ગિરનાર પરિક્રમા @ હસમુખભાઈ જોશીના અનુભવો..part 1
ગિરનાર પરિક્રમા. ભાગ પહેલો.
આજે ફરી ગરવા ગિરનારની ગોદમાં ઊતરી પડીએ...!
દર વરસે કારતકશુદ એકાદશીથી તેની પાંચ દિવસની પરિકમ્માનો પ્રારંભ થાય છે અને પૂનમનાં દિવસે પૂર્ણ થાય છે એ તો જાણીતી વાત છે... આ વરસે કદાચ એ નહી યોજાય અથવા પ્રતીકાત્મક રીતે યોજાશે.. એકંદરે એ સારું જ હશે કેમ કે દર વરસે લાખોની સંખ્યામાં ઊતરી પડતાં પર્યટકો (હા, પ્રર્યટકો જ ગણજો, સાચા સમર્પિત શ્રદ્ધાળુંઓ નહી !) ગિરનારની પ્રકૃતિને જે નુકશાન પહોંચાડે છે તે ભરપાઈ ન થાય એવું હોય છે. પરિક્રમા પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો એક અવસર પૂરો પાડે છે.. ચાર દિવસનું વનભ્રમણ, વનભોજન, પરમ વિસ્મય અને અજ્ઞાતની આરાધના.. પણ જે પવિત્ર હેતુથી આ હરિયાળી પરકમ્માનો પ્રારંભ થયો હતો તેનાં અવશેષ પણ આજે મળવા મુશ્કેલ છે આ વરસે અહીં કુદરતને નિરાંતે ફૂલવા ફાલવાની તક મળશે એનો સંતોષ છે.
આપણે અહીં સ્મરણોનાં સથવારે પવિત્ર પ્રકૃતિની એ લીલી પરકમ્મા કરી લઈએ..
એક વેળાની વાત..
અમે ઝીણાબાવાની મઢી સ્થાને પહોંચ્યા. અહીંથી પરંપરાગત માળવેલાની ચડાઈ છોડીને સરખડીયાનો રસ્તો લીધો.. એ રસ્તો વધારે લાંબો, જંગલી અને નિર્જન. ચડાઈ થોડી આકરી પણ ત્યાં ચાલનારા ઓછા એટલે સહસા જ કુદરતનું સાંનિધ્ય ત્યાં વધારે અનુભવાય..
અમે એટલે હું, અજય (મારો ભાણેજ) અને મિત્ર જયરાજ દરબાર. આ રસ્તે ચડ્યાં ત્યારે સાંજનાં લગભગ ચાર વાગવા આવ્યાં હતાં.. આ સમયે એ મારગે જવું યોગ્ય નહી કેમ કે ગાઢ જંગલમાં સરકડિયાનો ડુંગર ચડીને સામી બાજું ઊતરાણ કરી સરકડિયા હનુમાનજીનાં સ્થાનકે પહોચતા રાત પડી જાય.. જે સમયની આ વાત કરું છું એ સમયે એ રસ્તે કોઈ મુકામ કે હાટડી નહોતી મંડાતી.. એકવાર એ માર્ગે ચડેલા માણસે કાં તો સામે પાર પહોંચવું જ પડે અથવા પાછા વળવું પડે..!
અમે ત્રણેય ચાલ્યાં.. અપેક્ષા મુજબ જ અહીં અમારા સિવાય કોઈ કરતા કોઈ ન હતું...
ઠીક ઠીક ચડાઈ પાર કરી ત્યારે એક વાત બની..
અચાનક કાને કોલાહલ સંભળાયો.. કોઈ દોડાદોડ આવતું હોય એમ ભારે પગલા સંભળાયા..! ઉપરથી કોઈ આવી રહ્યું હતું.. થોડીવારમાં તો કેટલીય મહિલાઓ, બાળકો અને બે પુરુષોનું એક ટોળું દોડતું આવી પહોંચ્યું... બધા સારી પેઠે ગભરાયેલા હતાં.. અમારી નવાઈનો પાર ન રહ્યો.. કોઈ નીચેથી આવે એ તો બરાબર પણ કોઈ ઉપરથી શા માટે આવે..? કોઈ ઊંધી પરકમ્મા તો ન જ કરે..!
અલબત્ત, અમને જોઈને ગભરાયેલા ટોળામાં કંઈક હોંશ આવ્યાં.. બધા હાંફતા હાંફતા ઊભા રહ્યાં.. તેમની પાસેથી જે જાણવા મળ્યું તે આ મુજબ હતું-
આ બધાએ ઝીણાબાવાની મઢીએથી બપોરે બે વાગ્યે ચાલવાનું ચાલું કર્યું હતું... રસ્તાથી સાવ અજાણ.. ઉતાવળ કરવાને બદલે નિરાંતે હસીમજાક કરતા ચાલતા હતાં.. સરકડિયાનું શિખર નજીક હતું ત્યારે જ રસ્તામાં બેઠાં હતાં ત્રણ સાવજ..!!
જાણે સામે ભયાનક મોત દેખાયું હોય એવી હાલત થઈ બધાની.. (સિંહનાં પ્રથમ દર્શને બધાની હાલત એવી જ થાય એમાં કંઈ ખોટું નથી)
સિંહની પ્રકૃતિથી અજાણ.. જંગલનાં નિયમોથી અજાણ... શહેરી લોકો અને સાથે નાના મોટા બાળકો અને મહિલાઓ..
મન જ્યારે ભયભીત થયા છે ત્યારે શું કરવું એ સમજાતું નથી.. બેબાકળો થયેલ માણસ પછી એટલું જ વિચારી શકે કે અહીંથી કેમ ભાગવું...! ભાગવાનો એક જ માર્ગ ખૂલ્લો હતો.. બધા પાછા ફરીને દોડવા લાગ્યાં.. ચડાણ કરતા ઊતરાણ સહેલું હોય છે પણ સાથે બાળકો હોય ત્યારે તેમનો ખ્યાલ પણ કરવો પડે.. બેઠેલા સિંહોને કોઈ પરવા નહીં હોય પણ ટોળું તો જાણે મોત પાછળ પડ્યું હોય એમ ભાગ્યું...!
અને સામા મળ્યાં અમે..
જાણે ભગવાન મળ્યાં..!
મેં તેમને ધરપત બંધાવી.. આમ તો આ લોકો નીચે ઊતરીને ઝીણાબાવાની મઢીએ રાત રોકાઈને સવારે સમૂહ સાથે જ માળવેલાનો ડુંગર ચડે એમાં જ હિત હતું.. પણ વિચાર કરતા લાગ્યું કે અહીંથી હવે મઢી પણ દૂર હતી.. રસ્તામાં જ અંધારું થાય એમ હતું... એના કરતાં થોડી હિંમત રાખી સરકડીયાને પાર કરીને જવું જ સારું રહે એમ હતું પણ ત્યાં બેઠેલા સિંહની તેઓને બીક હતી..
કોઈની મદદ વગર આગળ વધવાની હામ હવે તેમનામાં નહોતી..
અમે જો તેમને સાથ આપવા નીચે જઈએ તો અમારું આયોજન ભાંગી પડે એમ હતું.. અને તેઓ અમને વારંવાર વિનંતી કરતા હતાં કે અમને પાછા મઢીએ પહોંચાડો..! મુસીબતમાં ફસાઈને ગભરાયેલા લોકો હિમાલયમાં તો અનેક વખત જોયા છે પણ અહીં ભાગ્યે જોયા હશે.. એટલાં બધા ભયભીત થવા જેવી આ ઘટના હતી જ નહી પણ બધાની પ્રકૃતિ સમાન ન હોય એ સમજતો હતો..
આખરે લાંબી સમજાવટ પછી તેઓ અમારી સાથે ઉપર આવવા તૈયાર થયાં. હું આગળ ચાલ્યો અને અજયને એ લોકોની સાથે ચાલવા કહ્યું. (અજય વાતો કરવામાં અને હિંમત બંધાવવામાં મારા કરતા વધારે માહેર છે..!) જયરાજે પાછળનો મોરચો સંભાળયો.. હથિયારમાં ત્રણેય પાસે લાઠીઓ હતી..
અમે એ જગ્યાએ પહોંચ્યાં કે જ્યાં આ લોકોએ સિંહ જોયા હતાં.. ત્યાં કંઈ ન હતું..! પણ તેઓની વાત સાચી હતી એની સાબિતી જોવા મળી.. સિંહોનાં પગલાની નિશાનીઓ જોવા મળી.. બરાબર નિરીક્ષણ કરતા જોયું કે એક બે નહી પણ લગભગ પાંચ સિંહનો પરિવાર હશે..! એક પુખ્ત સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચાં હશે એવું પ્રથમ અનુમાને જોયું..
આ બધી ધમાલમાં અમે સરકડિયાનાં શિખરે પહોંચ્યાં એ પહેલા જ દિવસ આથમી ગયો.. હવે ગીચ વનમાં થઈને ઊતવાનું હતું.. પેલા લોકો પાસે ટોર્ચ પણ ન હતી. અમારી બત્તીઓનાં અજવાળે ચાલીને ખીણમાં ઊતર્યાં અને સલામત રીતે હનુમાનજીનાં સ્થાનકે પહોંચ્યાં.. અહીં ભોજન અને રોકાણની સગવડ હતી. હવે જોખમ ન હતું. એ લોકોને ત્યાં જ રાતરોકાણ કરવાનું કહીને છુટા પડ્યાં. અમારે હજુ સુરજકુંડ થઈ માળવેલાની ખીણમાં પહોંચવાનું હતું...
અહીં મારી સલાહ છે કે જો તમે જંગલની પ્રકૃતિ જાણતા ન હો તો સમૂહનાં માર્ગે જ ચાલવામાં હિત છે.. અજાણ્યાં માર્ગો ન લેવા.. પૂરી જાણકારી મેળવીને જ ચાલવું.. જંગલજીવન અને જંગલી પ્રાણીઓ સાથે પનારો પડે તો કેમ નીપટવું એ વિષેના લેખો મારી વોલ ઉપર મળી રહેશે..
આવા વધુ કિસ્સાઓ આગળનાં ભાગમાં જોઈશું..
પરિકમ્મા કઈ રીતે થાય છે એ પણ હવે તો બધા જાણે જ છે છતાં આછીપાતળી રૂપરેખા પહેલા જોઈ લઈએ. સાથે આપેલ નકશો જોતા રહેશો..
પરિક્રમાનો પ્રારંભ ગિરનાર તળેટીમાં વસેલા ભવનાથ ગામથી થાય છે... અહીં ભવનાથ મહાદેવને વંદન કરીને શ્રદ્ધાળુંઓ ચાલવાનો પ્રારંભ કરે છે... ગિરનારનાં પવિત્ર શિખરોને જમણા હાથે રાખીને ચાલવાનું હોય છે.. એટલે ભવનાથથી ઉત્તર દિશામાં ચાલવાનું હોય.. લગભગ 36 કિલોમિટરનાં આ પંથમાં આઠ આઠ કિલોમિટરનાં અંતરે ત્રણ મુખ્ય મુકામ આવે છે.. જ્યાં સેવાભાવી સંસ્થાઓ તરફથી ભોજન મુકામની સગવડ મળે છે.. પ્રથમ મુકામ ઝીણાબાવાની મઢી.. બીજો માળવેલા અને ત્રીજો બોરદેવી.. ત્યાંથી પરત ભવનાથ. આ મુખ્ય સ્થાનોની વચ્ચે પણ અન્ય સ્થાનો આવતા રહે છે..
પરંપરાગત માર્ગે ત્રણ વિરાટ પહાડો ચડવાનાં હોય છે જેને સ્થાનિક ભાષામાં ઘોડી કહે છે.. ભવનાથથી નીકળીને પ્રથમ ઇંટાવાની ઘોડી ચડીને ઊતરો એટલે ઝીણાબાવાની મઢી આવે છે.. ત્યાંથી માળવેલાનો ડુંગર ચડીને ઊતરીએ એટલે માળવેલાની જગ્યા આવે છે.. ત્યાંથી નળપાણીની ઘોડી પાર કરો એટલે બોરદેવી આવે.
ઝીણાબાવાની મઢી પાસેથી એક અન્ય માર્ગ સરકડિયાનાં ડુંગર તરફ જાય છે ત્યાંથી સરકડીયા હનુમાનજી, સૂરજકુંડ થઈ માળવેલા પહોંચાય છે.. (ઉપર કહેલો પ્રસંગ ત્યાં બન્યો હતો)
ગિરનાર પરિક્રમા ભવનાથ ઉપરાંત વડાળ અને ભેંસાણ બાજુથી પણ થાય છે અને બીજી પણ અનેક પગદંડીઓ ગિરનાર ભણી દોરી જાય છે પણ એ વાત બાકી રાખીએ..
વધુ રસપ્રદ વાતો બીજા ભાગમાં જોઈશું..
-હસમુખ જોષી.
શુભેચ્છાઓ..
💐💐🙏

Comments
Post a Comment