કુરુક્ષેત્ર
૧૮ અક્ષૌહિણી સેના અને ૪૮ કોસનું મેદાન :👇 હમણાં મેં ૧૮ અક્ષૌહિણી સેના વિશે વાત કરી ત્યારે મારા ઘણા મિત્રોના ભ્રમર ઉંચા થઈ ગયા હતા. સ્વાભાવિક છે, આજના "વર્ક ફ્રોમ હોમ" ના જમાનામાં જ્યારે ૧૦ લોકોની મીટિંગ માટે પણ કોન્ફરન્સ રૂમ નાનો પડતો હોય, ત્યારે લાખોની સેના ક્યાં સમાણી હશે એવો પ્રશ્ન થવો વ્યાજબી છે. ઘણાને એમ છે કે કુરુક્ષેત્ર એટલે આપણા સોસાયટીના કોમન પ્લોટ જેવડું કોઈ મેદાન હશે...! પણ ના, સત્ય કંઈક અલગ છે. જે મિત્રોને લોજિક અને પ્રૂફ જોઈએ છે, તેમના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ 'ગ્રાઉન્ડ રિપોર્ટ' અહીં રજૂ કરું છું. મહાભારતનું યુદ્ધ જે ભૂમિ પર લડાયું હતું, તે કુરુક્ષેત્ર કોઈ સ્ટેડિયમ નહોતું પણ એક વિશાળ ભૌગોલિક વિસ્તાર હતો. ૧. શાસ્ત્રો અને સ્થાનિક ઇતિહાસ મુજબ કુરુક્ષેત્રનો વિસ્તાર ૪૮ કોસ (48 Kos) નો હતો. હવે તમે પૂછશો કે કોસ એટલે શું...? તો ગણિત માંડી લો: ૧ કોસ = આશરે ૩ કિલોમીટર. એટલે કે, યુદ્ધનું મેદાન આશરે ૧૪૦ થી ૧૫૦ કિલોમીટર ના પરિઘમાં ફેલાયેલું હતું. હવે વિચારો, ૧૫૦ કિલોમીટરના વિસ્તારમાં ૧૮ તો શું, ૩૬ અક્ષૌહિણી સેના પણ આરામથી સમાઈ જાય...! ૨. જો તમારે ગૂગલ મેપ પર આ...