મરીન નેશનલ પાર્ક દ્વારકા (ડન્ની પોઇન્ટ)
➡️ દરિયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસ માટે ગુજરાતમાં ચાર સાઈટ ખૂબ જાણીતી છે. તેમાં નરારા, પીરોટન, પોશીત્રા અને ડન્ની પોઈન્ટ. માત્ર જામનગર જિલ્લાની જ વાત કરીએ તો 42 જેટલા ટાપુઓ આવેલા છે. તેમાં દ્વારકાની નજીકમાં જ 22 જેટલા ટાપુઓ છે. દરિયાઈ જીવ સૃષ્ટિને જોવાનો અને તેનો અભ્યાસ કરનારા માટે જામનગર અને દ્વારકા એરિયા ફેવરિટ છે. દરિયાઈ જીવ સૃષ્ટિના જતન માટે સરકારે 1982ના મરિન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં જાહેર કર્યો છે. કુદરતી રીતે જ બેટ દ્વારકા નજીકનો દરિયો ડોલ્ફિન માછલીને અનુકૂળ હોવાથી આ સાઈટ પર ડોલ્ફિન મોટા પ્રમાણમાં જોવા મળે છે. સાહસિક પ્રવાસો કરતી અનેક સંસ્થાઓ ખાસ કરીને શિયાળાની ઋતુ શરૃ થાય ત્યારે બેટ દ્વારકા અને ડન્ની પોઈન્ટ ટાપુનો પ્રવાસ ગોઠવતી હોય છે. મોટા ભાગે બે - ત્રણ દિવસના પ્રવાસમાં જ આ દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો ભરપૂર આનંદ લઈ શકાય છે. આ સ્થળે કેવી રીતે પહોંચી શકાય તેના વિશે જાણીએ તો ચાર ધામ પૈકીનું એક દ્વારકા એ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર છે.
➡️ બેટ દ્વારકાથી નાની હોડીમાં બેસીને ડન્ની પોઈન્ટ કે નજીકના દરિયાઈ વિસ્તારમાં જઈ શકાય છે.
➡️ દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા આવતા હોય છે. દ્વારકાધીશનાં દર્શનની સાથે દરિયાઈ જીવ સૃષ્ટિને નિહાળવાનો આનંદ લઈ શકાય છે. દ્વારકાથી ત્રીસેક કિ.મી. રોડ રસ્તે ઓખા પહોંચી શકાય છે. ઓખા રોડ અને રેલવે રસ્તે આસાનીથી જઈ શકાય છે. ઓખાથી મોટી ફેરી બોટમાં બેસીને બેટ દ્વારકા જવું પડે છે. બેટ દ્વારકામાં હોટલો અને રહેવા-જમવાની સુવિધાઓ મળી શકે છે એટલે મોટા ભાગના અહીં કેમ્પ કરીને રોકાતા હોય છે. હવે તો બેટ દ્વારકા નજીકના ટાપુ પર પણ ખાનગી હોટલો શરૃ થઈ ગઈ છે ત્યાં પણ કેમ્પ કરવામાં આવે છે. ઓખા બેટથી નજીકમાં હનુમાન દાંડી નામની એક જગ્યા આવે છે. અહીં મરિન કેમ્પ કરવામાં આવે છે. દ્વારકાધીશનાં દર્શને આવનારા યાત્રિકોમાંથી મોટા ભાગના બેટ દ્વારકા જતા હોય છે. બેટ દ્વારકાથી નાની હોડીમાં બેસીને ડન્ની પોઈન્ટ કે નજીકના દરિયાઈ વિસ્તારમાં જઈ શકાય છે. આ એરિયામાં અનેક વખત પ્રવાસ કરી ચૂકેલા લોકો કહે છે કે, સ્થાનિક બોટવાળાને ખ્યાલ જ હોય છે કે ડોલ્ફિન જોવી હોય તો દરિયામાં કઈ તરફ જવું પડશે. નાની બોટ ભાડે કરીને પ્રવાસીઓ બેટ દ્વારકાથી ઉપર કચ્છના અખાત તરફ મોટા ભાગે જતા હોય છે.
➡️ કચ્છના અખાત તરફ આશરે 25 કિ.મી. દૂર દરિયામાં ખેપ મારીએ તો ખૂબ સુંદર ઉછળતી – કૂદતી ડોલ્ફિન જોવા મળે.
➡️ ડોલ્ફિન જેવી દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા માટે ખાસ પ્રવાસો ગોઠવનાર ધનજીભાઈ સગપરિયા કહે છે, 'કુદરતી રીતે બેટ દ્વારકાનો દરિયો ડોલ્ફિન જેવી દરિયાઈ જીવ સૃષ્ટિ માટે ખૂબ સાનુકૂળતા ધરાવે છે. બેટ દ્વારકાથી કચ્છના અખાત તરફ આશરે 25 કિ.મી. દૂર દરિયામાં ખેપ મારીએ તો ખૂબ સુંદર ઉછળતી – કૂદતી ડોલ્ફિન જોવા મળે છે. એકસાથે અનેક ડોલ્ફિન જોવાનો આનંદ લઈ શકાય છે. ડન્ની પોઈન્ટ એક સરસ ટાપુ છે. અહીં મરિન કેમ્પ કરવામાં આવે છેે. પરિવાર સાથે અહીં આવનારો વર્ગ મોટો છે. ખાસ કરીને શિયાળામાં નવેમ્બરથી ફ્રેબ્રુઆરી દરમિયાન લીલી અને સેવાળ ન હોય એટલે આ સિઝનમાં વધુ પ્રવાસીઓ અહીં આવે છે. અહીં દરિયો છીછરો હોવાથી ડોલ્ફિન મેટિંગ પિરિયડમાં અહીં આવે છે. ડોલ્ફિન જો દરિયામાં આગળ ઊંડા પાણીમાં બચ્ચા મુકે તો શાર્ક કે વ્હેલ માછલી તેને ખાઈ જાય તેવી ભીતિ હોવાથી ડોલ્ફિન મેટિંગ પિરિયડમાં બેટ દ્વારકા તરફના દરિયામાં આવે છે. મેં અને મારા ગ્રૂપે અનેક વખત ડોલ્ફિનને ખૂબ નજીકથી અહીં જોવાનો આનંદ લીધો છે. ડોલ્ફિનનું બચ્ચું હોય તો એકાદ ફૂટનુંહોય છે અને લાંબી છ ફૂટ સુધીની ડોલ્ફિન ફિશ હોય છે.'
*#Amazing_Jamnagar*

Comments
Post a Comment