Posts

Showing posts from March, 2020

સાપુતારા, નાસિક માટે સહેલો રસ્તો... Saputara

જે મિત્રો ગુજરાત થી ફરવા માટે સપ્તસૃગી ગઢ, નાસિક, શિરડી, ત્રમ્બકેશ્વર, ભગુર (મહારાષ્ટ્ર) બાજુ જતા હોય અને જેમને હિલ ડ્રાઇવિંગ મા તકલીફ થતી હોય, ગાડી મા ચક્કર આવે કે વોમિટિંગ કે કાર ઓછી આવડતી હોય એવા મિત્રો માટે એક નવો રૂટ બતાવું છું જતી વખતે આ રૂટ પર થી જવું એટલે વાંસદા-વઘઈ-સાપુતારા ની હિલ બાયપાસ થઈ જશે અને સીધા મહારાષ્ટ્રના બોરગાવ ટોલ પર નિકળશે..જેમને સાપુતારા પણ ફરવું હોય એમને રિટર્ન મા સાપુતારા,વઘઇ ફરવાનું પ્લાન કરવું કેમ કે રિટર્ન મા સાપુતારા-વધઇ-વાંસદા આ રૂટ માં હિલ ઉતરવાનું આવે એટલે ઓછી તકલીક પડે પરન્તુ મહારાષ્ટ્ર જતી વખતે તો આ બીજો રૂટ જે નીચે છે બતાવું છું એનો જ ઉપયોગ કરવો..એટલે હિલ ને બાયપાસ કરી શકાય ગુજરાત મા કયાય પણ થી વાંસદા સુધી એ જ રૂટ પર આવવું પછી વાંસદા ગામ માં થઈને બરડીપાડા-ઉમ્બરઠાણ-ચીચપાડા-કોઠીપાડા-સુરગાણા(SH-22) સુરગાણા ગામ ક્રોસ કરીને બોરગાવ બાજુ જવાનું અને બોરગાવ થી સાત કિલોમીટર પહેલા ત્રણ રસ્તા પડે ત્યાં થી વણી રોડ પર જવાનું એટલે સીધા બોરગાવ ટોલટેક્સ ની 400 મીટર પેહલા નીકળશો જે રસ્તો સાપુતારા-બોરગાવ-નાસીક રોડ ને મળી જાય છે.. આ રૂટ સાપુતારા કરતા નજીક પણ છે