જટ શંકર (ભવનાથ તળેટી)
ગરવા ગિરનારની ગોદમાં અનેક રમણીય સ્થળો આવેલા છે.. જેમાનું કુદરતના સાનિધ્યમાં આવેલું જટા શંકર મહાદેવ...
ત્યાં જવા માટે ભવનાથ તળેટીથી ગિરનાર ચઢાણ માટે જુના પગથિયાં વાળો રસ્તો પસંદ કરવો... આ માટે હાલ જ્યાં રોપ વે માટેનો ગેટ છે.. ત્યાંથી શરૂ કરવું.. એકાદ કિમિ જેટલા પગથિયાંનું ચઢાણ કરશો.. એટલે જટા શંકર જવાનો માર્ગ ચીંધતુ પાટિયું આવશે.. જ્યાંથી કેડી માર્ગે ટ્રેકિંગ દ્વારા જટા શંકર પહોંચવું... અહીં વચ્ચે તમને ખાસ દિવાળી સુધી નાના ઝરણાઓ જોવા મળશે. અને ચોમાસામાં તો જાણે શિવજીની જટા માંથી ગંગા પ્રગટ થયા હોય તેવો ભાસ થશે..
ગિરનાર પર્વતમાં ચાર ગુપ્ત પ્રવેશ દ્વાર હતા, જે પૈકીનો પ્રવેશદ્વાર એટલે જટાશંકર મહાદેવ. આ મંદિરને ગુપ્ત ગિરનારનું પ્રવેશ દ્વાર તરીકે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે.
માર્ગ પર રામભક્ત હનુમાન એવા કપિરાજ પણ દર્શનાર્થીઓને આવકારતા હોય એમ ઠેર ઠેર જોવા મળે છે.
ગિરનાર પર બિરાજતા માં અંબાજીના જમણા અંગુઠામાંથી સુવર્ણરેખા નદીનું એક ઝરણું પ્રવાહિત થાય છે, જે ગૌમુખી ગંગા પરથી જટાશંકર મહાદેવના ચરણોમાં અભિષેક કરવા માટે આજે પણ આવે છે. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ પણ અહીં ધ્યાન અને અનુસ્થાન માટે આવ્યા હોવાના પુરાવાઓ આજે પણ ધાર્મિક ગ્રથોમાં જોવા મળે છે, આથી જટાશંકર મહાદેવની ઓળખ ગંગેશ્વર મહાદેવ તરીકે પણ કરવામાં આવે છે.
Comments
Post a Comment