Posts

Showing posts from December, 2020

કચ્છ વાગડનું ઐતિહાસિક ગેડી ગામ

વાગડ ના ઐતિહાસિક ગેડી ગામ માં જોવાલાયક સ્થળો ની યાદી (૧) માલણ વાવ (૨) ગેડી ના પાળિયા (ગાગર અને વલોણા ના ચીત્રો) (૪) ભીમગુડો (૫) ભીમ ગૂફા (૬) ઐતિહાસીક વાવ (પાંડવ કાળ ની વાવ) (૭) સારક માતાજી નું મંદિર (૮) લક્ષ્મીનારાયણ મંદિર (૯) વિરાટ માતાજી ની મૂર્તિ (૧૦) દશાવતાર મૂર્તિ (૧૧) પ્રાચીન શિલાલેખ રામ મંદિર મા આવેલા બે શિલાલેખ (૧૨) ચંડેસર દાદા નો વિક્રમ સંવત ૧૨૬૮ નો પાળિયો (૧૩) કંકુ કાજારા (૧૪) માલણ તળાવ (૧૫) માલેશ્વર શિવ મંદિર (૧૬) માલણ માતાજી ની દેરી (૧૭) મસાણી સતી માતાજી (૧૮) ઊંધો ખેજડો (૧૯) ભીમ ના ઢબા (૨૦) વેતીયો ગઢ (૨૧) કુંતા ની ચોપાટ (૨૨) જૈન મંદિર (૨૩) ગામ માટે બલિદાન આપનાર સુરવીર રત્ના બાપા વાળંદ ની બારી (૨૪) અચલેશ્વર મહાદેવ (૨૫) વાઘા બારી નો પાળિયો (૨૬) સારંગજી ડોડીયા નો પાળિયો અને મંદિર (૨૭) સારક માતાજી ના મંદિર મા આવેલો શિલાલેખ (૨૮) દરબારગઢ મા આવેલ ભોંયરું (૨૯) હિંગળાજ માતાજી (૩૦) હિંગળાજ ધાર જ્યાં સેડ સ્ટોન છે (૩૧) પાંડવ કાળ ના આવેલા કૂવા (૩૨) ત્રિકમ સાહેબ ના પૂર્વજો એ જે હનુમાન દેરી ને પૂર્વાભિમુખ થી પશ્ચિમાભિમુખ કરી નાખ્યું તે હનુમાન દાદા નુ...

મરીન નેશનલ પાર્ક દ્વારકા (ડન્ની પોઇન્ટ)

➡️ દરિયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસ માટે ગુજરાતમાં ચાર સાઈટ ખૂબ જાણીતી છે. તેમાં નરારા, પીરોટન, પોશીત્રા અને ડન્ની પોઈન્ટ. માત્ર જામનગર જિલ્લાની જ વાત કરીએ તો 42 જેટલા ટાપુઓ આવેલા છે. તેમાં દ્વારકાની નજીકમાં જ 22 જેટલા ટાપુઓ છે. દરિયાઈ જીવ સૃષ્ટિને જોવાનો અને તેનો અભ્યાસ કરનારા માટે જામનગર અને દ્વારકા એરિયા ફેવરિટ છે. દરિયાઈ જીવ સૃષ્ટિના જતન માટે સરકારે 1982ના મરિન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં જાહેર કર્યો છે. કુદરતી રીતે જ બેટ દ્વારકા નજીકનો દરિયો ડોલ્ફિન માછલીને અનુકૂળ હોવાથી આ સાઈટ પર ડોલ્ફિન મોટા પ્રમાણમાં જોવા મળે છે. સાહસિક પ્રવાસો કરતી અનેક સંસ્થાઓ ખાસ કરીને શિયાળાની ઋતુ શરૃ થાય ત્યારે બેટ દ્વારકા અને ડન્ની પોઈન્ટ ટાપુનો પ્રવાસ ગોઠવતી હોય છે. મોટા ભાગે બે - ત્રણ દિવસના પ્રવાસમાં જ આ દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો ભરપૂર આનંદ લઈ શકાય છે. આ સ્થળે કેવી રીતે પહોંચી શકાય તેના વિશે જાણીએ તો ચાર ધામ પૈકીનું એક દ્વારકા એ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર છે. ➡️ બેટ દ્વારકાથી નાની હોડીમાં બેસીને ડન્ની પોઈન્ટ કે નજીકના દરિયાઈ વિસ્તારમાં જઈ શકાય છે. ➡️ દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા આવતા હોય છે. દ્...