Posts

Showing posts from July, 2022

કિલેશ્વર મહાદેવ

Image
બરડા ડુંગરમાં અનેક ફરવાલાયક સ્થળો છે તેમજ અનેક પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ ઉપલબ્ધ છે. ચોમાસામાં બરડો ડુંગર પ્રકૃતિની સોળે કળાએ ખીલી ઉઠે છે.   બરડા ડુંગરના કુદરતી સૌંદર્યની વચ્ચે કિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભાણવડ તાલુકાના કપૂરડી નેશથી દસ કિ.મી.નો કિલેશ્વર જવા માટેનો રસ્તો એકદમ પથરાળ અને નાના-મોટા વોકળાઓ વચ્ચેથી પસાર થતો હોઈ, થોડો મુશ્કેલ હોવા છતાં આજે હજારો-લાખો શિવભક્તો આ મંદિરે માથું ટેકાવવા તેમજ કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા આવે છે. કિલેશ્વર મહાદેવના મંદિરમાં પ્રવેશ કર્યા પછી શ્રદ્ધાળુઓ પગપાળા પસાર થતા તેમને નીચેના ભાગમાં કિલગંગા નદી જોવા મળે છે. જેના ઉપરથી આવતા પાણી નીચે જમણી તરફ આવેલ રેવતિકુંડમાં ધોધ સ્વરૃપે પડે છે. આ  કુદરતી સ્વીમીંગ પુલમાં સ્નાન કરવાનો અનેરો  આનંદ છે. આ મંદિરનો વહીવટ હાલમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી (જામ ધર્માદા ટ્રસ્ટ) સંભાળી રહ્યું છે. ઐતિહાસિક કથા મુજબ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અતિ પ્રાકૃતિક સૌંદર્ય હોય તેવા સ્થળે વસવાટ કરવાનું ઈચ્છતા હતાં, અને બરડા ડુંગરમાં વસવાટ કર્યો હતો અને ભગવાન કિલેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. તેમજ લોકવાયકા મુજબ...

ઓસમ પર્વત, પાટણ વાવ

Image
ઓસમ પર્વત પર ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.  કુદરતી ધોધનો નજારો તેમજ તેમાં સ્નાન કરવાનો લ્હાવો લેવા માટે પાટણ વાવ નજીક ઓસમ ડુંગરની અચૂક મુલાકાત લેશો. ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ છે. ઓસમ પર્વત પર આજ પણ પાંડવો ના અવશેષો મોજુદ છે. જેમાં પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા જ રાખે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીળીથાળી જેમાં ભીમ ભોજન લેતો. તે થાળી આજ પણ મોજુદ છે .સમયાન્તરે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે. આ પર્વતની શિલાઓ સિધ્ધિસપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે ઓળખાતો હતો. સમયાંતરે વિહાગલોકન કરતા ઓમ આકારનો પર્વત ર્દષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી આજે ઓળખાય છે. ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલ...

જટ શંકર (ભવનાથ તળેટી)

Image
ગરવા ગિરનારની ગોદમાં અનેક રમણીય સ્થળો આવેલા છે.. જેમાનું કુદરતના સાનિધ્યમાં આવેલું જટા શંકર મહાદેવ... ત્યાં જવા માટે ભવનાથ તળેટીથી ગિરનાર ચઢાણ માટે જુના પગથિયાં વાળો રસ્તો પસંદ કરવો... આ માટે હાલ જ્યાં રોપ વે માટેનો ગેટ છે.. ત્યાંથી શરૂ કરવું.. એકાદ કિમિ જેટલા પગથિયાંનું ચઢાણ કરશો.. એટલે જટા શંકર જવાનો માર્ગ ચીંધતુ પાટિયું આવશે.. જ્યાંથી કેડી માર્ગે ટ્રેકિંગ દ્વારા જટા શંકર પહોંચવું...  અહીં વચ્ચે તમને ખાસ દિવાળી સુધી નાના ઝરણાઓ જોવા મળશે.  અને ચોમાસામાં તો જાણે શિવજીની જટા માંથી ગંગા પ્રગટ થયા હોય તેવો ભાસ થશે..  ગિરનાર પર્વતમાં ચાર ગુપ્ત પ્રવેશ દ્વાર હતા, જે પૈકીનો પ્રવેશદ્વાર એટલે જટાશંકર મહાદેવ. આ મંદિરને ગુપ્ત ગિરનારનું પ્રવેશ દ્વાર તરીકે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે. માર્ગ પર રામભક્ત હનુમાન એવા કપિરાજ પણ દર્શનાર્થીઓને આવકારતા હોય એમ ઠેર ઠેર જોવા મળે છે.  ગિરનાર પર બિરાજતા માં અંબાજીના જમણા અંગુઠામાંથી સુવર્ણરેખા નદીનું એક ઝરણું પ્રવાહિત થાય છે, જે ગૌમુખી ગંગા પરથી જટાશંકર મહાદેવના ચરણોમાં અભિષેક કરવા માટે આજે પણ આવે છે. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ પણ અહીં ધ્ય...

માણા :- ભારતનું છેલ્લું ગામ

Image
માણા, બદ્રીનાથ તરફનું આ સીમાંત ગામ. પરંતુ આ ગામની ઓળખ માત્ર આટલી જ નથી. એ પ્રાચીન પણ એટલું છે અને પૌરાણિક પણ. આપણા પુરાણોની રચના અહીં જ થયેલી. અહીં જ બેસી ભગવાન શ્રી ગણેશે શ્રીમદ્દ ભાગવતના શ્લોક લખ્યા. આપણી પવિત્ર નદી સરસ્વતી સ્થાવર સ્વરૂપે અહીં જ વહે છે અને મહાપ્રસ્થાન માટે નીકળેલા પાંડવો અહીંથી જ આગળ વધી સ્વર્ગરોહિણી તરફ ગયેલા. આ ગામના મારા અનુભવો આ કથાઓ સાથે અહીં વર્ણવું છુ. બદ્રીનાથના દર્શન કરી મેં મારી પદયાત્રા પુરી કરેલી. એ બાદ મળવા આવેલા હોસ્પિટલના મિત્રોની રજા લઈ હું માણા ગામ તરફ રવાના થયેલો. એ દિવસે આ સીમાંત ગામમાં મારે રોકાવાનું મન. પીપલકોટી ના એક સ્ટાફ Era Martoliaનું ઘર ત્યાં હોવાથી એને સ્નેહ અને આગ્રહ પૂર્વક ત્યાં જવાનું કહેલું. તાઈજી અત્યારે ત્યાં રહે. મૂળ એ એના માસી. પરંતુ એ એમને ત્યાં જ મોટી થયેલી એટલે એના માટે યશોદા માં સમાન. એમનો સ્નેહ મેળવવા હું બદ્રીનાથથી માણા તરફ આગળ વધ્યો.  માણા ગામ બદ્રીનાથથી લગભગ ચાર પાંચ કિલોમીટર દૂર. અંધારું થવા લાગેલું અને એ બાજુ એ સમયે ગામમા જતું કોઈ વાહન પણ નહીં. એટલે એ અંતિમ ગામ સુધીની બાકીની સફર પણ મારે પગપાળા જ કરવાની હતી. એક સ્થાનિક...