અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )

આપ ગુજરાત ના રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૮ ઉપર થી પસાર થાવ એટલે અંકલેશ્વર ની એક વાલિયા ચોકડી, યા રાજપીપલા ચોકડી થી વળાંક લેવો ... અંકલેશ્વર થી દેડીયાપાડા , દેડીયાપાડા થી કોકટી , કોકટી થી ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ ખુબજ રમણીય , ખુબજ આહલાદક, ખુબજ સરસ વાતાવરણ , નીરવ સાંતી

નાના મોટા પાણી ના ધોધ
કુદરતી ઝરણાં
લીલા કોતરો
નાના મોટા લીલા છમ ડુંગરા
ધોધ ના પાણી નો ઘૂઘવાતો અવાઝ
ભોળી આદિ વાસી પ્રજા
નાના નાના કાચા મકાનો
કાચી સડકો

ના લાઈટ , ના મોબાઇલ નેટવર્ક , ના કોઈ મોટર ના અવાઝ , ના કોઈ દવા ખાનું , ના કોઈ મેડિકલ
સરકારી સ્કુલ પણ મુશ્કિલ થી એક બે જોવા મળી તે પણ બે ચાર કક્ષ સુધીની.

લાલ માટી ના પહાડો , અને કાચા નાળિયા વાળા મકાનો , તે છતાં ત્યાં ની પ્રજા અત્યંત ખુશી અને કોઈ પણ જાત ના અત્યાધુનિક સાધનો વગર જીવી રહી છે ...
તે લોકો ના પહેરવેશ ઉપર ગરમ ધૂંસો તો હોયજ ..
અને ઘર ના આંગણા માં નાની નાની દુકાન ...
ત્યાં ના લોકો એક ચાર પૈડા વાળું સાધન જોય ને પણ ખુશ ખુશ થઇ જાય , રસ્તો પૂછો તો કુતુહલ ના સાથે બતાવે .. કદાચ એમને નવાઈ લગતી હશે કે વળી આ લોકો અહીંયા સુ જોવા આવતા હશે ??

કોકટી ની આસ પાસ પહાડી વિસ્તાર માં સાધન ન્યુટ્રલ માં પણ ચાલે અને નાના મોટા ઢાળ પણ ચળે ...

ટ્રાફિક તો નામે નહિ ... રસ્તા પણ સાંકડા અને કાચા , આવી જગ્યા ઉપર સરકાર ની જરા પણ નજર નથી કે તે લોકો ની તકલીફ સુ છે ??
ગામ દહેલ
તા.અક્કલ કુવા
જી.નંદુરબાર
( મહારાષ્ટ્ર)


અંકલેશ્વર થી ટોટલ ૧૩૫ કિલો મીટર થાય ....














તસ્વીર માં મુકેલ તમામ છબીઓ ડેડિયાપાડા થી થોડાજ અંતરે દુર આવેલા દહેલ ગામ ના વિસ્તાર ની છે
મૈં આબુ, માથેરાન, લોનાવાળા ,મહાબળેશ્વર જોયા છે અને ખાસ કરી ને ગુજરાતીઓ ની ભીડ વધારે જોય છે ..

પણ આજે ડેડિયાપાડા અને આ દહેલ માં નીરવ સાંતી જોય કોઈ ભીડ નહિ .. કોઈ હોટેલ નહિ , કોઈ ટ્રાફિક નહિ , રસ્તા પણ સુમસાંન,

આ જગ્યાહ એટલી ખુબસુરત હતી કે આબુ , લોનાવાલા, જેવા હિલ સ્ટેસનો આ જગ્યાહ ના મૂકાબલા માં આવી સકે નહી ..

હું મારુ ખાનગી મંતવ્ય જણાવી રહ્યો છું ..

સરકારે કરેલ કામ ગિરી તો બિલકુલ દેખાતી નથી..
રસ્તા તો બિલકુલ ઠેકાણા વગર ના છે ..

ત્યાં ની પ્રજા ભોળી છે , તે લોકો ને સલામ છે કે તેમણે મળેલ કુદરતી ભેટ ને સાચવી રાખેલ છે ..

આપણે તે લોકો પાસે થોડુંક શીખવું જોઈએ...

પ્રવાસ પાછળ હજારો અને લખો ખર્ચ કરતી ગુજરાતી પર્યટકો જો આ સ્થળ ની મુલાકાતો લે ( ખાસ કરી પ્રકૃતિ પ્રેમી ) તો કદાચ આ જગ્યા વધુ શોભી ઉઠશે .. અને અહીં ની આદિવાસી પ્રજા ને પણ એનો ફાયદો પોહચસે ... પ્રસાસન પણ જાગશે અને લાઈટ પાણી નો બંદોબસ્ત થશે , બીમાર ને જલ્દી સેવા મળશે, શિક્ષણ પ્રાપ્ત થશે

કેહવા નું માત્ર આટલું કે દુનિયા ફરો પણ પોતાની આજુ બાજુ માં રહેલી ખૂબસૂરતી ને પેહલા નિહાળો ...

મને ખુદ ને આ વિસ્તાર નાનું હિમાચલ લાગ્યું ....

ફોટોગ્રાફી- AabidHusain Asamadi
લેખન :- Azhar Patel

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)