ઓસમ પર્વત, પાટણ વાવ

ઓસમ પર્વત પર ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.  કુદરતી ધોધનો નજારો તેમજ તેમાં સ્નાન કરવાનો લ્હાવો લેવા માટે પાટણ વાવ નજીક ઓસમ ડુંગરની અચૂક મુલાકાત લેશો.




ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ છે.


ઓસમ પર્વત પર આજ પણ પાંડવો ના અવશેષો મોજુદ છે. જેમાં પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા જ રાખે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીળીથાળી જેમાં ભીમ ભોજન લેતો. તે થાળી આજ પણ મોજુદ છે .સમયાન્તરે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.


આ પર્વતની શિલાઓ સિધ્ધિસપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે ઓળખાતો હતો. સમયાંતરે વિહાગલોકન કરતા ઓમ આકારનો પર્વત ર્દષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી આજે ઓળખાય છે.


ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે.


ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. 



ઓસમ ડુંગર પહોંચવા માટે એસટી બસ કે ખાનગી વાહન દ્રારા ધોરાજી થી પાટણવાવ જઈ શકાય છે. જેનું અંતર રાજકોટ થી આશરે ૧૦૯ કી.મી જેટલું થાય છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )