*🌲ઉનાળુ રજાઓમા મનાલીની બરફમઢી પહાડીઓમા ફેમિલી ટ્રેકિંગ કેમ્પ🌲*
"""""""""""""""""""""""""""""
ટ્રેકીંગ લવર્સ ગૃપ ઓફ ગુજરાત અને યંગ સ્ટુડન્ટસ સર્વિસ કલબ- ગુજરાત, રાજકોટ દ્વારા આગામી *તા.8 થી 14 જુન- 2026* ના ઉનાળુ વેકેશન મા હિમાલયની બરફમઢી પહાડીઓમા ફેમિલી ટ્રેકીંગ કેમ્પનુ આયોજન થયુ છે. જેમા વ્યક્તિગત રીતે અથવા જે તે શિક્ષણ સંસ્થા, કલબ કે ફેમીલી સાથે કે ગૃપમા પણ જોડાઇ શકાશે.
કેમ્પમા સ્નો ટ્રેકીંગ, પર્વતારોહણ, રેપ્લીંગ, રીવર ક્રોસીંગ, કેમ્પ ફાયર વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ સામેલ છે.
સતત અભાવો, પડકારો અને પ્રતિકૂળતાઓની જાહોજલાલી સાથે પારિવારિક વાતાવરણ મા આ કેમ્પ યોજાનાર છે. રજાઓનો સદુપયોગ કરવા માગતા અને પ્રકૃતિની ગોદમા પોતાના પરિવાર સાથે સમય વિતાવીને એ સમયને યાદગાર બનાવવા ઈચ્છતા વ્યસન મુક્ત અને તંદુરસ્ત એવા 4 થી 65 વર્ષની વયના સુશિક્ષિત, સંસ્કારી અને શિસ્તપ્રેમી મિત્રો આ કેમ્પમા જોડાઈ શકશે. કેમ્પ ફી રુ *12800* છે.
જેમા અમદાવાદ થી દિલ્હી/ચંદીગઢ/પઠાણકોટ બાય ટ્રેન (સ્લીપર કોચ) દ્રારા અને ત્યાંથી મનાલી બાય બસ પ્રવાસ, મનાલી ખાતે હોટલ આવાસ (4/5 શેરીંગ), ગુજરાતી ભોજન, તાલીમ, સાધનો સહિતનો તમામ ખર્ચ સામેલ છે. પરંતુ અમદાવાદ -મનાલી -અમદાવાદ નો મુસાફરી દરમ્યાનનો ભોજન ખર્ચ સામેલ નથી. અર્થાત્ જર્ની ફૂડ આ ફી મા સામેલ નથી. પરંતુ મનાલી ખાતે ભોજન સહિતનો સંપૂર્ણ ખર્ચ સામેલ છે. બરફ મઢી બેહદ ખુબસુરત પહાડીઓ, વિરાટ જોગીણી ફોલ, કુદરતી ગરમ પાણી ના કુંડ, ઉંડી ખીણો અને ગુલાબી ઠંડી વચ્ચે પરિવાર સાથે બરફના ગોળા બનાવી એક - બીજા પર ફેંકવાની તોફાની મજા થી ભરેલા આ કેમ્પમા માત્ર 20 મિત્રોનો વહેલા તે પહેલા ના ધોરણે સમાવેશ કરાશે.
કેમ્પમા જોડાવા હાલ માત્ર 6000 *(રીફંડ પોલીસી ખાસ જોઈ જવા વિનંતી)* ભરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જ્યારે બાકી રહેતી ફી જવાના દસ દિવસ અગાઉ ચૂકવવાની રહેશે.
આ કેમ્પની વધુ વિગતો તથા અરજી ફોર્મ માટે અરુણ દવે નો મોબા.નં. 9825371655 પર *તાકીદે* સંપર્ક કરવા વિનંતી છે. અમો આ પ્રવૃત્તિ બીનધંધાદારી રીતે ચલાવી રહ્યા છીએ. આ પ્રવૃત્તિ ગમી હોયતો શેર કરવા વિનંતી છે.
અમારી આ પ્રવૃત્તિની વિગતો તથા ફોટોગ્રાફ ફેસબુક ના Trekking lovers group of Gujarat મા જોઈ શકો છો. આ પ્રવૃત્તિની વિગતો મેળવતા રહેવા CAMP તથા પુરુનામ અને સીટી લખી ને ઉપરના નંબર પર વૉટસએપ કરવા વિનંતી છે.🌲

0 Comments