Posts

Showing posts from February, 2020

કોંકણ રેલવે (યાદગાર મુસાફરી)

મુંબઈથી ગાડી આવે રે….ઓ દરિયા લાલા આજે તમે વરસાદી ઋતુમાં ગોવા કે પછી કેરલનાં પ્રવાસે જવાનું વિચારતા હો તો ટ્રાવેલ એજન્સીનાં મિત્રો તમને હવાઈ કે બસ પ્રવાસનાં બદલે રેલ પ્રવાસ પસંદ કરવાનું સૂચન કરે છે અને તેનું કારણ ‘કોંકણ રેલવે’ ની યાદગાર મુસાફરી છે. કેવળ ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વએ જેની નોંધ લેવી પડી છે એ કોંકણ રેલવે આપણા દેશનું ગૌરવ છે. રત્નાગીરીનાં ગાઢ જંગલોમાંથી પસાર થતી ટ્રેન લીલીછમ વનરાજીનાં દર્શન કરાવે છે તો ટ્રેનની બારીમાંથી નજરે પડતો ગોવાનો નયન રમ્ય દરિયા કાંઠો તમને પાણીમાં છબછબીયા કરાવતો હોય તેવું લાગે છે. પર્વતોનાં બોગદા વટાવીને બહાર આવતી રેલગાડી તરત જ ઊંડી ખીણ ઉપરનાં પુલ ઉપરથી પસાર થતી હોય ત્યારે અનુભવાતો રોમાંચ કોઈ રોલર કોસ્ટરથી કમ નથી લાગતો. ચોમાસાની ઋતુમાં તો પહાડોમાંથી વહેતાં ઝરણાં અને ધોધની ઝરમરો ટ્રેનની બારીમાંથી પ્રવેશી ચહેરાને ભીંજવી નાંખે છે. રસ્તામાં આવતાં અનેક નયનરમ્ય દ્રશ્યો આપણને હંમેશાં યાદ અપાવતા રહે છે કે સુંદરતા માણવા માટે આપણા દેશમાં પણ કંઈ ઓછા સ્થળો નથી. ૧૯૯૮નાં પ્રજાસત્તાક દિને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને સૌથી ટૂંકા અંતરે જોડી આપતા આ અતિ રમણીય અને ...