નિષ્કલંક મહાદેવ કોળિયાક
ભાવનગર થી 23 કિલોમીટરના અંતરે આવેલ કોળીયાક નજીક, દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતી થી બનાવેલ જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે. ત્રણ મહિનાના અંતિમ દિવસે ભાવનગર થી 23 કિલોમીટર દૂર આવેલ કોળીયાક ખાતે દર વર્ષે ભાદરવી અમાસે બે લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ દરિયાનું પવિત્ર સ્નાન કરીને પુણ્ય કમાય છે. પાંડવો અહીં કૌરવો સામેના મહાભારતના યુદ્ધ પછી પાપમાંથી મુક્તિ મેળવવા માટે આવ્યા હતા. માટે આ સ્થળ નિષ્કલંક તરીકે વિખ્યાત છે.
જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ ની સ્થાપના અંગે ની કથા.
આ શિવલિંગની સ્થાપના અંગે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે, કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો – કૌરવો સહિત અનેક મોતને ભેટતા પાંચ પાંડવોને થયું કે, આપણા માથે કલંક ચડ્યું છે. આથી તેઓ દૂર કરવા માટે ઉપાય પૂછવા દુર્વાસા મુનિ પાસે ગયા, ત્યારે તેમણે ઉપાય જણાવ્યો કે, તમે હાથમાં કાળી ધજા રાખી દરિયાને કાંઠે ચાલતા ચાલતા જાઓ. એ કાંઠે એવી પવિત્ર ધરતી આવશે કે, જ્યાં સ્નાન કરવાથી તમારી ધજા કાળી માંથી ધોળી જશે. ત્યારે માનજો કે તમારામાં પરથી કલંક હટી ગયું. પાંડવોએ દુર્વાસા ઋષિને પૂછ્યું કે, આ જગ્યા અમને ક્યાં મળશે. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે,.બાર વર્ષે એકવાર ધ્રુવ છઠ્ઠ આવે ત્યારે ગંગા-જમના નો પ્રવાહ દરિયામાં ભળે છે, અને તેમાંથી એક મોજું છૂટું પડે છે. તે મોજામાં સ્નાન કરવાથી તમારા માટે કલંક ઊતરી જશે. છતાં તમે સહદેવને પૂછશો તો એ જણાવશે પાંચેય પાંડવો કાળી ધજા લઈ દરિયાકાંઠે ચાલતાં-ચાલતાં અનેક જગ્યાએ ફર્યા રસ્તામાં ગોહિલવાડની ધરતી પર પહોંચ્યા. તેમાં મીઠી વીરડી નામનું ગામ આવ્યું. પાંચેય પાંડવો ત્યાં રોકાયા આ ગામમાં તમે આજે પણ જાવ તો ભીમ ના ઢોલીયા ના પાયા પડેલા જોવા મળશે. હજુ પણ લોકો તેનાં દર્શન માટે જાય છે. પાંડવો ગોહિલવાડમાં આવ્યા હોવાનો આ પુરાવો છે.
12 વર્ષ પછી ફરી ધ્રુવ છઠ્ઠો પવિત્ર દિવસ આવ્યો ત્યારે, સમુદ્ર ઘુઘવાટા કરતો હતો એ દરિયામાં સ્નાન કરી ધજા સામે જોયું તો જ સફેદ થઈ ગઈ હતી. એનાથી પાંડવો પરથી કલંક ઊતરી ગયું. ભોળાનાથે પાંડવોને દર્શન આપ્યા. એમણે ભોળાનાથ ને વિનંતી કરી કે, ભગવાન અમને દર્શન આપ્યા નું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. આથી ભગવાન શિવે પાંચ પાંડવોને કહ્યું કે, તમે રેતીથી શિવલિંગ બનાવો. આ પવિત્ર જગ્યા પરથી તમારું કલંક દૂર થયું હોવાથી તે નિષ્કલંક તરીકે ઓળખાશે. આ જ્યોતિર્લિંગમાં મારો વાસ રહેશે.
નિષ્કલંક મહાદેવ મંદિરનું પૌરાણિક મહત્વ છે. નિષ્કલંક શબ્દનો અપભ્રંશ થવાથી ઘણા નકળંગ મહાદેવ પણ કહે છે. પાંડવોએ શ્રાવણની અમાસે આ શિવલિંગની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. માટે વર્ષો પહેલા આ દિવસે ભાવનગરના રાજવી મંદિર પર જઈને ધ્વજારોહણ કરે છે. ત્યારબાદ જ પ્રજાજનો મહાદેવના દર્શન કરી શકતા આજે પણ રાજવી પરિવાર દ્વારા અહીં ધ્વજારોહણ કરવાની પરંપરા જળવાઈ છે. દરિયામાં ભરતી ના કારણે મોટાભાગે સવારે નવથી બાર વાગ્યા દરમિયાન જ શિવલીંગના દર્શન કરી શકાય છે.
શ્રી નિષ્કલંક મહાદેવ — કોળિયાક બીચ (ભાવનગર)
“સાગર કિનારે દિલ યે પુકારે ” અરે પુકારે શું કામ કે અહીંયા કોઈ નથી એમ શું કામ કહેવાનું વળી અહીં જ તો બિરાજમાન છે કલ્યાણકારી દેવાધિદેવ મહાદેવ !!! ભારતમાં સૌથી વધારે મોટો દરિયાકાંઠો ગુજરાત રાજ્યનો છે ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો !!! એક જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ આ અરબી સમુદ્રને કિનારે જ સ્થિત છે. આમ તો ઘણા શિવ મંદિરો આ અરબી સમુદ્રને કિનારે આવેલાં છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં ગવાયો જ છે, બીજાં પણ એવા ઘણાં મંદિરો છે જેનો ઉલ્લેખ પણ પુરાણોમાં થયેલો જોવાં મળે છે. હમણાં જ એક હિન્દી ફિલ્મ આવી હતી કલંક તો આ કલંકનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે —— નિષ્કલંક. આ શબ્દનું મહાદેવ મંદિર હોય કે શિવલિંગ હોય તો અને એ પણ ગુજરાતમાં અને પાછું સમુદ્રમાં તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવી જ વાત થઈને !!! આ નિષ્કલંક મહાદેવ મંદિર વિષે જાણવું આવશ્યક છે !!!
ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લામાં કોલિયાક બીચ છે. આ બીચથી ૩ કિલોમીટર અંદર એટલે કે સમુદ્રમાં ઓફકોર્સ અરબી સમુદ્રમાં સ્થિત છે. આ અંતર આટલું જ છે એ કંઈ મેં માપ્યું નથી હોં !!! કહ્યું એટલે માની લીધું છે મેં કારણકે સમુદ્રમાં તો કઈ માઈલસ્ટોન હોતાં જ નથી ને વળી પણ એનું પણ એક ચોક્કસ માપ હોય છે એટલે એનું અંતર જરૂર માપી શકાય છે !!! પણ જો રસ્તો હોય તો એ અંતર મપાય પણ ખરું જ ને !!! એ રસ્તો છે માટે જ આ અંતર છે અંતર છે માટે જ એ અંતરતમ છે !!!
આ બીચથી દરિયામાં અંદર ૩ કિલોમીટર અંદર અરબી સમુદ્રમાં સ્થિત છે આ નીશ્કંલ મહાદેવ. અહીંયા રોજ અરબી સમુદ્રની લહેરો શિવલિંગો પર જળાભિષેક કરતી જ રહેતી હોય છે !!! રસ્તો ક્યારેક સમુદ્રમાં જતો રહેતો હોય છે પણ એમાં પાણીમાં થઈને ચાલીને ત્યાં જઈ શકાય છે પણ એ માટે સમુદ્રની ભરતી ઓસરવાની રાહ જોવી પડતી હોય છે !!! ભરતીના સમયે માત્ર આ મંદિરની ધજા અને સ્તંભો જ નજરે પડી શકતાં હોય છે. આને જોઇને કોઈપણ વ્યક્તિ એ અંદાજો લગાવી શકતો કે પાણીની નીચે સમુદ્રમાં મહાદેવનું એક અતિપ્રાચીન મંદિર સ્થિત છે !!!અહિયાં ભગવાન શિવજીના પાંચ સ્વયંભુ શિવલિંગ છે !!!
પાંડવોને લિંગના રૂપમાં ભગવાન શિવે કરાવ્યાં હતાં દર્શન....
આ મંદિરનો ઈતિહાસ મહાભારત કાલ સાથે સંકળાયેલો છે. મહાભારતનાં યુધ્ધમાં પાંડવોએ ગોત્ર ભાઈઓ (કૌરવો)ને મારીને ભયંકર સંહાર કરીને યુદ્ધ જીત્યું હતું પરંતુ યુદ્ધ સમાપ્તિ પશ્ચાત પાંડવો એ જાણીને બહુ જ દુખી થયાં કે એમને પોતાનાં જ સગાં-સંબંધીઓની હત્યાનું પાપ લાગી શકે છે !!!એટલાં જ માટે આ પાપમાંથી છૂટકારો મેળવવાં માટે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને જઈને મળ્યાં. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને એક કાળી ધજા અને એક કાલી ગાય આપી અને એ ગાય જ્યાં જાય તેનું અનુસરણ કરવાનું કહ્યું અને એમને કહ્યું કે જ્યારે ધ્વજ અને ગાયનો રંગ સફેદ થઇ જાય ત્યારે સમજી લેજો કે તમને પાપમાંથી મુક્તિ મળી ગઈ છે !!! અને સાથોસાથ એવું પણ કહ્યું કે જે જગ્યાએ આવું થાય ત્યાં તમે ભગવાન શિવની તપસ્યા પણ કરજો !!!
પાંચે ભાઈઓ એટલે કે પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણનાં કથાનાનુસાર કાલી ધ્વજા હાથમાં લઈને કાલી ગાય જ્યાં જાય તેનું અનુસરણ કરતાં જવાં લાગ્યાં. આજ ક્રમમાં એ બધાં જુદી જુદી જગ્યાઓએ ગયાં પણ ગાયે કે ધ્વજાએ એમનો રંગ ના બદલ્યો પણ જ્યારે તેઓ વર્તમાન ગુજરાતમાં સ્થિત કોલિયાક બીચ પર પહોંચ્યા તો ધ્વજા અને ગાયનો રંગ સફેદ થઇ ગયો !!! આથી પાંચેય પાંડવો બહુ ખુશ થયાં અને ત્યાં જ એ લોકોએ ભગવાન શિવજી તપસ્યા કરવાનો શુભારંભ કરી દીધો. ભગવાન ભોલેનાથ એમની તપસ્યાથી બહુ જ ખુશ થયાં અને પંચે પાંડવોને લિંગસ્વરૂપે અલગ -અલગ દર્શન આપ્યાં. એ પાંચેય શિવલિંગ આજે પણ ત્યાં સ્થિત છે. પાંચે શિવલીંગની બરોબર સામે નંદીની પ્રતિમા પણ છે. પાંચે શિવલિંગ વર્ગાકારે એક ચબુતરા પર સ્થિત છે અને એ કોલિયાક સમુદ્રથી ૩ કિલોમીટર અંદર અરબ સાગરમાં સ્થિત છે !!! આ ચબુતરા પાસે એક નાનકડું પાણીનું તળાવ પણ છે જેણે પાંડવ તળાવ કહેવામાં આવે છે. ભક્તજનો પહેલાં એમાં હાથ-પગ ધુએ છે અને પછી શિવલિંગોની પૂજા અર્ચના કરે છે !!!
ભાદરવા મહિનાની અમાસે અહીં ભરાય છે ભાદ્રવી મેળો.
આજ જગ્યાએ પાંડવોને પોતાના ભાઈઓની હત્યાના કલંકમાંથી મુક્તિ મળી હતી એટલાં માટે એને નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાસે અહીં જે મોટો મેળો ભરાય છે એને ભાદ્રવી મેળો કહેવામાં આવે છે !!! પ્રત્યેક અમાસે આ મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ રહેતી હોય છે. જોકે પૂર્ણિમા અને અમાસે દરિયામાં ભરતી આવતી જ રહેતી હોય છે !!! તેમ છતાં શ્રદ્ધાળુઓ એની ઉતરવાની એટલે કે ઓટ આવવાની રાહ જોતાં જ હોય છે અને પછી ભગવાન શિવજીનાં દર્શન કરે છે !!!
લોકોની એવી માન્યતા છે કે કોઈ સગાંની ચિતાની રાખ જો શિવલિંગ પર લગાડીને જળમાં પ્રવાહિત કરી દેવામાં આવે તો એને મોક્ષ મળે છે !!!મંદિરમાં રાખ,દૂધ, દહીં અને નારીયેળ ચઢાવવામાં આવે છે!!!
વાર્ષિક પ્રમુખ મેળો “ભાદ્રવી” ભાવનગરના મહારાજાનાં વંશજો દ્વારા મંદિરની પતાકા ફહેરાવવાથી શરુ થાય છે અને પછી આ જ પતાકા મંદિરમાં એક વર્ષ સુધી લહેરાતી જોવાં મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ એક વર્ષ દરમિયાન મંદિરમાં માત્ર એક અને એક જ આ ધજાને કોઈ પણ જાતનું નુકશાન નથી પહોંચતું !!! અરે એટલે સુધી કે ઇસવીસન ૨૦૦૧માં આવેલાં વિનાશકારી ભૂકંપમાં પણ આ ધજાને કશું જ નહોતું થયું !!!
હવે એક વાત કહેવી જરૂરી છે કે આ મંદિર કુદરતનો કરિશ્મા છે એ વાત સાચી પણ પુરાણોમાં કે મહાભારતમાં આ જ મંદિર છે એ વાત તો સાબિત નથી જ થતીને કારણકે યુદ્ધ પછી તો પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું હતું અને આ વાત તો પંચકેદાર હિમાલયની છે જ્યાંથી તેમને સ્વર્ગારોહણ કર્યું હતું અને અર્જુને જ આ હેતુસર તુંગનાથ મંદિર બનાવ્યું હતું. હિમાલયની વાત કે એનો ઉલ્લેખ જ સાચો મનાય આ જગ્યાએ જો પાંડવોએ મંદિર બંધાવ્યું હોય તો એ એ યુદ્ધ પશ્ચાત નહીં પણ એ પહેલાં બંધાવ્યું હોય કારણકે અર્જુને ૧૨ વર્ષનો વનવાસ સોમનાથમાં કર્યો હતો અને ત્યાંથી એને સુભદ્રાનું હરણ કર્યું હતું !!! મહાભારતમાં ગુજરાતની ઘણી જગ્યાઓનો ઉલ્લેખ છે ખરો અને પુરાણોમાં પણ પણ ક્યાંક ક્યાંક કચાશ જરૂર રહી ગઈ છે એમ જરૂરથી કહી શકાય છે !!!
પણ તમે જો કુદરતને માનતાં હોવ અને કુદરતનાં કરિશ્માને સ્વીકારતાં હોવ અને કુદરતનો અદભૂત નજારો નજરે નિહાળવા માંગતા હોવ તો આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરી આવજો !!!
ઓમ નમઃ શિવાય
હર હર મહાદેવ
Comments
Post a Comment