Posts

Showing posts from September, 2025

ઉજ્જૈન Ujjain

મિત્રો મારી ઉજ્જૈન ની યાત્રા માટે આપ સૌ એ આપેલ અગત્ય ની માહિતી અને માર્ગદર્શન ખુબ જ ઉપયોગી રહ્યું. અમો તા. ૨૩/૯/૨૪ થી ૨૭/૯/૨૪ દરમ્યાન ઉજ્જૈન ઓમકારેશ્વર નિ યાત્રા કરી આવ્યા છીએ. અમો ને રહેવા માટે ખુબ જ સરસ જગ્યા શ્રી પંડિત સૂર્યનારાયણ અતિથિ ગૃહ કે જે મહાકાલ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેમાં ૪ બેડ નો રૂમ કે જે એકદમ સુંદર અને નવો જ રીનોવેટેડ હતો તે મળી જવાથી અમે ને ત્યાં રહેવાનો ખુબ જ આનંદ આવ્યો. આ સંસ્થા  હરિસિધ્ધી ટેમ્પલ ને અડી ને જ છે. આ સંસ્થા માં ચા પાણી નાસ્તા જમવાની હાલ માં કોઈ વ્યવસ્થા નથી પણ રીનોવેસન ચાલુ હોઈ નજીક ભવિષ્ય માં તે વ્યવસ્થા પણ ચાલુ થઈ જશે, પણ સંસ્થા ના દરવાજા બહાર નીકળો કે તરત જ ચા પાણી નાસ્તા ની લારી ઓ અને જમવાની હોટલો છે. Shri Mahakaleshwar Bhakta Niwas ujjain Contact no 9126931922 આ સંસ્થા મા ઓનલાઇન કે ફોન દ્વારા રૂમ બુકિંગ કરવામાં નથી આવતું. વહેલા તે પહેલા ના ઘોરણે ખાલી હોય તેમ આપે છે. મિત્રો ઉજ્જૈન જવાનું થાય તો રહેવા માં આ સંસ્થા નો જરૂર સંપર્ક કરશો.વધુ માહિતી માટે ગૂગલ મેપ સર્ચ કરશો.જય મહાકાલ. સોરી નીચે ફોટો બીજી સંસ્થા નો પેસ્ટ થઈ ગયેલ છે જે ડિલીટ થતો...

ડાકોર Dakor

 ડાકોરમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસમાં AC Room નું ભાડું ૯૦૦ ૱ છે. Non AC રૂમની પણ સુવિધા છે.  સરનામું - શ્રીરણછોડરાયજી અતિથિ ગૃહ, કંકુ દરવાજા પાસે, ગૌશાળા તથા ભોજનાલયની સામે, ડાકોર. જમવા માટે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ગેસ્ટ હાઉસની નીચે બંને ટાઇમ ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા છે. અતિથીગૃહ સંપર્ક નંબર ૯૦૩૩૮૦૫૪૮૦ 9033805480 મારા પર્સનલ મંતવ્ય મુજબ.... (જવું ન જવું આપની અનુકૂળતા) 1 ચોટીલા ચામુંડા માતા  2 લાલજી મહારાજ મંદિર સાયલા  3 લકુલીશ મંદિર જાખણ (લીંબડી થી 6 km) 4 અરણેજ બુટ ભવાની મંદિર  5 કોઠ ગણપતિ મંદિર  6 બોચાસણ BAPS મંદિર  7 બોરસદ સૂર્ય મંદિર  8 વડોદરા ( સયાજી બાગ ઝૂ, લક્ષ્મી વિલાસ પેલેસ, આજવા - નિમેટા ગાર્ડન, આતાપી વનડર્લેન્ડ, કમાટી બાગ .... વગેરે)  9 લકુલીશ મંદિર કાયાવરોહણ  10 કુબેર ભંડારી ચાણોદ  11 ગરુડેશ્વર  12 સ્ટેચ્યુ ઑફ યુનિટી  13 પાવાગઢ  14 ડાકોર રણછોડરાય મંદિર  15 સંતરામ મંદિર નડિયાદ  16 રાજકોટ