કુરુક્ષેત્ર
૧૮ અક્ષૌહિણી સેના અને ૪૮ કોસનું મેદાન :👇
હમણાં મેં ૧૮ અક્ષૌહિણી સેના વિશે વાત કરી ત્યારે મારા ઘણા મિત્રોના ભ્રમર ઉંચા થઈ ગયા હતા. સ્વાભાવિક છે, આજના "વર્ક ફ્રોમ હોમ" ના જમાનામાં જ્યારે ૧૦ લોકોની મીટિંગ માટે પણ કોન્ફરન્સ રૂમ નાનો પડતો હોય, ત્યારે લાખોની સેના ક્યાં સમાણી હશે એવો પ્રશ્ન થવો વ્યાજબી છે.
ઘણાને એમ છે કે કુરુક્ષેત્ર એટલે આપણા સોસાયટીના કોમન પ્લોટ જેવડું કોઈ મેદાન હશે...!
પણ ના, સત્ય કંઈક અલગ છે. જે મિત્રોને લોજિક અને પ્રૂફ જોઈએ છે, તેમના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આ 'ગ્રાઉન્ડ રિપોર્ટ' અહીં રજૂ કરું છું.
મહાભારતનું યુદ્ધ જે ભૂમિ પર લડાયું હતું, તે કુરુક્ષેત્ર કોઈ સ્ટેડિયમ નહોતું પણ એક વિશાળ ભૌગોલિક વિસ્તાર હતો.
૧. શાસ્ત્રો અને સ્થાનિક ઇતિહાસ મુજબ કુરુક્ષેત્રનો વિસ્તાર ૪૮ કોસ (48 Kos) નો હતો.
હવે તમે પૂછશો કે કોસ એટલે શું...?
તો ગણિત માંડી લો: ૧ કોસ = આશરે ૩ કિલોમીટર.
એટલે કે, યુદ્ધનું મેદાન આશરે ૧૪૦ થી ૧૫૦ કિલોમીટર ના પરિઘમાં ફેલાયેલું હતું. હવે વિચારો, ૧૫૦ કિલોમીટરના વિસ્તારમાં ૧૮ તો શું, ૩૬ અક્ષૌહિણી સેના પણ આરામથી સમાઈ જાય...!
૨. જો તમારે ગૂગલ મેપ પર આ વિસ્તાર જોવો હોય, તો માત્ર 'કુરુક્ષેત્ર' શહેર જોઈને અટકી ન જતા. આ '૪૮ કોસ ભૂમિ' માં આજના હરિયાણાના પાંચ મોટા જિલ્લાઓનો ભાગ આવતો હતો:
1. કુરુક્ષેત્ર
2. કરનાલ
3. કૈથલ
4. જીંદ
5. પાણીપત
આટલો મોટો વિસ્તાર જ્યારે 'બેટલ ઝોન' હોય, ત્યારે ત્યાં લાખો સૈનિકો, રથ, હાથી અને ઘોડાઓ માટે પાર્કિંગની સમસ્યા તો ન જ નડે હો...!
હવે પાછો તમારો કિડો સળવળાટ કરશે કે આ જ જગ્યા કેમ...? આ લોકેશન પાછળનું પણ લોજિક હતું. આ જગ્યા પસંદ કરવા પાછળ કોઈ રિયલ એસ્ટેટનો સોદો નહોતો, પણ આધ્યાત્મિક ગણતરી હતી.
આ ભૂમિનું નામ રાજા 'કુરુ' ના નામ પરથી પડ્યું છે. રાજા કુરુએ અહીં ખેતી કરી, તપસ્યા કરી અને ભગવાન પાસે વરદાન માંગ્યું હતું કે, "જે કોઈ આ મેદાનમાં મૃત્યુ પામે તેને સીધું સ્વર્ગ મળે."
શ્રીકૃષ્ણ તો સાક્ષાત ભગવાન હતા, એમને ખબર હતી કે ભાઈ-ભાઈ વચ્ચેના યુદ્ધમાં પાપ તો થવાનું જ છે. એટલે એમણે આ 'ધર્મક્ષેત્ર' પસંદ કર્યું, જેથી મરનારાઓને મોક્ષ મળે અને યુદ્ધ ધર્મના પાયા પર લડાય.
બીજું ઘણા મિત્રો દૂરબીન લઈને પૂછે છે કે જો લાખો લોકો મર્યા તો હાડપિંજરો કેમ નથી મળતા...?
તો એમને મારે નમ્ર વિનંતી સાથે કહેવું છે કે, અમે બાળીએ છીએ, દાટતા નથી: ભાઈ, આ ભારત છે, ઈજિપ્ત નથી કે મમી (Mummies) મળે...!
સનાતન ધર્મમાં અગ્નિસંસ્કાર ની પ્રથા છે. પાંડવોએ યુદ્ધ પછી વિધિવત રીતે બધાના અંતિમ સંસ્કાર કર્યા હતા, એટલે રાખ નદીમાં વહી ગઈ. હાડપિંજરો શોધવા જશો તો નિરાશા જ મળશે.
હાડપિંજર ન મળ્યા તો શું થયું...?
પુરાતત્વ વિભાગને કુરુક્ષેત્રની માટીમાંથી એ જ સમયગાળાના લોખંડના તીર અને વિશિષ્ટ વાસણો (PGW) મળ્યા છે.
વળી, સનૌલી (Sinauli) માંથી મળેલા હાઈ-ટેક યુદ્ધ રથો અને દરિયાના તળિયેથી મળેલી દ્વારકા નગરી એ વાતની સાબિતી આપે છે કે અહીં એક ખતરનાક 'વોરિયર કલ્ચર' હતું જ.
હવે શું અશ્વત્થામા ખુદ આવીને એફિડેવિટ કરી આપે તો જ માનશો...?
આજે તમે ત્યાં જાવ તો તમને રથના પૈડાં નહીં, પણ ટ્રેક્ટરના પૈડાં જોવા મળશે. કાળક્રમે ત્યાં હવે:
લીલાછમ ખેતરો લહેરાય છે. કુરુક્ષેત્ર એક વિકસિત શહેર બની ગયું છે જ્યાં મોટી યુનિવર્સિટીઓ અને આધુનિક સુવિધાઓ છે.
છતાં, જ્યોતિસર (જ્યાં ગીતાનો ઉપદેશ અપાયો), બ્રહ્મ સરોવર અને ભીષ્મ કુંડ જેવા સ્થળો આજે પણ એ મહાન ઇતિહાસની સાક્ષી પૂરે છે.
આપને હવે આટલા માપ-દંડ, ઐતિહાસિક પુરાવા અને સનૌલી-દ્વારકાના રેફરન્સ આપ્યા પછી પણ જો કોઈને શંકા હોય, તો એમને મારે એટલું જ કહેવું છે કે, આ માહિતી એમના માટે છે જે સત્ય જાણવા માંગે છે. બાકી તો સાહેબ...
"જેને જલારામ ના જગાડી શકે, એને એલાર્મ શું જગાડવાના...?"
ઇતિહાસ સાક્ષી છે, માનવું ન માનવું એ તમારી શ્રદ્ધાનો વિષય છે...! #zalaji #thoughts_of_zalaji #kurushetra #mahabharat #krishna #history
Comments
Post a Comment