જડેશ્વર મહાદેવ મોરબી
વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવનો ઈતિહાસ ! મોરબીના સજનપર ગામથી આશરે 3 કિમિ દૂર અને વાંકાનેર તાલુકા માં આવેલા જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના પરાક્રમી રાજા નરેશ શ્રી જામ રાવળનો જન્મ ઐતિહાસિક રીતે સંકળાયેલો છે.તેથી સ્વયંભૂ જડેશ્વરની ગાથા જાણવા માટે પ્રથમ જામરાવળ રાજાનો ઇતિહાસ સંક્ષિપ્તમાં દ્રષ્ટિપાત કરવો પડશે. જામ રાવળનો જન્મ કરછ પ્રદેશમાં કેરા ગામે રામનવમીના દિવસે થયો હતો. તેમને નાનપણથી જ કાયમ માથું દુખ્યા કરતું હતું. તેના માટે અનેક વૈધો હકીમો અને ઈલાજો કરાવ્યા પરંતુ બધું નિરર્થક નિવડ્યુ. સમય જતા જામનગરની ગાદી સંભાળી , કોઈએ રાજાને જાણ કરી હતી કે,ધ્રોલમાં એક ત્રિકાળદર્શી વિદ્વાન બ્રાહ્મણ પંજુ ભટ્ટજી વિશે જણાવ્યું. રાજાએ પોતાના મહેલમાં પંજુ ભટ્ટને બોલાવી માથું દુખવા માટેનું કારણ પૂછતાં ભટ્ટજીએ જણાવ્યું હતુંકે, પૂર્વ જનમમાં તેવો અરણીટીમ્બા ગામમાં ભરવાડ હતા. તે જ ગામમાં એક વૃદ્ધ સોની રહેતો હતો. જેની ગાયો ભગવાન ભરવાડ સંભાળતો હતો. ગામના લોકો તેને ભગો કહેતા હતા. સોનીની કેટલીક ગાયો પુષ્કળ દૂધ આપતી હતી. પરંતુ થોડા...