Posts

Showing posts from September, 2019

ગીર હેરીટેઝ ટ્રેન

Image
જૂનાગઢ થી -દેલવાડા વચ્ચે દોડતી  અને ચાલતી મીટર ગેજ ટ્રેન ગીરનાં જંગલની રોમાંચક મુસાફરી અને  સફર કરાવે છે. જૂનાગઢ સવારે ૮.00 વાગ્યેથી ઉપડતી આ ટ્રેન આપને માત્ર ૨૦  રૂપિયા માં આખી સફર કરાવે છે. આ ટ્રેન રૂટને હેરિટેજ રૂટમાં સ્થાન આપવામાં આવ્યું છે...એવું માનવામાં આવે છે  આ રૂટ વચ્ચે જોરદાર કુદરતી દ્રશ્યો,નેસડાઓ માલધારી  હરણ પશુ પક્ષી અને અન્ય જીવો  આ ટ્રેન ની મુસાફરી માં જોવા મળે છે અને નસીબમાં હોય તો વનરાજના પણ દર્શન થાય છે.આ અમારું ગીર આ લેખ ના મુખ્ય ફોટોગ્રાફી અને લેખક શ્રી રાહુલભાઈ નો આભાર

ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી

જો રજા હોય અને આપણાં જૂનાગઢમાં ફરવા જવાનું થાય તો લગભગ બધાં ગિરનાર, ભવનાથ, કાશ્મીરીબાપુની જગ્યા, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત, ઉપરકોટ, સક્કરબાગ, મ્યુઝિયમ,અક્ષરમંદિર, વાઘેશ્વરીમાતાનું મંદિરજેવાં સ્થળોએ જતાં હોઈએ છીએ અને ઘણા ફોટોગ્રાફીનાશોખીનો કૃષિ યુનિવર્સિટી અનેલાલ ધોરીને વધારે મહત્વ આપતાં હોય છે. તમને ક્યારેક એવું પણ થયું હશે કે ચાલો આજે ગિરનારની ગોદમાં આવેલા ગિરનાર અભયારણ્યની મુલાકાત લઈએ,પરંતુ વનવિભાગની પરમીટ અને તેમનાં ચુસ્તપણે અમલમાં લેવાતાં દંડો જોઈને આ વિચાર પણ આપણે માંડી વાળીએ. આવું ઘણા સાથે થતું હોય છે અને આપણે આપણાં ઘર આંગણે રહેલી પ્રકૃતિને માણવાનો અવસર ચુકી જતાં હોઈએ છીએ. આજે હું વાત કરવાનો છું એવાં જ એક સ્થળની કે જે ગિરનારની ગોદમાં અને પ્રકૃતિના પ્રેમના હિલોળા ખાતા જંગલોની વચ્ચે આવેલું છે.  જો તમે એકવાર એ સ્થળની મુલાકાત લઈ ચૂક્યાં હશો તો તમને થોડો ખ્યાલ તો આવી જ ગ્યો હશે કે હું કંઈ જગ્યા વિશે વાત કરી રહ્યો છું! એ સ્થળ એટલે ભવનાથ તળેટીથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલુ માં ભગવતીનું મંદિર એટલે બોરદેવી. રવિવારની રજા હતી. મોડી સવાર સુધી સૂતાં રહેવાની બદલે આજે વહેલી સવારે ઉઠ...

ઝંડ હનુમાનજી મંદિર

Image
વડોદરાથી ૯૦ અને પાવાગઢથી ૩૨ કિ.મીટરના અંતરે જાંબુઘોડાના અભયારણ્યમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે. વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે.  જાંબુઘોડાથી ૧૧ કિ.મીટરનો રસ્તો કાચોપાકો છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જતાં મુખ્ય માર્ગ પર ઝંડ હનુમાન ૧૧ કિ.મી.નું પાટિયું આવે છે. ત્યાંથી ચાલતા, વાહન કે બાઈક ઉપર તલાવિયા, રાસ્કા અને લાંભિયા ગામ થઈને ત્યાં જઈ શકાય છે. પાંચેક કિ.મીટરના પાકા રસ્તા પછી ઓબડધોબડ કાચો રસ્તો આવે છે.પરંતુ હવે પાકો રસ્તો પણ બની ગયો છે, અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે.  ચારે બાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મદમસ્ત વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુપક્ષીના મઘુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી. ચોતરફ પ્રસન્નપણે પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય. શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ-માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે. અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી. ...

Pindara (पिंडतारक)

Image
गुजरात मे द्वारिका के पास भाटिया गांव के नजदीक पौराणिक पिंडतारक स्थल है |