પાતાળેશ્ચર મહાદેવ (કાશીગર મહાદેવ) ચિત્રોડ ( વાગડ કચ્છ )
રાપર તાલુકાના ચિત્રોડ ખાતે ગામ થી ઉત્તર દિશા મા આશરે એક કિલોમિટર ના અંતરે પ્રસિદ્ધ પાતાળેશ્ચર મહાદેવ (કાશીગર મહાદેવ)ની જગ્યા આવેલી છે! એમ કહેવાય છે કે ૧૮૫૭ ના વિપ્લવકારીઓ ઉપર જ્યારે અંગ્રેજો નું દબાણ બહુજ આવ્યું અને એક બાજુ ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો ને ધૂળ ચટાડતા હતા પરંતુ તેઓ વીરગતિ પામતા પછી અંગ્રેજો એ વિપ્લવ ને કચડી નાખવા અને વિપ્લાવકારીઓ ને પકડી ને ફાંસી ને માચડે લટકાવી દેવા એવો હુકમો થયા ત્યારે દેશ માટે લડતા અને દેશ માટે ખપી જનારા એવા ચાર મહાન ક્રાંતિકારીઓ વાગડ આવે છે!વાગડ એટલે ત્યારે એકદમ નિર્જન વિસ્તાર હતો અહીંયા અલગ અલગ ચાર જગ્યા એ રહે છે! લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે ૧૮૫૭ ના ક્રાંતિકારીઓ નાના સાહેબ પેશ્વા તેમજ તાત્યા ટોપે તેમજ અન્ય બે ક્રાંતિકારીઓ એમ કુલ ચાર વાગડ આવે છે તેમાં નાના સાહેબ પેશ્વા ભભૂતગિરિ નામ ધારણ કરી ને બાદરગઢ ના વિથરોઈઓ ડુંગર મા રહે છે અને હાલે પ્રસિદ્ધ જગ્યા છે!તેમજ તાત્યા ટોપે ભૂટકિયા ખાતે આવેલી પૌરાણિક જગ્યા ધોરેશ્વર મહાદેવ ની જગ્યા મા જ્ઞાનગરજી બાપુ તરીકે રહે છે અને ઓળખાયા હતા!અહીંયા ભૂટકિયા માં આસપાસ ના ૧૨ ગામો ની જેલ અહીંયા હતી જે ધ...