વછરાજ બેટ, કચ્છના નાના રણના વાછરા ડાડા
કચ્છના નાના રણમાં આવેલ: વચ્છરાજ બેટ કચ્છના નાના રણમાં આવેલ વચ્છરાજ બેટ એક આસ્થાનું કેન્દ્ર છે અને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે.વચ્છરાજ બેટ એટલે રણ વચ્ચે મીઠી વીરડી સમાન છે.વચ્છરાજ બેટ નામ એટલે પડ્યું ત્યાં ક્ષત્રિય કુલભૂષણ ગૌ સેવક લોકનાયક શહીદ લોકદેવતા વચ્છરાજ દાદા જેમને વાછરા દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમણે ગાયો માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા અને ગાયોની રક્ષા કરી હતી વચ્છરાજ દાદાનો પાળિયો આજે પણ અડીખમ ઉભો છે અને દેશ વિદેશથી લોકો દાદાના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. વચ્છરાજ દાદાનો જન્મ કાલરી ગામમાં હાથીજી સોલંકી ને ત્યાં પ્રથમ સંતાન તરીકે વિક્રમ સંવત ૧૧૧૭ ના ચૈત્ર સુદ સાતમ ને સોમવારે ઈસ ૧૦૬૧ મા માતા કેસરબાઈ ની કૂખે ઈશ્વરીય અંશાવતાર ગૌ સેવક વીર વચ્છરાજ દાદા અવતર્યા હતા. નાનપણ થી જ દાદાને ગાયો પ્રત્યે અપાર પ્રેમ હતો વચ્છરાજ દાદાના લગ્ન કુવરગામના સતી પુનાદે સાથે વેવિશાળ અને વિવાહ થાય છે પરંતું ત્રીજા ફેરા ચોરીમાં ફરે તે પેલા જ સમાચાર મળે છે કે કુંવર ગામની ગાયોના ધણ ને લુંટારા લઈ ગયા છે અને વચ્છરાજ દાદા તરત જ ચોરી એ થી ઉતરી ને દાદા ગાયો બચાવવા માટે હાથમાં ...