ઉજાણી ઘર
ગ્રુપ પીકનીક કે ગેટ ટુ ગેધર માટે અને ગ્રુપના સભ્યોને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે એક સરસ સ્થળ જાણકારીમા આવ્યુ છે:"ઉજાણી ઘર". સાણંદ થી નળસરોવર રોડ પર સ્થિત " ઉજાણી ઘર " આપને ઘરનાં ભોજનનો સ્વાદ આપશે અને આપ આપની નળ સરોવર ની મુલાકાત યાદગાર બનાવી શકશો. ઉજાણી ઘરની થોડી નોંધપાત્ર બાબતો 1. શુધ્ધ ,સાત્વિક, ઓછા તેલ માં અને મોટાભાગે ચૂલા પર બનેલું ભોજન.(મેંદો,મોરસ નહીં ) 2. મોટા ભાગે માટીના વાસણો માં બનેલું અને માટીના વાસણોમાં જ પીરસાતું ભોજન. 3. પર્યાવરણની સાથે આપણી પરંપરાગત સંસ્કૃતિ સાથે આપ આપનો સમય વિતાવી શકો તેવુ વાતાવરણ 4. બાળકો માટે તમામ ઇન્દ્રિયોનો વિકાસ થાય તેવી રમતો 5. જાતે રસોઈ બનાવી શકો તે માટેની અનુકુળતા 6. રસોઈ થતી જોઈ શકાય તે રીતે ખુલ્લું રસોડું 7. ટેબલ - ખુરશીની સાથે સાથે પરંપરાગત બેઠક વ્યવસ્થા. 8. સૌથી મહત્વ ની બાબત આપના દ્વારા બિલ માં ચૂકવાતી રકમ નો નફો આજુબાજુના ગામના 6 વર્ષ સુધી ના કુપોષિત બાળકો ના પોષણ માટે ઉપયોગ કરવામાં આવશે .... એટલે કે જાણે અજાણે આપ આ બાળકો ના વિકાસ માટે 'નિમિત્ત' બની શકો છો. આપ આવો...