Posts

Showing posts from July, 2019

વસુંધરા ફોલ્સ બદ્રીનાથ

આજે અમે જે ઝરણાની વાત કરી રહ્યા છીએ તે ઝરણું કોઈ સાધારણ ઝરણું નથી. તેનું નામ છે વસુંધરા ફોલ્સ. આ ઝરણું ઉત્તરાખંડમાં  બદ્રીનાથ ધામથી નવ કિલો મીટર દુર આવેલું છે. આ જળધારા લગભગ 400 ફૂટ ઉપરથી પડે છે. એટલું જ નહિ આ ઝરણું એટલું ઊંચું છે કે પર્વતના મૂળ પર્વત શિખર સુધીનો પૂરો ધોધ તમે એક નજરમાં નથી જોઈ શકતા. આ ધોધ પર્વત પરથી મોતીઓની બૌછાર કરતો નજર આવે છે. પરંતુ કહેવાય છે કે આ જલધારા દરેક મનુષ્ય પર નથી પડતી. હકીકતમાં એવું કહેવાય છે કે આટલી ઉંચાઈએથી પડતું પાણી એકદમ સાચા મોતી સમાન શુદ્ધ હોય છે અને તેથી આ ઝરણાનું પાણી પાપી મનુષ્યોને ભીંજવતું નથી. એવું કહેવાય છે કે આ અષ્ટ વસુઓનું તપ કરવાનું સ્થળ હતું. તેથી કહેવાય છે કે આ જળ એ વ્યક્તિને સ્પર્શ નથી કરતુ જે પાપી હોય. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે પાંચ પાંડોવોમાંથી નાના પાંડવ સહદેવનું મૃત્યુ અહીં જ થયું હતું અને અર્જુને પોતાના ગાંડીવનો પણ અહીં ત્યાગ કર્યો હતો. તેથી આ જગ્યાને સ્વર્ગનો રસ્તો પણ માનવામાં આવે છે.  લોકો અહીં આવવું તે પોતાનું સૌભાગ્ય સમજે છે. તેથી આ ઝરણાનું ખુબ જ આધ્યાત્મિક મહત્વ રહેલું છે અને એવી માન્યતા છે કે જો આ ધોધના પાણીની બુંદો પણ તમ...