ગોવા બસ દર્શન (હોપ ઓન હોપ ઓફ ગોવા બાય બસ)
આઈઆરસીટીસી ટૂરિઝમ હવે એક વધારે ઓફર લઈને આવી છે જેમાં તમે ફક્ત 400 રૂપિયામાં જ ગોવાની ટૂર કરી શકો છો. આ પેકેજનું નામ ‘હોપ ઓન હોપ ઓફ ગોવા બાય બસ’ નામ આપવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ, પ્રવાસીને ઉત્તર અને દક્ષિણ ગોવા ફરવાનો મોકો મળશે. આ એક દિવસના પેકેજમાં, મુલાકાતીઓને ગોવાના સુંદર દૃશ્યો સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં બતાવવામાં આવશે. આ પેકેજમાં ત્રણ વિકલ્પો છે: ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, ઉત્તર અને દક્ષિણ ગોવા. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા પ્રવાસોમાં પ્રતિ વ્યક્તિ રૂ. 400 નો ખર્ચ થશે જ્યારે નોર્થ-સાઉથ ગોવા પ્રવાસ 600 રૂપિયાનું પેકેજ છે. તો હવે રાહ કોની જુઓ છો ? ગોવા જવાની તૈયારી કરો !! બાકી તો આઈઆરસીટીસી આ ઑફરોનો લાભ લઈને આખું ગોવા ફરવાની મજા માણો. આ ટૂરમાં સૌથી લોકપ્રિય સ્થળો જેવા કે, સાઉથ સેન્ટ્રલ ગોવા, ડોના પૌલા , ગોવા સાઇન્સ મ્યુઝિયમ, મિરામર બીચ, આર્ટ એકેડેમી, ભગવાન મહાવીર ગાર્ડન, પમજી બજાર, કેસિનો પોઇન્ટ, બેસિલિકા ઓફ બોમ જિસસ વગેરે જેવા લોકપ્રિય સ્થળો સમાવેશ થાય છે. આ બધી જગ્યા ઉત્તર ગોવાના ટૂર પેકેજમાં હશે. જ્યારે દક્ષિણ ગોવાના ટૂર પેકેજમાં ફોર્ટ અગૌડા, સિંકેરિયમ બ...