માઉન્ટ આબુ વિશે...
સફર કા મજા મંઝિલ મેં નહિ રાસ્તો મેં હૈ.... ખરેખર ગુજરાત અંબાજી પછી જ્યારે રાજસ્થાનની સરહદ તરફ જઈએ ત્યારે રસ્તામાં આવતા આરસ પહાણ ની ખાણો તેમજ પર્વત પર જતો રસ્તો તેમજ સર્પાકાર ઊંચાઈ પર જતાં વાહનો અને આબુ સુધી પહોંચવાની મજા ખરેખર અદભુત છે.. આ સમયે દરેક પ્રવાસી મોબાઈલમાં વ્યસ્ત ન રહેતા આ સફરને માણવો જોઈએ... તો ચાલો માઉન્ટ આબુ વિશે વધુ જાણીએ... ભારત દેશ ના પશ્ચિમ તટ પર રાજસ્થાન માં આવેલ એક પહાડી નગર છે માઉન્ટ આબુ ગુજરાત ની નજીક આવેલ છે. આબુ ભારત ના અરવલ્લી ગિરી માળાઓ માં આવે છે અને સૌથી મોટો પહાડ માઉન્ટ આબુ છે. એ એક સુંદર દેખાતું હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુ ને અલ્બુદરાન્ય પણ કહેવાય છે, જેનું નામ નાગદેવતા અર્બુદા પર પડ્યું હતું. ભગવાન શિવ ના બળદ નદી ની રક્ષા કરવા માટે નાગદેવતા આ પહાડી નીચે આવ્યા હતા. પછી એનું નામ બદલી માઉન્ટ આબુ કરી દીધું. ઐતિહાસીક રૂપે આ સ્થાન ગુજ્જરો દ્વારા વસાવવા માં આવ્યું છે. માઉન્ટ આબુમાં જોવાલાયક અન્ય સ્થળો નક્કી લેક નક્કી ઝીલ (લેક) એક રસિયા બાલમ નામના વ્યક્તિએ એના નખોથી નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયો હતો ત્યાં તેને રાજકન્યા સાથ...