આસામના પ્રવાસન સ્થળો
હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન, કુદરતની આવી સુંદરતા બીજે ક્યાંય નહીં. ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આ દેશમાં આસામ જેવું સુંદર રાજ્ય છે. જ્યાં રખડુઓ માટે ઘણુંબધુ છે. શું તમને ખબર છે આસામમાં પણ એક સ્વિટ્ઝરલેન્ડ છે? આસામમાં આમ તો ઘણી સુંદર જગ્યાઓ છે પરંતુ સૌથી સુંદર છે હાફલાંગ. હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન છે. આસામની સૌથી સુંદર જગ્યા હાફલાંગ ગુવાહાટીથી લગભગ 300 અને સિલચરથી 100 કિ.મી. દૂર છે. હાફલાંગ આસામના દિમા હસાઓ જિલ્લામાં સ્થિત છે. સમુદ્રની સપાટીએથી લગભગ 680 મીટરની ઉંચાઇ પર સ્થિત આ હિલ સ્ટેશનને વ્હાઇટ એન્ટ હિલોકના નામથી ઓળખવામાં આવે છે. આસામની સુંદર જગ્યા પર જોવા લાયક ઘણું છે. જો તમે આસામના કલ્ચરને સારી રીતે જાણવા અને સમજવા માંગો છો તો હાફલોંગ પરફેક્ટ જગ્યા છે. આમ તો તમે હાફલાંગ ક્યારે પણ જઇ શકો છો પરંતુ જો તમારે હાફલાંગના સૌથી સુંદર દ્રશ્યોના સાક્ષી બનવું છે તો તેના માટે સૌથી બેસ્ટ ટાઇમ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો માનવામાં આવે છે. તે સમયે અહીંનું હવામાન એકદમ ખુશનુમા હોય છે અને ગરમી પણ નથી હોતી. હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ત્યાં સુધી કે તમે આરામથી ટ્રેન, બસ અને ફ્લા...