વન્ડરલેન્ડ થીમ પાર્ક, આજવા વડોદરા

125 કરોડના ખર્ચે વન્ડરલેન્ડ થીમ પાર્ક હવે ગુજરાતમાં તૈયાર.

જો તમને એડવેન્ચર રાઈડસની મજા માણવી ગમતી હોય તો હવે છેક મુંબઈ અને પૂના હાઈએ પર જવાની બિલકુલ જરૂર નહી પડે. હૂબહૂ એસેલ વર્લ્ડ અને ઈમેજીકા જેવો જ એક થીમ પાર્ક આપણાં ગુજરાતમાં પણ આકાર લઈ લીધો છે. જી હા વડોદરા પાસે આવેલ આજવામાં આ થીમ પાર્ક બની ગયો છે એ પણ પૂરા 125 કરોડના ખર્ચે.

જેમાં એસેલ વર્લ્ડ અને ઈમેજીકા જેવી જ એક બે નહી પણ 40 રાઇડ્સ હશે. એવું સાંભળવા મળ્યું છે કે આ થીમ પાર્ક એ જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત ડિઝનીલેન્ડની રૂપરેખા પર બનાવવામાં આવ્યો છે.
એડવેંચર ઇંયુઝમેંટ થીમ એન્ડ એડવેંચર પાર્ક ઓફ ઈંડિયા ( આતાપી ) નામ આપવામાં આવ્યું છે.

આ આતાપી વડરલેન્ડ પાર્કની અંદર 40 રાઈડસ ઉપરાંત ડાયનાસોર પાર્ક, છોટા ભીમ પાર્ક અને લેઝર મ્યુઝિકલ ફુવારા પણ હશે. તેમજ આ પાર્ક પૂરા 75 એકર જેટલી જમીનમાં પથરાયેલો છે.

આ પાર્કની ટીકીટનો ચાર્જ 70 થી લઈને 1525 સુધીનો રાખવામા આવશે.આ પાર્કની જે પણ આવક થશે એ બધી જ બરોડા મહાનગર પાલિકાને આધીન હશે.

આ પાર્કમાં બાળકો માટે એક અલગ જ કિડ્સ ઝોન બનાવવામાં આવ્યું છે અને અહીંયા હૂબહૂ દાયનાસોરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

આ થીમ પાર્કમાં 40 રાઈડસ ઉપરાંત ફુવારા, તગાડા રાઈડસ, જાયન્સ સ્વિંગ, પેંડ્યુલમ જેવી આકર્ષક રાઈડસ મૂકવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )