ગ્લોબલ વિપશ્યના પેગોડા
ઘણા આ ફોટાને જોઈ થાઈલેન્ડ, ભૂટાન કે શ્રી લંકાનું સ્થળ હોય તેવું માનતા હતા... પણ આ સ્થળ ભારતમાં જ આવેલું છે.
મુંબઈમાં બોરીવલી ગોરાઈ બીચ પાસે વિપશ્યના ધ્યાન કેન્દ્ર છે, તે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે.
પેગોડાનું બાંધકામ એ પ્રાચીન ભારતીય અને આધુનિક ટેકનોલોજીનું સુંદર મિશ્રણ છે.
આ પેગોડામાં થાંભલા વગરનો સેન્ટ્રલ હોલ છે.આ હોલમાં 8,000 લોકો એકસાથે બેસીને ધ્યાન કરી શકે છે, તેને વિશ્વનો સૌથી મોટો પેગોડા માનવામાં આવે છે, જે 294 ફૂટ ઊંચો અને 61,300 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.
ક્યાં આવેલું છે ?
ગ્લોબલ વિપશ્યના પેગોડા મુંબઈમાં ગોરાઈ ખાડી અને અરબી સમુદ્ર વચ્ચેના ટાપુ પર આવેલ છે. જેની નજીક પ્રખ્યાત એસેલ વર્લ્ડ પણ આવેલ છે..
કઈ રીતે જવું ?
મુંબઈ બોરીવલી રેલ્વે સ્ટેશનથી, તમે ગોરાઈ બીચ (એસેલ વર્લ્ડ ફેરી સ્થળ) સુધીની ટેક્સી અથવા ઓટો લઈ શકો છો અને ગોરાઈ બીચથી એસેલવર્લ્ડ સુધી ફેરી (લોકલ બોટના ફેરા ચાલુ હોય છે.) લઈ શકો છો, જેનું આવવા-જવાનું ભાડું વ્યક્તિ દીઠ રૂ. 50 છે.
Comments
Post a Comment