માઉન્ટ આબુ વિશે...
સફર કા મજા મંઝિલ મેં નહિ રાસ્તો મેં હૈ....
ખરેખર ગુજરાત અંબાજી પછી જ્યારે રાજસ્થાનની સરહદ તરફ જઈએ ત્યારે રસ્તામાં આવતા આરસ પહાણ ની ખાણો તેમજ પર્વત પર જતો રસ્તો તેમજ સર્પાકાર ઊંચાઈ પર જતાં વાહનો અને આબુ સુધી પહોંચવાની મજા ખરેખર અદભુત છે.. આ સમયે દરેક પ્રવાસી મોબાઈલમાં વ્યસ્ત ન રહેતા આ સફરને માણવો જોઈએ... તો ચાલો માઉન્ટ આબુ વિશે વધુ જાણીએ...
ભારત દેશ ના પશ્ચિમ તટ પર રાજસ્થાન માં આવેલ એક પહાડી નગર છે માઉન્ટ આબુ ગુજરાત ની નજીક આવેલ છે. આબુ ભારત ના અરવલ્લી ગિરી માળાઓ માં આવે છે અને સૌથી મોટો પહાડ માઉન્ટ આબુ છે. એ એક સુંદર દેખાતું હિલ સ્ટેશન છે.
માઉન્ટ આબુ ને અલ્બુદરાન્ય પણ કહેવાય છે, જેનું નામ નાગદેવતા અર્બુદા પર પડ્યું હતું. ભગવાન શિવ ના બળદ નદી ની રક્ષા કરવા માટે નાગદેવતા આ પહાડી નીચે આવ્યા હતા. પછી એનું નામ બદલી માઉન્ટ આબુ કરી દીધું. ઐતિહાસીક રૂપે આ સ્થાન ગુજ્જરો દ્વારા વસાવવા માં આવ્યું છે.
માઉન્ટ આબુમાં જોવાલાયક અન્ય સ્થળો
નક્કી લેક
નક્કી ઝીલ (લેક) એક રસિયા બાલમ નામના વ્યક્તિએ એના નખોથી નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયો હતો ત્યાં તેને રાજકન્યા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે રાજકન્યાના પિતાએ શરત રાખી કે એના નખોથી એક જ રાતમાં ઝીલનું નિર્માણ કરશે તો તેના લગ્ન પોતાની દીકરી સાથે કરશે. નક્કી લેક આજે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. નક્કી લેકમાં શિકારા, પેડલ બોટ, નૌકા વગેરેની સુવિધા છે. તમે આખી બોટ પણ બુક કરાવી શકો છો. નખી લેક આજુબાજુ હોડીઓ તથા મોટર બોટ દ્વારા નૌકા વિહાર કરવાનો લ્હાવો છે. નૌકા વિહાર દરમ્યાન તળાવના કિનારા પર નાના નાના ટાપુ તથા કિનારે ખજૂરના વૃક્ષો તેમજ ભારત માતા નું સ્ટેચ્યુ સરોવરની સુંદરતામાં વધારો કરે છે જ્યાં સામે એક ટેરેસ ગાર્ડન છે. તેમજ પૂર્વ દિશામાં વિવેકાનંદ ગાર્ડન આવેલો છે.
ગુરુ શિખર
અરવલ્લી પર્વતમાળાનું ઉચ્ચતમ બિંદુ છે. માઉન્ટ આબુ થી 15 કિ.મી. દૂર અરવલ્લી પર્વત શૃંખલાનું સૌથી ઊંચુ શિખર છે. ગુરુ શિખર પર ગુરુ દત્તાત્રય મંદિર સૌથી પ્રાચીન મંદિર છે. અહીંની દિવ્ય મૂર્તિ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો અવતાર માનવામાં આવે છે. આ પર્વત પર શિવ મંદિર, મીરા મંદિર અને ચામુંડા મંદિર છે.
અચલેશ્વર મહાદેવ મંદિર
માઉન્ટ આબુનું ઐતિહાસિક સ્થળ છે અચલગઢ. અહીંના સદીઓ જૂના કિલ્લામાં ભગવાન ભોળા ભંડારીનું એક સુંદર મંદિર છે. ધાર્મિક આસ્થા છે કે આ મંદિરમાં ભગવાન શિવના પગના અંગુઠાના નિશાન છે. ભક્ત દૂર દૂરથી અહીં પૂજા-અર્ચના કરવા આવે છે. માઉન્ટ આબુથી તે લગભગ 11 કિલોમીટર દૂર છે.
દેલવાડા જૈન મંદિર
સમાજ વિષયમાં ભણવામાં આ વિશે ટોપિક આવે છે.. જેમાં વસ્તુપાળ અને તેજપાલ દ્વારા 11 અને 13 મી સદીમાં દેલવાડા મુકામે અદભુત આરસ પહાણ ના બારીક નકશી કામ તથા કોતરણીવાળા જૈન મંદિરો જોવા મળશે.
માઉન્ટ આબુથી લગભગ અઢી કિલોમીટર દૂર સ્થિત છે દેલવાડાના દેરા. આ મંદિર માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણોમાંથી એક છે. અહીંનું નક્શીકામ અદ્દભુત છે. દેશના મુખ્ય જૈન મંદિરોમાં આ મંદિરની ગણતરી થાય છે. આ સિવાય વિમલ વસાહી મંદિર, લૂના વસાહી, પાર્શ્વનાથ મંદિર અને મહાવીર સ્વામી મંદિર શામેલ છે. આ પાંચ મંદિરોના નામ રાજસ્થાનના ગામના નામ પરથી રાખવામાં આવ્યા છે.
સનસેટ પોઇન્ટ
સનસેટ પોઇન્ટ માઉન્ટ આબુમાં પર્યટકો માટે સાંજે અને સવારે જોવાલાયક કુદરતી સ્થળોમાનું એક છે. અહીંયા લોકો સૂર્યાસ્ત અને સૂર્યોદયને જોવા માટે આવે છે. સનસેટ પોઇન્ટ પર આથમતા સૂર્ય સાથે ફોટોગ્રાફી કરવાનો લ્હાવો ઘણા લોકો લેતા હોય છે.
ટોડ રોક
દેડકાના આકારમાં જોવા મળતો ટોડ રૉક નક્કી લેકની નજીક છે. ટોડ રૉકની ઉપરથી તમે નક્કી લેક સહિત આખા આબુના દર્શન કરી શકો છો. ફોટોગ્રાફી માટે પણ આ જગ્યા ઉત્તમ છે. આ જગ્યાએ પહોંચવા માટે તમારે નક્કી સરોવરની પાછળના રસ્તાએથી જઇ શકાય છે.
અધર દેવી-અર્બુદા દેવી મંદિર
અતિ પ્રસિદ્ધ અર્બુદા દેવી મંદિરને 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. પુરાણો અનુસાર અર્બુદા દેવીને માતા કાત્યાયનીનો અવતાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ પવિત્ર સ્થાને માતા પાર્વતીના હોઠ પડ્યા હતા જેના કારણે આ મંદિરને અધર શક્તિપીઠ કે અધર દેવીના નામે પણ ઓળખવામાં આવે છે.
Comments
Post a Comment