ધરમશાલા હિમાચલ પ્રદેશ
તિબેટન બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાનું નિવાસસ્થાન, અફાટ સૌંદર્યથી ઘેરાયેલું ક્રિકેટ સ્ટેડિયમ, દેવદારનાં જથ્થાબંધ વૃક્ષો, લેક, ચાના બગીચા, મૅક્લોડગંજ અને અફલાતૂન મૉનેસ્ટરીનું ઘર એટલે ધરમશાલા.
કુદરતી, રમણીય, સૌંદર્યથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશમાં ધરમશાળા છે આ સ્થાન જોવા જેવું છે.
હિમાચલની પાવન નદીઓ બરફ આચ્છાદિત નયનરમ્ય ગીરીમાળા અને આંખોને ઠારતી મનોહર હરિયાળી શ્રદ્ધાળુઓને આવકારે છે.
એક પૌરાણીક કથા અનુસાર, રાજા ભાગસુ અને નાગદેવતાનો ભીષણ સંગ્રામ થયો ત્યારે રાજાએ નાગદેવતાને રીઝવ્યા, અને વરસાદ થયો તેથી આ અપ્પર ધર્મશાળામાં સ્થિત ધરા ઉપર ભાગસુનાગ દેવાલય શ્રદ્ધા જયોત ઝગમગતી રાખે છે.
કેટલાક લોકો એને ધરમસાલા પણ કહે છે તો કેટલાક ધરમશાલા. પરંતુ નામ મેં ક્યા રખ્ખા હૈ? આપણને તો ફરવા સાથે મતલબ. હિમાચલની ધૌલાધરની પહાડીઓની વચ્ચે વસેલા ધરમશાલાનું નામ કોઈના માટે નવું નથી અને એમાં પણ આજથી અંદાજે પાંચ-સાત વર્ષ પૂર્વે લગ્નગ્રંથિએ જોડનારાં યુગલોને તો તેમનું યાદગાર હનીમૂન ડેસ્ટિનેશન યાદ જ હશે, બરાબરને! ધરમશાલા ‘અંગ્રેજો કે ઝમાને કા શહર હૈ.’ એટલે કે એવું કહેવાય છે કે આ રૂપાળા શહેરની સ્થાપના અંગ્રેજોએ ૧૮૫૫ની સાલમાં કરી હતી. અંગ્રેજોએ ગરમીમાં રાહત મેળવવા માટે અહીં એક રિસૉર્ટ બનાવ્યો હતો અને આમ ધીરે-ધીરે અહીંની લોકપ્રિયતા વધતી ચાલી હતી.
નૈસર્ગિક સૌંદર્યની ભરમાર, મનોહર મૉનેસ્ટરી, ટ્રેકર્સ માટેનું જન્નત, ભરપૂર ગ્રીનરી, ખુશનુમા વાતાવરણ, નાનાં છતાં રળિયામણાં ઝરણાં, ઍડ્વેન્ચર કરાવતી હિલ્સ અને રસ્તા... બીજું શું જોઈએ આપણને પ્રવાસ યાદગાર બનાવવા માટે?
(વધુ માહિતી ગુગલદેવ દ્વારા )
હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ધરમશાલા સ્થિત છે જે એક હિલ-સ્ટેશન છે. અહીંની આબોહવા અને ખૂબસૂરતીથી અંજાઈને એક સમયે બ્રિટિશ સરકાર ધરમશાલાને સમર કૅપિટલ બનાવવા માગતી હતી. પરંતુ કુદરતી આફતના લીધે આ શક્ય બની શક્યું નહોતું. બ્રિટિશ પ્રેમ આટલેથી પૂરો થતો નથી. એવું કહેવાય છે કે એ સમયના બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ એલિગન ધરમશાલાની સુંદરતાને સ્કૉટલૅન્ડ સાથે પણ સરખાવી ચૂક્યા છે. આ તો થઈ એની ખૂબસૂરતીની વાત, પરંતુ મેડિટેશન માટે પણ અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે. આ સિવાય તિબેટન ધર્મગુરુ દલાઈ લામા પણ વર્ષોથી અહીં રહેતા હોઈ તેમના અનુયાયીઓનો પણ અહીં જમાવડો રહે છે. તિબેટન લોકોની વસ્તી પણ અહીં ઘણી છે. એથી તિબેટન કલ્ચરને પણ નજીકથી નિહાળી શકાય છે. આ જ કારણથી ધરમશાલાને લિટલ લ્હાસા પણ કહેવામાં આવે છે. આટલું ઓછું હોય એમ અહીં આવેલી જૂની અને વિશાળ મૉનેસ્ટરી, ચર્ચ, ચાના બગીચા અને ક્રિકેટનું મેદાન ધરમશાલાને દેશના ટૂરિસ્ટના નકશામાં અલગ તારીને મૂકે છે. ધરમશાલા બે ભાગમાં વહેંચાયેલું છે, અપર અને લોઅર. એમાં અપર ભાગને મૅક્લોડગંજ કહેવાય છે, જ્યારે લોઅર ભાગને કોતવાલી બજાર કહેવાય છે. પરંતુ નૈસર્ગિક સૌંદર્યની બાબત બન્ને ભાગ સમાનતા ધરાવે છે.
મૅક્લોડગંજ
એક સમય એવો હતો જ્યારે ધરમશાલામાં આવેલું મૅક્લોડગંજ શહેરમાં ફરવા આવતા ટૂરિસ્ટોને ઘણું ગમતું હતું, પરંતુ આજે એવો સમય આવ્યો છે જ્યારે ટૂરિસ્ટો ખાસ મૅક્લોડંગજ ફરવા માટે લોકો ધરમશાલામાં આવતા થયા છે. એથી મૅક્લોડગંજ નહીં જાઓ તો તમારી યાત્રા અધૂરી ગણાશે. મૅક્લોડગંજ આમ તો છે નાનકડું, પરંતુ અહીંથી જોવા મળતાં દૃશ્યો અને અફાટ કુદરતી સૌંદર્યનો નજારો ખરેખર મંત્રમુગ્ધ કરનારો છે. ફૅમિલી અથવા ફ્રેન્ડ્સની સાથે અહીંનો પ્રવાસ જીવનભરનું એક યાદગાર સંભારણું બની રહેશે જેમાં સોલો ટ્રાવેલર્સને તો જબરી મજા પડી જવાની છે, કેમ કે અહીં ટ્રેકિંગ કરવા માટેની સુપર્બ જગ્યા છે. એમાં ત્રિઉંડ ટ્રેક તો એકદમ સરસ મજાનો છે. આમ તો અહીંનો રસ્તો સારો નથી એટલે કે ટ્રેકિંગ કરવું થોડું મુશ્કેલ જણાય છે, પરંતુ ટ્રેકિંગ પતાવીને ઉપર પહોંચ્યા બાદ એક અલગ આનંદ મળશે જે ટ્રેકિંગ દરમ્યાન લાગેલા થાકને દૂર કરશે. મૅક્લોડગંજમાં ૮મી સદીમાં બંધાયેલું મસરુર ટેમ્પલ છે જે એક શિવમંદિર છે અને ઓછું જાણીતું ડેસ્ટિનેશન છે. કહેવાય છે કે મંદિર પથ્થરને કાપીને બનાવેલું છે. જો તમને થોડોઘણો ઇતિહાસમાં રસ હોય તો અહીં ગમશે અથવા તો જો સીનસીનેરી જોઈને થોડા બોર થઈ ગયા હો તો અહીં એક લટાર મારી જવી. બાકી મુંબઈની અજન્ટાની ગુફા જોઈ હોય તો અહીં ખાસ મજા નહીં આવે. આટલા સુંદર સ્થળની અંદર ધસમસતો ધોધ કેવી લાલી પાથરતો હશે એ જરા વિચારીને જુઓ. ડેસ્કટૉપ પર મૂકેલા વૉલપેપર પર જોવા મળતું આવા પ્રકારનું દૃશ્ય અહીં હકીકતમાં જોવા મળે છે. એ સ્થળ છે ભાગસુ વૉટરફૉલ. અહીં વૉટરફૉલની બાજુમાં સીડી બનાવેલી છે અને ટોચ પર બેસવાની વ્યવસ્થા પણ છે જ્યાંથી ઉપરથી પડતા ધોધની અસીમ સુંદરતાને માણી શકાય છે. તન અને મનને રિલૅક્સ કરવા માટે આ બેસ્ટ સ્થળ છે. જેટલું સુંદર મૅક્લોડગંજ છે એટલી જ સુંદર અહીંની મૉનેસ્ટરી છે. અહીંની નેચુંગ મૉનેસ્ટરી બૌદ્ધ કલ્ચરને જોવા, સમજવા અને જાણવા માટેની સરસ જગ્યા છે. ફરી-ફરીને થાકી ગયા છો? વાંધો નહીં, અહીં એક સનસેટ પૉઇન્ટ પણ છે. સાંજે ત્યાં ફરી આવો. પણ સનસેટ સમયનો અહીંનો અલૌકિક નજારો કેદ કરી લેવા માટે સાથે કૅમેરો લઈ જવાનું ચુકાય નહીં.

Comments
Post a Comment