ડાંગ આહવાના રમણીય સ્થળો
🌿 દેવીનામાળ એ લીલીછમ હરિયાળીથી ભરપૂર એવા પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં આવેલું છે. અહીં જવા માટે આહવાથી થી સાપુતારા રોડ ઉપર લગભગ 8 કિ.મી જવું અને ત્યારબાદ રોડની જમણી બાજુ કેમ્પ સાઈટનું બોર્ડ જોવા મળી જશે. રસ્તો થોડો સાંકડો છે માટે ડ્રાઈવિંગ સાવચેતી પૂર્વક કરવું ખુબજ જરૂરી છે. આ જગ્યા થોડી ઉંચાઈ પર આવેલી છે જેથી એને માળ કહેવાય છે તેમજ અહીં આદિવાસીઓની વિવિધ પ્રકૃતિઓની દેવીના થાનક આવેલા છે ,જેથી આ જગ્યાને દેવીનામાળ એમ કહેવાય છે. 🌿
🌿 ડાંગ એ લગભગ 100% પ્રકૃતિપૂજક એવા આદિવાસીઓનો વિસ્તાર છે જેથી જ તો એમણે જળ જંગલ જમીનને હજી સુધી સાચવી રાખ્યા છે.🌿
🌿 આ કેમ્પસાઈટ રેન્જ પૂર્વ દક્ષિણ ડાંગ વન વિભાગ, આહવા દ્વારા વિકસાવવામાં આવેલ છે. અહીં રહેવાની સુવિધા છે પરંતુ જમવાની સુવિધા માટે અગાઉથી પૂછીને આયોજન કરી લેવું, ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમય બેસ્ટ છે જેથી વધુ વરસાદ પણ ના લાગે અને વધુ ઉનાળો પણ ના આવી જાય. હાલ કોરોના સમય માં કેમ્પસાઇટ કદાચ બંધ જ હશે.🌿
🌿 અહીં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ સુંદર મઝાની નાનકડી નદી જોવા મળે છે, આ દ્રશ્ય પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર છે. સવાર,બપોર કે સાંજ હોય ત્રણેય સમયે અહીંનો નજારો અદ્દભૂત હોય છે. સવારે સૂર્ય ઉગે ત્યારે મઝાનો કુમળો કુમળો તડકો હોય અને સાથે પંખીઓની મીઠી મીઠી કલરવ હોય છે. બપોર ના સમયે ઘટાદાર જંગલમાંથી તડકાના કિરણો નીકળે છે જે અદ્ભૂત હોય છે અને વળી સાંજે તો સૂર્યાસ્ત નો સમય તો અનેરો જ હોય છે. અહીં નદી પર નાનકડો ડેમ છે જ્યાં પણ મસ્ત ફોટોગ્રાફી થઈ શકે છે તેમજ ડેમની સામે નીચે જ્યાં પાણી ઓછું છે ત્યાં ન્હાઈ પણ શકાય છે પણ છીછરું હોય એ ચેક કરી લેવું હિતાવહ છે.🌿
🌿 અહીં આવેલ ડેમથી થી લગભગ 1 કી.મી અંદર ની બાજુ જતા કેમ્પ સાઇટ આવે છે. રસ્તામાં તમને વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળશે. કેમ્પસાઈટમાં એક નાનકડું ટ્રી હાઉસ છે તેમજ રહેવા માટે ના ટેન્ટ હાઉસ છે. અહીં વિવિધ પ્રકારના High Rope Courses, Low Rope Course & 2 Way Zipline વગેરે છે જેનું ગુજરાતી નામ કહેવું મુશ્કેલ છે પણ આપ યૂટ્યૂબ વિડિયો માં જોઈ શકો છો. 🌿
🌿કોક્રિન્ટના જંગલોથી કંટાળ્યા હોવ ત્યારે ડાંગ જરૂર જજો અને માત્ર જઈને આવી જ રહેવાનું નથી, ડાંગનું જળ જંગલ અને જમીન સચવાઈ રહે એ માટે આપણે પણ કાળજી રાખવાની છે અને સપોર્ટ કરવાનો છે, એમ તો ડાંગ ફોરેસ્ટ ટીમ આ દિશામાં ખૂબજ સરસ કામગીરી કરી રહે છે, પરંતુ ક્યાંક વિવિધ હાઇવે, ડેમ પ્રોજેક્ટો, ઇન્ડસ્ટ્રી જેવા વિકાસની આડમાં ડાંગ પણ કોક્રિન્ટનું જંગલ ના બની જાય! 🌿
🌳(દેવીનામાળ નો સુંદર મઝાનો વિડિયો જોવા માટે યુટ્યૂબ લિંક પર ક્લિક કરો)🌳
https://youtu.be/c6h1oD8iXv4

Comments
Post a Comment