ડાંગ આહવાના રમણીય સ્થળો
🌿 દેવીનામાળ એ લીલીછમ હરિયાળીથી ભરપૂર એવા પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં આવેલું છે. અહીં જવા માટે આહવાથી થી સાપુતારા રોડ ઉપર લગભગ 8 કિ.મી જવું અને ત્યારબાદ રોડની જમણી બાજુ કેમ્પ સાઈટનું બોર્ડ જોવા મળી જશે. રસ્તો થોડો સાંકડો છે માટે ડ્રાઈવિંગ સાવચેતી પૂર્વક કરવું ખુબજ જરૂરી છે. આ જગ્યા થોડી ઉંચાઈ પર આવેલી છે જેથી એને માળ કહેવાય છે તેમજ અહીં આદિવાસીઓની વિવિધ પ્રકૃતિઓની દેવીના થાનક આવેલા છે ,જેથી આ જગ્યાને દેવીનામાળ એમ કહેવાય છે. 🌿 🌿 ડાંગ એ લગભગ 100% પ્રકૃતિપૂજક એવા આદિવાસીઓનો વિસ્તાર છે જેથી જ તો એમણે જળ જંગલ જમીનને હજી સુધી સાચવી રાખ્યા છે.🌿 🌿 આ કેમ્પસાઈટ રેન્જ પૂર્વ દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવા દ્વારા વિકસાવવામાં આવેલ છે. અહીં રહેવાની સુવિધા છે પરંતુ જમવાની સુવિધા માટે અગાઉથી પૂછીને આયોજન કરી લેવું, ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમય બેસ્ટ છે જેથી વધુ વરસાદ પણ ના લાગે અને વધુ ઉનાળો પણ ના આવી જાય. હાલ કોરોના સમય માં કેમ્પસાઇટ કદાચ બંધ જ હશે.🌿 🌿 અહીં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ સુંદર મઝાની નાનકડી નદી જોવા મળે છે, આ દ્રશ્ય પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર છે. સવાર,બપોર કે સાંજ...