Posts

Showing posts from November, 2020

ગિરનાર પરિક્રમા @ હસમુખભાઈ જોશીના અનુભવો..part 1

ગિરનાર પરિક્રમા. ભાગ પહેલો. આજે ફરી ગરવા ગિરનારની ગોદમાં ઊતરી પડીએ...! દર વરસે કારતકશુદ એકાદશીથી તેની પાંચ દિવસની પરિકમ્માનો પ્રારંભ થાય છે અને પૂનમનાં દિવસે પૂર્ણ થાય છે એ તો જાણીતી વાત છે... આ વરસે કદાચ એ નહી યોજાય અથવા પ્રતીકાત્મક રીતે યોજાશે.. એકંદરે એ સારું જ હશે કેમ કે દર વરસે લાખોની સંખ્યામાં ઊતરી પડતાં પર્યટકો (હા, પ્રર્યટકો જ ગણજો, સાચા સમર્પિત શ્રદ્ધાળુંઓ નહી !) ગિરનારની પ્રકૃતિને જે નુકશાન પહોંચાડે છે તે ભરપાઈ ન થાય એવું હોય છે. પરિક્રમા પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો એક અવસર પૂરો પાડે છે.. ચાર દિવસનું વનભ્રમણ, વનભોજન, પરમ વિસ્મય અને અજ્ઞાતની આરાધના.. પણ જે પવિત્ર હેતુથી આ હરિયાળી પરકમ્માનો પ્રારંભ થયો હતો તેનાં અવશેષ પણ આજે મળવા મુશ્કેલ છે આ વરસે અહીં કુદરતને નિરાંતે ફૂલવા ફાલવાની તક મળશે એનો સંતોષ છે. આપણે અહીં સ્મરણોનાં સથવારે પવિત્ર પ્રકૃતિની એ લીલી પરકમ્મા કરી લઈએ.. એક વેળાની વાત.. અમે ઝીણાબાવાની મઢી સ્થાને પહોંચ્યા. અહીંથી પરંપરાગત માળવેલાની ચડાઈ છોડીને સરખડીયાનો રસ્તો લીધો.. એ રસ્તો વધારે લાંબો, જંગલી અને નિર્જન. ચડાઈ થોડી આકરી પણ ત્યાં ચાલનારા ઓછા એટલે સહસા જ કુ...