સબરી ધામ

સબરી ધામ એટલે ડાંગનું ગાઢ જંગલ ને માતા સબરીના ચાખેલાં બોર

સબરીમાતાના દેવળને કારણે પહેલેથી જ ગામનું નામ સુબીર અને સુબીરમાં સબરીધામ.

મોરારીબાપુ એ રામકથા કરી ચુકયા છે.

થોડા વર્ષ પહેલાં સબરીધામ અને પંપા સરોવરે મીની મહાકુંભ ભરાયો હતો.

અસિમાનંદ સ્વામીના પ્રયત્નોથી આ જગ્યા ઉછાગર થઈ પ્રખ્યાત થઈ. એ જ અસિમાનંદ સ્વામી અને સાધવી પ્રજ્ઞાસિંહ ઠાકુર બંનેને એક કેસ હેઠળ ધરપકડ થઈ.

ડાંગ જીલ્લાનુ આખું જંગલ ચીરીને છેલ્લે આવેલ સબરીમાતાનું એકમાત્ર મંદિર.

ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ એ ડાંગના સબરીધામના વિસ્તારની છે.

સબરીધામ એ ડુંગરની ઊંચી ટેકરી ઉપરની ટેબલટોપ જેવી જગ્યામાં પહેલાં આદિવાસીઓની દેવી સબરીમાતાનું નાનું દેવળ હતું. હવે સરકાર દ્રારા વિશાળ સ્વરુપે ડેવલોપ કરેલ.

સબરીધામની ટેકરીથી આપણી નજર પહોંચે ત્યાં સુધી ડાંગનું જંગલ દેખાય.

સબરીમાતાના નામ પરથી જ ડાંગનો નવો સુબીર તાલુકો બન્યો છે.

સબરીધામ વિસ્તારનું નાગલી નામનું અનાજ બહુ પ્રખ્યાત છે. તેના બાજરીના જેવા રોટલા થાય છે. તે અતિ પોસ્ટીક અને એનર્જીથી ભરપુર છે.

નાગલી એ ત્યાના આદિવાસીઓની ખેતીનો પાક છે અને ખોરાખ પણ છે. ગોલ્ડ મેડાલીસ્ટ સરિતાની તાકાતનું સહસ્ય નાગલી પણ છે.

કહેવાય છે કે સબરીએ રામને જે જગ્યાએ બોર ખવડાવ્યાં હતા તે આજનું સબરીધામ.

સબરીમાતાનું પ્રમાણ બીજું એ છે કે ત્યાંનાં આજુ બાજુના ઘણા ગામો હનુમાનજીના નામ ઉપરથી છે. દા.ત. હનવંત, હનવંતપાડા, નકટ્યાહનવંત વગેરે.

ત્યાના ગામોમાં હનુમાનજીની ખુલ્લી મુર્તિઓ કે છાપરાંમાં કે ઓટલા ઉપર મોટા પથ્થરમાં કંડારેલ હનુમાનજીની મુર્તિઓ જોવા મળે છે.

વર્ષારૂતુમાં સબરીધામ સોળેકળાએ ખીલી ઉઠે.

નદી, નાળા, ચેકડેમો, પાણીથી છલકાય જાય છે.

ખેતીવાડી, ખેડુતો, ખેતર, જાનવર, કાદવ બધું કુદરતના એક જ રંગે રંગાય જાય છે.

કાદવ ખુંદતો ખેડુત આંનંદોથી છલોછલ હોય છે.

સબરીધામથી બાજુમાં પંપા સરોવર નજીકમાં છે

તે માર્કંડ રુષિના સ્થાનકથીય ઓળખાય છે.

પંપા સરોવરની પૌરાણિકતા અને પવિત્રતા આપણા શાસ્ત્રો પુરાણોમાં વર્ણન છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )