ગોવા બસ દર્શન (હોપ ઓન હોપ ઓફ ગોવા બાય બસ)

આઈઆરસીટીસી ટૂરિઝમ હવે એક વધારે ઓફર લઈને આવી છે જેમાં તમે ફક્ત 400 રૂપિયામાં જ ગોવાની ટૂર કરી શકો છો.

આ પેકેજનું નામ ‘હોપ ઓન હોપ ઓફ ગોવા બાય બસ’ નામ આપવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ, પ્રવાસીને ઉત્તર અને દક્ષિણ ગોવા ફરવાનો મોકો મળશે.

આ એક દિવસના પેકેજમાં, મુલાકાતીઓને ગોવાના સુંદર દૃશ્યો સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધીમાં બતાવવામાં આવશે. આ પેકેજમાં ત્રણ વિકલ્પો છે: ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, ઉત્તર અને દક્ષિણ ગોવા. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા પ્રવાસોમાં પ્રતિ વ્યક્તિ રૂ. 400 નો ખર્ચ થશે જ્યારે નોર્થ-સાઉથ ગોવા પ્રવાસ 600 રૂપિયાનું પેકેજ છે.

તો હવે રાહ કોની જુઓ છો ? ગોવા જવાની તૈયારી કરો !! બાકી તો આઈઆરસીટીસી આ ઑફરોનો લાભ લઈને આખું ગોવા ફરવાની મજા માણો.

આ ટૂરમાં સૌથી લોકપ્રિય સ્થળો જેવા કે, સાઉથ સેન્ટ્રલ ગોવા, ડોના પૌલા , ગોવા સાઇન્સ મ્યુઝિયમ, મિરામર બીચ, આર્ટ એકેડેમી, ભગવાન મહાવીર ગાર્ડન, પમજી બજાર, કેસિનો પોઇન્ટ, બેસિલિકા ઓફ બોમ જિસસ વગેરે જેવા લોકપ્રિય સ્થળો સમાવેશ થાય છે. આ બધી જગ્યા ઉત્તર ગોવાના ટૂર પેકેજમાં હશે.

જ્યારે દક્ષિણ ગોવાના ટૂર પેકેજમાં ફોર્ટ અગૌડા, સિંકેરિયમ બીચ /ફોર્ટ , કંડોલિમ બીચ, સેંટ એટર્ની ચૈપલ , સેન્ટ એલેક્સ ચર્ત , કાઇલેંગેટ બીચ, બાગા બીચ, અંજના બીચ, ચોપારા કોર્ટ અને વાગોતરા બીચ જેવા જોવા ને ફરવાલાયક સ્થળો હશે.

જો તમે ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા બંને મુસાફરી કરવા માંગો છો, તો તમે કૉમ્બો પેકેજણી પણ પસંદગી કરી શકો છો. બસોમાં પીએ સિસ્ટમ્સ અને એલઇડી ટીવી હશે. બુકિંગ ફક્ત આઇઆરસીટીસી પોર્ટલ દ્વારા જ કરી શકાય છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )