# ધાર્મિક કાર્યક્રમોમાં અહીં લાગનાર લંગરમાં 2 લાખથી વધુ લોકો ભોજન પ્રસાદે ગ્રહણ કરે

Bhadkeshwar Temple Dwarka

भड़केश्वर महादेव, द्वारका गुजरात द्वारिका के समंदर के पच्छिम विस्तार में आया हुआ ये मंदिर बेहद सुंदर है । यंहा बैठके समंदर की लहरे देखने का मजा ही कुछ और है । यंहा का अदभुत वातावरण दिलको खुश कर देता है । इसके पासमें सनसेट पॉइंट भी है । जब कभी आप द्वारका जाये तो इसे देखना ना भूले और अगर संध्या समय पर जाये तो भड़केश्वर बाबाकी आरतीका दर्शन अवश्य करे । यंहा की संध्या आरती के वजिन्त्र के साथ साथ समंदरकी लहरे भी अपना सुर पूराती है ।

દ્વારકેશ બીચ રિસોર્ટ, શિવરાજપુર Dwarka Gujarst

દ્વારકેશ બીચ રિસોર્ટ, શિવરાજપુર દ્વારકાથી 13 Km ના અંતરે આવેલ આ બીચ ખુબજ સુંદર છે, ત્યાંનું બ્લુ પાણી અને સફેદ રેતી એના સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. સુંદર બીચ ઉપર ટેન્ટમા રાત્રિ રોકાણ કરો અને માણો દરિયાઇ સૌન્દર્ય આ ઉપરાંત કેમ્પ ફાયર, બાઇક રાઈડ, વોલીબોલ, સન બાથ, સનસેટ ઘણુ બધુ. કેવી રીતે પહોંચશો ?? નજીકનું એરપોર્ટ : જામનગર - 140 Km પોરબંદર - 117 Km નજીકનું રેલ્વે સ્ટેશન : દ્વારકા - 13 Km શિવરજપુર બીચની ખાસ વાત એ છે કે ત્યાં બહુ ભીડ નથી. એક્ટીવીટી : શિવરજપુર બીચ પર તમને રાત્રિ રોકાણ માટે ટેન્ટની સુવિધા મળી જાય છે. આ ઉપરાંત ત્યાં સકુબા, મોટર રાઈડ, પેરાગ્લાડિન્ગ, કેમલ સફારી, હોર્સ રાઇડ઼િન્ગ, હોડીમાં સહેલગાહ ની મજા માણી શકોછો. બુકિંગ અને વધારે વિગત અને જાણકારી માટે વોટ્સએપ અથવા કોલ કરો. વોટ્સએપ : +91 84605 26736

ધરમશાલા હિમાચલ પ્રદેશ

Image
તિબેટન બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનું નિવાસસ્થાન, અફાટ સૌંદર્યથી ઘેરાયેલું ક્રિકેટ સ્ટેડિયમ, દેવદારનાં જથ્થાબંધ વૃક્ષો, લેક, ચાના બગીચા, મૅક્લોડગંજ અને અફલાતૂન મૉનેસ્ટરીનું ઘર એટલે ધરમશાલા. કુદરતી, રમણીય, સૌંદર્યથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશમાં ધરમશાળા છે આ સ્થાન જોવા જેવું છે. હિમાચલની પાવન નદીઓ બરફ આચ્છાદિત નયનરમ્ય ગીરીમાળા અને આંખોને ઠારતી મનોહર હરિયાળી શ્રદ્ધાળુઓને આવકારે છે. એક પૌરાણીક કથા અનુસાર, રાજા ભાગસુ અને નાગદેવતાનો ભીષણ સંગ્રામ થયો ત્યારે રાજાએ નાગદેવતાને રીઝવ્યા, અને વરસાદ થયો તેથી આ અપ્પર ધર્મશાળામાં સ્થિત ધરા ઉપર ભાગસુનાગ દેવાલય શ્રદ્ધા જયોત ઝગમગતી રાખે છે. કેટલાક લોકો એને ધરમસાલા પણ કહે છે તો કેટલાક ધરમશાલા. પરંતુ નામ મેં ક્યા રખ્ખા હૈ? આપણને તો ફરવા સાથે મતલબ. હિમાચલની ધૌલાધરની પહાડીઓની વચ્ચે વસેલા ધરમશાલાનું નામ કોઈના માટે નવું નથી અને એમાં પણ આજથી અંદાજે પાંચ-સાત વર્ષ પૂર્વે લગ્નગ્રંથિએ જોડનારાં યુગલોને તો તેમનું યાદગાર હનીમૂન ડેસ્ટિનેશન યાદ જ હશે, બરાબરને! ધરમશાલા ‘અંગ્રેજો કે ઝમાને કા શહર હૈ.’ એટલે કે એવું કહેવાય છે કે આ રૂપાળા શહેરની સ્થાપના અંગ્રેજોએ ૧૮૫૫ની સા