સાપુતારા, નાસિક માટે સહેલો રસ્તો... Saputara

જે મિત્રો ગુજરાત થી ફરવા માટે સપ્તસૃગી ગઢ, નાસિક, શિરડી, ત્રમ્બકેશ્વર, ભગુર (મહારાષ્ટ્ર) બાજુ જતા હોય અને જેમને હિલ ડ્રાઇવિંગ મા તકલીફ થતી હોય, ગાડી મા ચક્કર આવે કે વોમિટિંગ કે કાર ઓછી આવડતી હોય એવા મિત્રો માટે એક નવો રૂટ બતાવું છું

જતી વખતે આ રૂટ પર થી જવું એટલે વાંસદા-વઘઈ-સાપુતારા ની હિલ બાયપાસ થઈ જશે અને સીધા મહારાષ્ટ્રના બોરગાવ ટોલ પર નિકળશે..જેમને સાપુતારા પણ ફરવું હોય એમને રિટર્ન મા સાપુતારા,વઘઇ ફરવાનું પ્લાન કરવું કેમ કે રિટર્ન મા સાપુતારા-વધઇ-વાંસદા આ રૂટ માં હિલ ઉતરવાનું આવે એટલે ઓછી તકલીક પડે પરન્તુ મહારાષ્ટ્ર જતી વખતે તો આ બીજો રૂટ જે નીચે છે બતાવું છું એનો જ ઉપયોગ કરવો..એટલે હિલ ને બાયપાસ કરી શકાય

ગુજરાત મા કયાય પણ થી વાંસદા સુધી એ જ રૂટ પર આવવું પછી વાંસદા ગામ માં થઈને બરડીપાડા-ઉમ્બરઠાણ-ચીચપાડા-કોઠીપાડા-સુરગાણા(SH-22) સુરગાણા ગામ ક્રોસ કરીને બોરગાવ બાજુ જવાનું અને બોરગાવ થી સાત કિલોમીટર પહેલા ત્રણ રસ્તા પડે ત્યાં થી વણી રોડ પર જવાનું એટલે સીધા બોરગાવ ટોલટેક્સ ની 400 મીટર પેહલા નીકળશો જે રસ્તો સાપુતારા-બોરગાવ-નાસીક રોડ ને મળી જાય છે..

આ રૂટ સાપુતારા કરતા નજીક પણ છે હિલ એકદમ નહિવત છે(માત્ર 3 કિલોમીટર હિલ આવે છે) બાકી નોર્મલ હિલ રોડ છે..ટોલ બૂથ પણ નથી અને ટ્રાફિક પણ નહિવત છે રોડ એન્ડ મા 5 કિલોમીટર ખરાબ થયેલો છે.
(એક બે વાર નવો રૂટ હોય ત્યારે મંજિલ દૂર લાગે પરંતુ આ રૂટ જ સારો છે)

મારા સ્વનુભવે આ રૂટ સારો છે અને આપ મિત્રો જોડે શેર કરવા યોગ્ય લાગ્યો જેથી આપ બધાની સફર આનંદ દાયક બને એ માટે આપણી જોડે શેર કરું છું
આભાર

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )