પેરિસ જેવા ગામડાની મુલાકાત
ગામડાંનું નામ સાંભળતાની સાથે જ નજર સામે તકલીફોની યાદી આવી જાય.પછી એ તકલીફો પાણી,લાઈટ,રસ્તા કે કોઈ પણ પાયાની સગવડતા હોય. પણ આજે આપણે ગુજરાતના એવા ગામડાની વાત કરવાના છીએ જે મેટ્રોસિટીને પણ ટક્કર મારે છે. બાબેન ગામનો વિડિઓ જોવા અહીં ક્લિક કરો સુરતથી ૩૫ કીલોમીટરના અંતરે બારડોલી નજીક આવેલું ગામ આજે ભારતનું શ્રેષ્ઠ સ્માર્ટ સીટી બની ગયું છે આજથી ૩૫ વર્ષ પહેલા બાબેન એક જંગલ વિસ્તાર હતો પરંતુ આજે આ ગામ અનેક વિશિષ્ટ ધરાવે છે. આ જંગલને સ્માર્ટ સીટી બનવવામાં બહારથી આવેલા શિક્ષિત ફાલ્ગુની પટેલ અને ભાવેશ પટેલનોનો ખુબ મહત્વનો ફાળો છે. પોતાના શિક્ષણના આધારે ફાલ્ગુની પટેલ અને તેમના પતિએ આ ગામનો ઈતિહાસ બદલી નાખ્યો, વિશિષ્ટ વાત તે છે આ ગામની વધારે વસ્તી ખેતી, પશુ-પાલન અને સુગર ફેક્ટરીના ઉદ્યોગ અને કામ પર નિર્ભર છે. આ ગામ માત્રને માત્ર લોકભાગીદારીના બળે ઉભું થયું છે, ગામમાં ૯૫% પાકા મકાનો છે અને ગામમાં સ્વચ્છ રસ્તાઓ અને મહાનગર જેવી ગટર સુધાઓ છે. ગામમાં સૌને વિના મુલ્યે RO મીનીરલ વોટર મળે છે આ ગામની બીજી ખાસ વિશિષ્ટતા તે છે કે ગામમાં એક ભવ્ય તળાવ છે જ્યાં રાતે લાઈટીંગ અને ડાન્સીંગ શો થાય છે આ નઝારો રાતના સ...