અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )
આપ ગુજરાત ના રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૮ ઉપર થી પસાર થાવ એટલે અંકલેશ્વર ની એક વાલિયા ચોકડી, યા રાજપીપલા ચોકડી થી વળાંક લેવો ... અંકલેશ્વર થી દેડીયાપાડા , દેડીયાપાડા થી કોકટી , કોકટી થી ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ ખુબજ રમણીય , ખુબજ આહલાદક, ખુબજ સરસ વાતાવરણ , નીરવ સાંતી નાના મોટા પાણી ના ધોધ કુદરતી ઝરણાં લીલા કોતરો નાના મોટા લીલા છમ ડુંગરા ધોધ ના પાણી નો ઘૂઘવાતો અવાઝ ભોળી આદિ વાસી પ્રજા નાના નાના કાચા મકાનો કાચી સડકો ના લાઈટ , ના મોબાઇલ નેટવર્ક , ના કોઈ મોટર ના અવાઝ , ના કોઈ દવા ખાનું , ના કોઈ મેડિકલ સરકારી સ્કુલ પણ મુશ્કિલ થી એક બે જોવા મળી તે પણ બે ચાર કક્ષ સુધીની. લાલ માટી ના પહાડો , અને કાચા નાળિયા વાળા મકાનો , તે છતાં ત્યાં ની પ્રજા અત્યંત ખુશી અને કોઈ પણ જાત ના અત્યાધુનિક સાધનો વગર જીવી રહી છે ... તે લોકો ના પહેરવેશ ઉપર ગરમ ધૂંસો તો હોયજ .. અને ઘર ના આંગણા માં નાની નાની દુકાન ... ત્યાં ના લોકો એક ચાર પૈડા વાળું સાધન જોય ને પણ ખુશ ખુશ થઇ જાય , રસ્તો પૂછો તો કુતુહલ ના સાથે બતાવે .. કદાચ એમને નવાઈ લગતી હશે કે વળી આ લોકો અહીંયા સુ જોવા આવતા હશે ?? કોકટી...