ઉજ્જૈન Ujjain

મિત્રો મારી ઉજ્જૈન ની યાત્રા માટે આપ સૌ એ આપેલ અગત્ય ની માહિતી અને માર્ગદર્શન ખુબ જ ઉપયોગી રહ્યું. અમો તા. ૨૩/૯/૨૪ થી ૨૭/૯/૨૪ દરમ્યાન ઉજ્જૈન ઓમકારેશ્વર નિ યાત્રા કરી આવ્યા છીએ. અમો ને રહેવા માટે ખુબ જ સરસ જગ્યા શ્રી પંડિત સૂર્યનારાયણ અતિથિ ગૃહ કે જે મહાકાલ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેમાં ૪ બેડ નો રૂમ કે જે એકદમ સુંદર અને નવો જ રીનોવેટેડ હતો તે મળી જવાથી અમે ને ત્યાં રહેવાનો ખુબ જ આનંદ આવ્યો. આ સંસ્થા  હરિસિધ્ધી ટેમ્પલ ને અડી ને જ છે. આ સંસ્થા માં ચા પાણી નાસ્તા જમવાની હાલ માં કોઈ વ્યવસ્થા નથી પણ રીનોવેસન ચાલુ હોઈ નજીક ભવિષ્ય માં તે વ્યવસ્થા પણ ચાલુ થઈ જશે, પણ સંસ્થા ના દરવાજા બહાર નીકળો કે તરત જ ચા પાણી નાસ્તા ની લારી ઓ અને જમવાની હોટલો છે.

Shri Mahakaleshwar Bhakta Niwas

ujjain Contact no 9126931922


આ સંસ્થા મા ઓનલાઇન કે ફોન દ્વારા રૂમ બુકિંગ કરવામાં નથી આવતું. વહેલા તે પહેલા ના ઘોરણે ખાલી હોય તેમ આપે છે. મિત્રો ઉજ્જૈન જવાનું થાય તો રહેવા માં આ સંસ્થા નો જરૂર સંપર્ક કરશો.વધુ માહિતી માટે ગૂગલ મેપ સર્ચ કરશો.જય મહાકાલ. સોરી નીચે ફોટો બીજી સંસ્થા નો પેસ્ટ થઈ ગયેલ છે જે ડિલીટ થતો નથી. આ સંસ્થા નો વિડિઓ મોકલવાના પ્રયત્ન કરું છું.


મહાકાલેશ્વર મંદિરની સામેની ગલી....300 મીટર...

દુગગડ ધર્મશાળા....ધર્મશાળા ની બહાર જ જમવા માટેની ઘણી મીડિયમ રેંજની હોટેલો....ત્યાં મહાકાલેશ્વર અને હરસિદ્ધ ભવાની માતાનું મંદિર બિલકુલ નજીક...


ગુજરાતી સમાજ ધર્મશાળા ઉજ્જૈન

તિલકમાર્ગ, પુરાની સડક, માલીપુરા.

મહાકાલેશ્વર મંદિર થી વોકેબલ ડિસ્ટન્સ પર. 

ધર્મશાળા નંબર 07342550683

 હોલમાં બપોરે અને સાંજે ૯૦ ૱ માં ગુજરાતી થાળી પણ મળી જશે.


ઉજ્જૈન થી બસ ઓમકારેશ્વર 

હરસિદ્ધિ મંદિર પાસેથી મળે છે.


દર્શનીય સ્થળો :- 

ઉજ્જૈન મહાકાલ મંદિર 

હરસિદ્ધિ માતા મંદિર 

નવગ્રહ મંદિર 

મંગલનાથ મંદિર (મંગળ ગ્રહ નું જન્મ સ્થાન)

ચાર ધામ મંદિર 

વિક્રમાદિત્ય શનિ મંદિર 

સિદ્વવટ 

ભર્તૃહરિ ગુફા 

ગઢ કાલિકા મંદિર 

કાલ ભૈરવ મંદિર 

સાંદિપની આશ્રમ 

ગોપાલ મંદિર 

બડા ગણેશ મંદિર 

ચિંતામણિ ગણેશ મંદિર 7 કિમી

ખજરાના ગણપતિ મંદિર 

જંતર મંતર વેધ શાળા 

ઓમકારેશ્વર જયોર્તિલિંગ 

મમલેશ્વર જ્યોતિર્લિંગ 

મહેશ્વર (અહલ્યાબાઈ હોલકર)


ઉજ્જૈન થી દેવાસ ટેકરી પણ છે 40 કkm tya મા ચામુંડા ને મા તુળજા પહાડ પર બિરાજે છે ત્યાં ઉપર જવા માટે પગથિયાં પણ છે ને રોપ વે પણ છે.


ઉજ્જૈન પાસે આંબેડકર રેલવે સ્ટેશન થી પાતાલ પાની રેલ્વે સ્ટેશન સુધી હેરિટેજ ટ્રેન ચાલે છે જે ખુબ સરસ છે.. ત્યાં પાતાલ પાણી વોટર ફોલ્સ છે..

રહેવા માટે ખુબ હોટલો, ધર્મશાળા છે જ્યાં પણ જાવ ત્યાં બરાબર સમજી વિચારીને રહેજો લગભગ બધા ધાર્મિક સ્થળો એ લુંટફાટ જ ચાલે છે , 

સ્ટેશન થી મહાકાલ મંદિર માત્ર ૨ કીલોમીટર જ છે ,

ઓટો રિક્ષા વાળા 20 રૂપિયા શટલ રિક્ષા માં લે છે એક રીક્ષા માં ઓછામાં ઓછાં 4 વ્યક્તિ બેસાડે છે 

2 કીલોમીટર ના 80 રૂપિયા મલતા હો તો પણ આપણી ઉપર આપણને રિક્ષા માં બેસાડી એહસાન કરતા હોય તેવુ વર્તન કરે છે.


અગ્રવાલ હોમ સ્ટે (પંકજ અગ્રવાલ) ફોન નંબર 074151 60134 (ઉજ્જૈન માર્કેટમાં વાસણની દુકાનની ઉપર બે માળ બાંધીને હોમ સ્ટે બનાવેલું છે) જો મહાકાલ ભક્ત નિવાસમાં રૂમનું બુકિંગ ન થાય તો અહીંયા બુક કરાવી શકો છો. ડબલ બેડ અને ફોર બેડ AC રૂમ છે. (લિફ્ટ ની સુવિધા નથી)



મહાકાલની નગરી ઉજ્જૈન


ઉજ્જૈન વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ. પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામોથી ઓળખાતું હતું.

 

ઉજ્જૈન તેના મંદિરોના સિવાય પણ સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસના કારણે પ્રખ્યાત છે. વિશ્વ પ્રસિધ્ધ નાટ્યકાર કાલિદાસે તેઓના જીવનના 50 વર્ષ અહીંયા જ વિતાવ્યાં હતાં.


ઉજ્જૈન (ujjain) માં પવિત્ર નદી ક્ષિપ્રા પણ વહે છે. ક્ષિપ્રાનો અર્થ થાય છે ધીમો વેગ. આ નદીના કિનારે બાર વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

 

જોવા જઈએ તો મ.પ્ર. ભારતનું હ્રદય સ્થળ છે અને મ.પ્ર.ની વચ્ચે આવેલું છે ઉજ્જૈન. અવંતિપુરી એટલે કે ઉજ્જૈનનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. ઇ.સ. પૂર્વે પાંચમી છઠ્ઠી સદીમાં સોળ જનપદો અને રાષ્ટ્રોમાંથી એક અવંતિ જનપદનો ઉલ્લેખ હતો. કાળગણનાનાં ક્ષેત્રમાં ઉજ્જૈન નગરનું યોગદાન અવિસ્મરણીય છે. સ્ટાન્ડર્ડ ટાઇમ માટે આજે જે મહત્તા ગ્રીનવીચ કરી છે તે ક્યારેક ઉજ્જૈનની હતી.


 

ધર્મ અને કર્મના આ નગરના પ્રમુખ આકર્ષણ:

 

મહાકાલ મંદિર  : શિવજીના બાર જ્યોતિર્લીંગોમાંનુ એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.


મહાકાલનું શિવલિગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે. તંત્રની નજરે આને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, વર્તમાન મંદિર મરાઠાકાલિન માનવામાં આવે છે. આનો જીર્ણોધ્ધાર આજથી લગભગ 250 વર્ષ પહેલા સિંધીયા રાજઘરાનાનાં દિવાન બાબા રામચંદ્ર શેનવીએ કરાવ્યો હતો. મહાકાલ શિવલીંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે.


 

ભસ્મ આરતીના સમયે શિવજીને ગાયના છાણથી બનેલ રાખથી સજાવવામાં આવે છે. પહેલા અહીયાં મડદાની ભસ્મથી આરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ અહીયાં ગાયના છાણની ભસ્મનો ઉપયોગ થવા લાગ્યો. અહીંયાં સોમવારે અને શ્રાવણ મહિનામાં લાખો શ્રધ્ધાળુઓ આવે છે. શ્રાવણમાં અહીંયા ખાસ કરીને શ્રાવણ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં પંડિત જસરાજ મહારાજથી લઈને પંડિત બીરજૂ મહારાજ જેવા ખ્યાતિમાન કલાકારો ભાગ લે છે.

 

કાલભૈરવ મંદિર: આશ્ચર્ય અને આસ્થાનું અદભૂત મિશ્રણ છે કાલભૈરવ મંદિર. અહીંયા ભૈરવબાબાની મૂર્તિ દારૂ પીવે છે. આને લઈને ઘણી તપાસ કરવામાં આવી છે પરંતુ કોઇ પણ રીતે એ જાણવા નથી મળ્યુ કે આખરે દારૂ ક્યાં જાય છે. વામમાર્ગી તાંત્રીકોનું આ પ્રમુખ મંદિર માનવામાં આવે છે. અહીંયા ઘણા પ્રકારની તંત્ર ક્રિયાઓ પણ કરવામાં આવે છે. ઉજ્જૈન આવનાર દરેક મહાકાલ બાદ તુરંત જ આ મંદિરે જાય છે.

 

મંગલનાથ મંદિર: સ્કંધ પુરાણના અવંતિકા ખંડમાં આ મંદિરના જન્મથી જોડાયેલ કથા છે. કથા અનુસાર અંધાકાસુર નામના રાક્ષસે શિવ પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે તેના લોહીના દરેક ટીપાંથી એક નવો રાક્ષસ જન્મ લેશે. આ રાક્ષસોના અત્યારથી ત્રાસેલા લોકોએ ભગવાન શિવની આરાધના કરી. ત્યારે શિવજી અને અંધાકાસુર વચ્ચે યુધ્ધ થયું .

 

તાકાતવર દૈત્ય સામે લડતાં લડતાં શિવજીના પરસેવાના ટીપાં જમીન પર પડ્યાં જેથી ધરતી બે ભાગોમાં ફાટી ગઈ અને મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ. શિવજીના ઘાને કારણે આ રાક્ષસનું બધું લોહી આ ગ્રહમાં સમાઇ ગયું જેથી મંગળ ગ્રહની ધરતી લાલ થઈ ગઈ. રાક્ષસનો અંત થયો અને શિવજીએ આ ગ્રહને પૃથ્વીથી અલગ કરીને બ્રહ્માંડમાં ફેકી દીધો. આ દંતકથા અનુસાર જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે તેઓ અહીંયાં પૂજા અર્ચના કરાવવા માટે આવે છે.

 

હરસિદ્ધી મંદિર: મહાકાલ વનમાં આવેલ હરસિધ્ધ માતાની ગણના 51 શક્તિપીઠોમાં કરવામાં આવે છે. અહીંયાદેવી સતીનાં જમણા હાથની કોણીનો ભાગ પડ્યો હતો. અહીં કાલીદાસની આરાધ્ય દેવી પણ આવેલ છે. મહાકાલી મંદિર ઉજ્જૈનનાં ગઢ વિસ્તારમાં આવેલ છે.

 

 

ભૂખીમાતા મંદિર: આ મંદિરમાં રાજા વિક્રમાદિત્યના રાજા બનવાની કથા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે ભૂખી માતાને રોજ એક જવાન યુવાનની બલી ચડાવવામાં આવતી હતી. પહેલા તેને ઉજ્જૈનનો રાજા ઘોષીત કરવામાં આવતો હતો ત્યાર બાદ ભૂખી મતા તેને ખાઇ જતી હતી. એક વાર એક દુખી માનો વિલાપ જોઇને વિક્રમાદિત્યએ વચન આપ્યુ કે તેના દિકરાની જગ્યાએ તે નગરનો રાજા અને ભૂખી માતાનો ભોગ બનશે.

 

રાજા બનતા જ વિક્રમાદિત્યએ આખા શહેરને સુગંધીત ભોજનથી શણગારવાનો આદેશ આપ્યો. દરેક જ્ગ્યાએ છપ્પન ભોગ સજાવી દેવામાં આવ્યાં. ભૂખી માતાની ભૂખ વિક્રમાદિત્યને પોતાનો આહાર બનાવતા પહેલા જ ખત્મ થઈ ગઈ અને તેઓએ વિક્રમાદિત્યને પ્રજાપાલક ચક્રવર્તી સમ્રાટ થવાના આશીર્વાદ આપી દીધા. ત્યારે વિક્રમાદિત્યએ તેમના સન્માનમાં આ મંદિરની સ્થાપના કરી.

 

કાલીદેહ મહેલ: આ મહેલનું નિર્માણ સિંધિયા ઘરાનાએ કરાવ્યું હતું. દંતકથા છે કે ઉજ્જૈનનો ફક્ત એક જ મહારાજા હતો અને તે હતો મહાકાલ. આ સિવાય બીજા કોઇ પણને ઉજ્જૈનમાં રાત ગાળવાની અનુમતી નહોતી. જો તે ઉજ્જૈનમાં રાત ગાળી લે તો જલ્દી તેનું રાજપાઠ નષ્ટ થઈ જાય. આ દંતકથાને લીધે સીંધીયા રાજાઓએ પોતાના રહેવા માટે આ મહેલને બનાવડાવ્યો હતો.

 

સાંદિપની આશ્રમ: ઉજ્જૈન ફક્ત ધાર્મિક રાજધાની નથી પરંતુ પ્રાચીન કાળમાં શૈક્ષણીક રાજધાની પણ માનવામાં આવતી હતી. દ્વાપર યુગમાં અહીયાં સાંદીપની નામે પ્રમુખ ગુરૂકુળ હતું. અને આ તે જ ગુરૂકુળ છે જ્યાં શ્રીકૃષ્ણ અને સુદામાએ વિદ્યા મેળવી હતી.

 

અન્ય આકર્ષણ: આ સિવાય અહીયાં વેદશાળા, ભતૃહરીની ગુફા, ચિંતામણી ગણેશ મંદિર, નવગ્રહ મંદિર, રામઘાટ, ગોપાલ મંદિર. ચરધામ મંદિર, ગઢકાલિકા મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર વગેરે જોવાલાયક છે.


Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

પોરબંદર વિશે જાણો....