અમૃતસરનું સુવર્ણ મંદિર Golden Temple
ગોલ્ડન ટેમ્પલ (સુવર્ણ મંદિર) જો કે હમિન્દર સાહિબના નામથી પણ જાણિતું છે, આ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. અહીં ફક્ત સિખ સમુદાયના લોકો જ નહી પરંતુ દરેક ધર્મના વ્યક્તિઓ એટલી જ શ્રદ્ધા સાથે આવે છે.
આ મંદિરની સુંદરતા મનને આકર્ષે છે અને આ પર્યટકોમાં એક ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં સ્વચ્છતાની બાબતમાં દેશનું એકપણ મંદિર સુવર્ણમંદિરની તોલે આવી શકે તેમ નથી... એટલી ચોખ્ખાઈ... ધન્યવાદ ત્યાંની પબ્લિકને.... તે ઉપરાંત ત્યાંના શીખ સમુદાયની સેવાની પણ તારીફ કરીયે એટલી ઓછી.... મંદિરનું સુચારુ આયોજન જોરદાર.... ગેટ થી શરૂ કરી રસોડા (વિશ્વનું સૌથી મોટું કિચન) સુધી બેસ્ટ વ્યવસ્થા...
ગુરૂદ્વારા પવિત્ર અમૃતસર નગરમાં છે અને આજે આ ભારતના મુખ્ય પર્યટન સ્થળોમાંથી એક છે. મંદિરને જ્યારે શરૂમાં બનાવવામાં આવ્યું તો તેમાં સોનાની પોલિશ કરવામાં આવી ન હતી. 19મી સદીમાં પંજાબના રાજા રહી ચૂકેલા મહારાજા રણજીત સિંહના કાર્યકાળમાં તેનું રિનોવેશન કરાવવામાં આવ્યું. ત્યારબાદ તેનું તે સ્વરૂપ સામે આવ્યું જે આજે દેખાય છે.
#ભોજનશાળા (લંગર)#
ધાર્મિક કાર્યક્રમોમાં અહીં લાગનાર લંગરમાં 2 લાખથી વધુ લોકો ભોજન પ્રસાદે ગ્રહણ કરે છે. અને તેનાથી વધુ આશ્વર્યની વાત એ છે કે વધુ ભોજન ભક્તો દ્વારા દાન કરવામાં આવે છે.
#સીડીઓ ઉપર નહી, નીચે જાય છે#
અહીંની સીડીઓ અન્ય પવિત્ર સ્થળોની માફક ઉપર જતી નથી પરંતુ આ નીચેની તરફ ઉતરે છે. તેની ડિઝાઇનમાં દેખાવાના બદલે એક વિનમ્રતા જોવા મળે છે. આ આખુ મંદિર શહેરના લેવલથી નીચેની તરફ બનેલું છે.
#સોનાની પાલકી#
દરરોજ સવારે ગુરૂ ગ્રંથ સાહિબ (સિખોનો ધાર્મિક ગ્રંથ)ને અકાલ તખ્ત સાહિબ વડે ફૂલો અને ગુલાબજળની સાથે પાલકીમાં મંદિરના દરબાર હોલમાં લાવવામાં આવે છે. પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને પરત અકાલ તખ્તમાં લઇ ગયા બાદ આખા દરબારને દૂધ વડે ધોવામાં આવે છે.
સોનેરી તેજ ધરાવતા આ મંદિરને શિખોનું સૌથી પવિત્ર ગુરૂદ્વારાનો દર્જો આપેલો છે. કહેવાય છે કે 16મી સદીમાં શિખોના ચોથા ગુરૂ રામદાસે એક તળાવના કિનારે ધામો નાખ્યો, જેના પાણીમાં અદ્ભૂત શક્તિ હતી. આ જ કારણે આ શહેરનું નામ અમૃત + સર (અમૃતનું સરોવર) પડ્યુ.
ગુરૂ રામદાસે તળાવની વચ્ચે એક મંદિરનું નિર્માણ કરાવ્યું, જે આજે સુવર્ણ મંદિરના નામે પ્રખ્યાત છે. આ શહેરમાં એપ્રિલમાં બૈસાખીનો તહેવાર ઘૂમઘામથી ઉજવાય છે. આ દિવસે ગુરૂ ગોવિંદસિંહે શિખોને યોધ્ધા જાતિમાં પરિવર્તિત કરતા ખાલસા પંથની સ્થાપના કરી હતી. શિખ સંપ્રદાયને માનવાવાળા દરેક વ્યક્તિ ભલે તે દુનિયાના કોઈ પણ ખુણે કેમ ન રહેતો હોય, પોતાની જીંદગીમાં એક વાર દરબાર સાહેબના દરવાજે માથું ટેકવાની ઈચ્છા જરૂર રાખે છે.
એતિહાસિક દસ્તાવેજોના મુજબ શિખોના ચોથા ગુરૂ રામદાસ સાહેબના મનમાં આ વિચાર આવ્યો હતો કે અરદાસને માટે એક એવો ગુરૂદ્વારા બનાવવામાં આવે, જેની સ્થિતિ શહેરના કેન્દ્રમાં હોય અને જ્યાં સુધી દરેક વ્યક્તિ સરળતાથી પહોંચી શકે. તેમના આ સપનાને હકીકતમાં ફેરવવાનું કામ કર્યુ પાઁચમાં ગુરૂ શ્રી અર્જુન સાહેબે. તેમના સપનાને સાર્થક કરવામાં બાબા બુડ્ઢાજીએ તેમની મદદ કરી. સુવર્ણ મંદિર ધાર્મિક સૌહાર્દની પણ જીવતી-જાગતી મિસાલ છે. આ મંદિરનો પાયો મુસ્લિમ સંત હજરત મિયાઁ મીરે ખોદયો હતો. મંદિરના ચાર દરવાજા પણ અહીંની એકતા અને દરેક ધર્મ પ્રત્યે સમભાવની ભાવનાને જ પ્રગટ કરે છે
સુવર્ણ મંદિર શિખોનુ સૌથી વધુ મહત્વનું ધાર્મિક સ્થળ છે. જેને હરિ મંદિર પણ કહે છે. તેના ઘુમ્મટ પર શુધ્ધ સોનાની પાનના આવરણ છે, જે ધરતીની તરફ ફેલાયેલા છે. જેનો ઉદ્દેશ્ય છે કે શિખ દુનિયાની મુશ્કેલીઓ પ્રત્યે એક જાગૃત જાતિ છે. હરમંદિર સાહેબના ગુરૂદ્વારા સરોવરના વચ્ચે ખૂબ જ સુંદરતાથી બનાવવામાં આવ્યું છે. આ સોનાથી ઢંકાયેલા ગુરૂદ્વારાના ચારે દિશાઓ તરફ ખૂલતા દરવાજા બનાવવામાં આવ્યા છે. અહીં દરેક સમયે ગુરૂવાણી થતી રહે છે. અહીં અરદાસ કરી ચૂકેલા લોકોનું માનવું છે કે, હરમંદિર સાહેબમાં આવીને તેમને અલૌકિક શાંતિ મળી છે. જેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતી. આને તો બસ અનુભવી શકાય છે, અને તેથી દરેક વ્યક્તિને જીવનમાં એક વાર ત્યાં માથુ ટેકવા જરૂર જવું જોઈએ.
લોકવાયકા
સરોવરને અમૃતની ઉપમા આપવા પાછળની પણ એક રોચક કથા છે. એવી માન્યતા છે કે એક રાજકુમારી જે પોતાના પિતા કરતા વધુ ભગવાનને મહત્વ આપતી હતી....તેના કારણે તેને તેના પિતાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. તેના પિતાએ તેનું લગ્ન એક કોઢગ્રસ્ત વ્યક્તિ સાથે કરાવી દીધુ. રામદાસની ભક્ત આ રાજકુમારી તેમની સેવા કરવા માટે આ સરોવરની પાસે આવી. આ બોરડીના ઝાડની નીચે ભરેલા પાણીમાં ન્હાયા પછી તેનો પતિ કોઢથી મુક્ત થઈ ગયો. રાજકુમારીએ જ્યારે આ વાત તેમના ગુરૂ દેવને કરી તો તેમણે પ્રસન્નતાથી કહ્યું - આ જ તે જગ્યા છે જેને હું શોધી રહ્યો હતો. અહીં હરમંદિર સાહેબની સ્થાપના કરવામાં આવશે. આ જ કારણ છે કે અમૃતસરનું નામ અમૃતસર પડ્યુ.
Thanx to ... boldsky.com
Comments
Post a Comment