પેરિસ જેવા ગામડાની મુલાકાત

ગામડાંનું નામ સાંભળતાની સાથે જ નજર સામે તકલીફોની યાદી આવી જાય.પછી એ તકલીફો પાણી,લાઈટ,રસ્તા કે કોઈ પણ પાયાની સગવડતા હોય. પણ આજે આપણે ગુજરાતના એવા ગામડાની વાત કરવાના છીએ જે મેટ્રોસિટીને પણ ટક્કર મારે છે.













સુરતથી ૩૫ કીલોમીટરના અંતરે બારડોલી નજીક આવેલું ગામ આજે ભારતનું શ્રેષ્ઠ સ્માર્ટ સીટી બની ગયું છે આજથી ૩૫ વર્ષ પહેલા બાબેન એક જંગલ વિસ્તાર હતો પરંતુ આજે આ ગામ અનેક વિશિષ્ટ ધરાવે છે. આ જંગલને સ્માર્ટ સીટી બનવવામાં બહારથી આવેલા શિક્ષિત ફાલ્ગુની પટેલ અને ભાવેશ પટેલનોનો ખુબ મહત્વનો ફાળો છે.

પોતાના શિક્ષણના આધારે ફાલ્ગુની પટેલ અને તેમના પતિએ આ ગામનો ઈતિહાસ બદલી નાખ્યો, વિશિષ્ટ વાત તે છે આ ગામની વધારે વસ્તી ખેતી, પશુ-પાલન અને સુગર ફેક્ટરીના ઉદ્યોગ અને કામ પર નિર્ભર છે.

આ ગામ માત્રને માત્ર લોકભાગીદારીના બળે ઉભું થયું છે, ગામમાં ૯૫% પાકા મકાનો છે અને ગામમાં સ્વચ્છ રસ્તાઓ અને મહાનગર જેવી ગટર સુધાઓ છે. ગામમાં સૌને વિના મુલ્યે RO મીનીરલ વોટર મળે છે આ ગામની બીજી ખાસ વિશિષ્ટતા તે છે કે ગામમાં એક ભવ્ય તળાવ છે જ્યાં રાતે લાઈટીંગ અને ડાન્સીંગ શો થાય છે આ નઝારો રાતના સમયે જોવા જેવો હોય છે. અહી વિદેશીઓ પણ મુલાકાત લેવા આવે છે. 

ગામમાં યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને તેમને પગભર કરવામાં આવે છે તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર પણ છે જ્યાં યુવાનોના રસકારક વિષયો પર તાલીમ અને પ્રોત્સાહન આપવામાં આવે છે. બાબેન ભારતનું એક માત્ર એવું ગામ છે જ્યાં છેલ્લા દસ વર્ષથી આવકમાં વધારો થયો છે.

અહીની શિક્ષણ પદ્ધતિ ખુબ સધ્ધર છે. કોલેજો અને શાળાઓમાં આસપાસના શહેરોના વિદ્યાર્થી ગામડે અભ્યાસ કરવા આવે છે. બાબેન  ગામમાં એશિયાનું સૌથી મોટું ખાંડનું કારખાનું આવેલું છે .

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )