ડાકોર Dakor પાવાગઢ Pavagadh, પોઇચા Poicha
ડાકોરમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસમાં AC Room નું ભાડું ૯૦૦ ૱ છે. Non AC રૂમની પણ સુવિધા છે.
સરનામું - શ્રીરણછોડરાયજી અતિથિ ગૃહ, કંકુ દરવાજા પાસે, ગૌશાળા તથા ભોજનાલયની સામે, ડાકોર.
જમવા માટે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ગેસ્ટ હાઉસની નીચે બંને ટાઇમ ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા છે.
અતિથીગૃહ સંપર્ક નંબર
૯૦૩૩૮૦૫૪૮૦
9033805480
મારા પર્સનલ મંતવ્ય મુજબ.... (જવું ન જવું આપની અનુકૂળતા)
1 ચોટીલા ચામુંડા માતા
2 લાલજી મહારાજ મંદિર સાયલા
3 લકુલીશ મંદિર જાખણ (લીંબડી થી 6 km)
4 અરણેજ બુટ ભવાની મંદિર
5 કોઠ ગણપતિ મંદિર
6 બોચાસણ BAPS મંદિર
7 બોરસદ સૂર્ય મંદિર
8 વડોદરા ( સયાજી બાગ ઝૂ, લક્ષ્મી વિલાસ પેલેસ, આજવા - નિમેટા ગાર્ડન, આતાપી વનડર્લેન્ડ, કમાટી બાગ .... વગેરે)
9 લકુલીશ મંદિર કાયાવરોહણ
10 કુબેર ભંડારી ચાણોદ
11 ગરુડેશ્વર
12 સ્ટેચ્યુ ઑફ યુનિટી
13 પાવાગઢ
14 ડાકોર રણછોડરાય મંદિર
15 સંતરામ મંદિર નડિયાદ
16 રાજકોટ
ફરવા જવાની સાથે જો સંતોની પુણ્ય ભૂમિમાં જાવું હોય તો અને જો પોતાનું વાહન હોય તો...
૧) મોટી કોરલ..પૂ.પુનિત મહારાજજી
૨) નારેશ્વર..પૂ.રંગ અવધૂતજી
૩) માલસર...પૂ. ડોંગરેજી મહારાજ(રહેવા.. નિરમા આશ્રમ, કચ્છી આશ્રમ,કનકેશ્વરી દેવી આશ્રમ,પંચમુખી આશ્રમ)
૪) કરનાળી..ચાણોદ..પૂ. શ્રી શ્રી માઁ આનંદમયી માઁ આશ્રમ..
(ગુજરતમાં આવા મહાન સંતનો આશ્રમ છે...ને ખુબ ઓછા નસીબદાર હશે જેણે આ ભૂમિનાં દર્શને ગયા હોય...ખબર પણ નહી હોય)પોઈચાથી તો સામે જ છે...પણ જાય કોણ????
૫) પોઇચા પહેલાં નર્મદાજીના પુલ પાસે મહામૃત્યુંજય આશ્રમ છે...રહેવા માટે પણ ખુબ સરસ છે
.......બાકી તો જો પોતાનું વાહન હોય તો ભરૂચથી શરૂ કરી નર્મદાજીનાં કાંઠે કાંઠે શુલ્પાણેશ્વર સુધી ખુબ સરસ દર્શનિય સ્થળો છે...👍
.....આપની યાત્રા શુભ રહે🙏
Comments
Post a Comment