ગોપ ડુંગર - મોટી ગોપ

જામજોધુપર નજીક આવેલ ગોપ ડુંગર ઉપર બિરાજમાન ગોપનાથ મહાદેવનું મંદિર

આ મંદિર પર લાલપુરથી ભાણવડ જતા ત્રણ પાટીયા રસ્તાથી ગોપના ડુંગર પર ૬ (છ) કિલોમીટર જેટલા સડક માર્ગ દ્વારા જઈ શકાય છે.  અહીં તળેટીથી ડુંગર ઉપર આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા જતાં શ્રધ્ધાળુઓ ગોપ મંદિરના મહંત દ્વારા કોઈ સરકારી મદદ વગર દાતાઓ અને સેવાભાવીઓના સહયોગથી ડુંગર ફરતે લાખો રૂપિયા ખર્ચીને બનાવેલા રસ્તાથી છેક મંદિર સુધી તથા પગથિયા મારફતે ચાલીને મહાદેવના સાનિધ્યમાં પહોંચી શકે છે.. જે એક અનોખો લ્હાવો છે.


પાંચ હજાર વર્ષ પહેલા શ્રીકૃષ્ણે ગોપ લોકો સાથે ગોપનાથ મહાદેવની સ્થાપના કરેલી. નજીકમાં જ પ્રાચિન સુર્યરન્નાદે મંદિર આવેલું છે


જામજોધપુર તાલુકાના ગોપ ગામે ગોપના ડુંગર ઉપર શ્રીગોપનાથ મહાદેવનું ઐતિહાસિક અને પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તે ગોપનાથ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. (હા આ ડુંગર પાસે એક પથ્થર ની શીલા છે.. જેને કાન કાંકરી નામ આપવામાં આવ્યું છે.. જે શીલા દિન પ્રતિદિન મોટી થતી જાય છે.. જે સ્થાનિકો પાસેથી જાણવા મળેલ છે.)

ઇતિહાસ પ્રમાણે ગોપનાથની બાજુમાં ઝીણાવારી ગામ છે ત્યાં એક રાક્ષશે 16 હજાર ગોપ કન્યાઓને પુરીને રાખેલી અને તેનું શોષણ કરતો હતો આ વાતની જાણ શ્રીકૃષ્ણને થતા તેમણે અહી આવીને ગોપ કન્યાઓને મુકત કરાવી રાક્ષસનો વધ કર્યો હતો. આજે પણ ઝીણાવારી ગામે શ્રીકૃષ્ણના પગલા તથા ગોપ કન્યાઓને જયાં પુરી રાખેલી તે ગુંફાઆે આવેલી છે તથા અહી અત્યંત પ્રાચીન સૂર્ય રન્નાદે મંદિર પણ આવેલું છે.

ગોપનાથ મંદિરના મહંત દ્વારા કોઇપણ જાતની સરકારી સહાય વગર ડુંગર ઉપર સુધી ચડી શકાય તેવા રસ્તાનું નિર્માણ કાર્ય ચાલુ છે જેથી પોણા ભાગની ઉંચાઇ સુધી તેા હાલ મોટરકાર પણ ચડી જાય છે જેથી વૃધ્ધ અને અશકત ભાવિકો દર્શન કરી શકે. ગોપ કન્યાઓને મુકત કરીને ગોપ લોકોની યાદમાં ગોપનાથ ડુંગર પર ભગવાન શ્રીકૃષ્ણએ ભવ્ય શિવલીંગની સ્થાપના કરી તે ગોપનાથ મહાદેવ જે અત્યંત ભવ્ય અને પાંચ હજાર વર્ષ જુના શિવલીંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં ભાવિકો ઉમટે છે.













Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )