પાતાળેશ્ચર મહાદેવ (કાશીગર મહાદેવ) ચિત્રોડ ( વાગડ કચ્છ )

રાપર તાલુકાના ચિત્રોડ ખાતે ગામ થી ઉત્તર દિશા મા આશરે એક કિલોમિટર ના અંતરે પ્રસિદ્ધ પાતાળેશ્ચર મહાદેવ (કાશીગર મહાદેવ)ની જગ્યા આવેલી છે! 

એમ કહેવાય છે કે ૧૮૫૭ ના વિપ્લવકારીઓ ઉપર જ્યારે અંગ્રેજો નું દબાણ બહુજ આવ્યું અને એક બાજુ ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો ને ધૂળ ચટાડતા હતા પરંતુ તેઓ વીરગતિ પામતા પછી અંગ્રેજો એ વિપ્લવ ને કચડી નાખવા અને વિપ્લાવકારીઓ ને પકડી ને ફાંસી ને માચડે લટકાવી દેવા એવો હુકમો થયા ત્યારે દેશ માટે લડતા અને દેશ માટે ખપી જનારા એવા ચાર મહાન ક્રાંતિકારીઓ વાગડ આવે છે!વાગડ એટલે ત્યારે એકદમ નિર્જન વિસ્તાર હતો અહીંયા અલગ અલગ ચાર જગ્યા એ રહે છે!


 લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે ૧૮૫૭ ના ક્રાંતિકારીઓ નાના સાહેબ પેશ્વા તેમજ તાત્યા ટોપે તેમજ અન્ય બે ક્રાંતિકારીઓ એમ કુલ ચાર વાગડ આવે છે તેમાં નાના સાહેબ પેશ્વા ભભૂતગિરિ નામ ધારણ કરી ને બાદરગઢ ના વિથરોઈઓ ડુંગર મા રહે છે અને હાલે પ્રસિદ્ધ જગ્યા છે!તેમજ તાત્યા ટોપે ભૂટકિયા ખાતે આવેલી પૌરાણિક જગ્યા ધોરેશ્વર મહાદેવ ની જગ્યા મા જ્ઞાનગરજી બાપુ તરીકે રહે છે અને ઓળખાયા હતા!અહીંયા ભૂટકિયા માં આસપાસ ના ૧૨ ગામો ની જેલ અહીંયા હતી જે ધરતીકંપ મા પડી ગઈ મોટી મોટી ઘંટી હતી જેના થી કેદીઓ ને અનાજ પિસાવતા હતા!તેમજ બહુજ ચમત્કારી સંત હતા જેમણે આકાશમાર્ગે ઉડતી ચાર આંબલી પણ જમીન પર ઉતરેલી જે હાલ માં ઉભી છે!અને તેની આકાર ખાટલા ના પાયા ની જેમ ચારે છે આજે બે પડી ગઈ છે! આમ બીજા એક સ્વતંત્રસેનાની એકલમતાજી ભરૂડીયા જાય છે અને ત્યાં તુંગભદ્રબાપુ તરીકે ઓળખાય છે!અને કાશીગરજી બાપુ એ અહી ચિત્રોડ અને જેઠાસરી ગામ ની વચ્ચે નદી કીનારે આવેલી આ રમણીય જગ્યા ને ચેતન કરી અને આ રમણીય જગ્યા ને ચેતન કરી રાપર તાલુકા ની આ પવિત્ર ભુમી ને ધન્ય બનાવી છે!ધૂણી ધખાવી અને રહ્યા અને કાશીગર નામે ઓળખાયા અને તેમણે અહીંયા તેમના ચીપિયા થી ભોંયરું ખોદી ને અંદર શિવ ની સ્થાપના કરી અને અંદર એક કૂવો આવેલો છે ત્યાં થી જળ કાઢી ને શિવજી ઉપર ચડાવવા મા આવે છે!કાશીગરજી નામના સંતે અહી ફક્ત એક ચિપીયા થી જે પહાડ ને કોતર્યો છે એ કોઈ સામાન્ય માણસ નુ તો કામ નથી જ આવા આયામ ને અંજામ આપવા માટે કુશાગ્ર બુદ્ધિ ક્ષમતા, અપાર ધેર્ય અને અવિચળ શ્રદધા હોય તો જ શક્ય બને છે!અને આ તમામ બાબતો સાથે જ્યારે ભક્તિ ભળે છે ત્યારે સર્જાય છે પાતાળેશ્ચર મહાદેવ (કાશીગર મહાદેવ)જેવી અદભુત જગ્યા!અહીંયા કુદરતી સૌંદર્ય ની કમાલ વચ્ચે સંતશ્રી કાશીગરજી ના ચિપીયા થી ચૈતન્ય થયા છે ચિત્રોડ ના પાતાળેશ્ચર મહાદેવ અને ધર્મ ની નજીક લઈ જઈ જીવને શીવ ના સામિપ્યનુ માહત્મય સમજાવતા શિવ છે! અને એક સંત જો ધારે તો કેવી કઠીન તયશ્ચર્યા કરી શકે એના એક અદ્ભુત ઉદાહરણ સમા મંદિર ના દર્શન કરી જાણી શકો છો!

અહીંયા આસપાસ મા એકદમ જંગલ અને કુદરતી સૌંદર્ય જોવા મળે છે મંદિર મા પ્રવેશતાં પહેલા ડેલી આવે છે કમાન આકાર નો પ્રવેશદ્વાર જોવા મળે છે! અને અંદર ની બાજુ પાતાળેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે અને અંદર પ્રવેશતા જ અંદર ભોંયરું દેખાય છે અને નીચે પગથિયાં વાટે ઉતરી ને છેક નીચે શિવ ના દર્શન કરી શકાય છે અને શિવ ની સામે કુવો આવેલો છે જેમાં ઉપર જ પાણી જોવા મળે છે અને ઉપર હાલ માં લોખંડ ની જાળી લગાવી છે!

ગુફા ની એક બાજુ બીજી નાની ગુફા છે જ્યાં માતાજી ની સ્થાપના જોવા મળે છે!અને આ જગ્યા ના પ્રાગણ માં નવું કાશીગર બાવાજી નું મંદિર બનાવેલ છે!મંદિર ની બાજુ માં બે પાળિયા જોવા મળે છે એક સુંદુરે રંગાયેલો જોવા મળે છે તો એક પાળિયો વિશાળ છે જે આડો સૂતેલો જોવા મળે છે અને ખંડિત છે ત્યાં બાજુ માં એક કૂવો પૌરાણિક આવેલો છે જેમાં ઉપર જ પાણી જોવા મળે છે અને કૂવા ની ઉપર અને આસપાસ મા જાડીજાખરા થી ઢંકાયેલો જોવા મળે છે! આવી અલૌકિક જગ્યા મા શિવ ના દર્શન કરી ને શાંતિ નો અનુભવ થાય છે અને ધન્યતા અનુભવાય છે કે વાગડ વિસ્તાર માં કેટકેટલી અદભુત જગ્યાઓ આવેલી છે જગ્યાઓ નો કોઈ પાર નથી આ પવિત્ર જગ્યા એ જરૂર દર્શન કરવા જોઈએ જિંદગી મા એકવાર નહિ અનેકવાર કરવા જોઈએ અને સાચી રીતે મન ની શાંતિ ની જો જરૂર હોય તો અહીંયા આવી જાઓ અને માનસિક શાંતિ નો અનુભવ પણ આપ કરી શકો છો!

 લેખન :-

✍️ મહાદેવ બારડ વાગડ

Fb લિંક માટે અહીં ક્લિક કરો











Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )