વડસર તળાવ વાંકાનેર
વાંકાનેરથી 8 કિલોમીટર દૂર લજાઇ જતા માર્ગ પર રાજવી પરિવારે બંધાવેલું વડસર તળાવ લીલાછમ ડુંગરોમાંથી વહેતા ઝરણાના હેતથી છલકાઇ ગયું છે. પર્યટક સ્થળ તરીકે વિકસેલા વડસર તળાવમાં છલકાતા નીર અને ચોમેર ડુંગરોમાં પથરાયેલી હરિયાળી મેઘરાજાની કૃપાથી જાણે પુલકિત થઇ ગઇ છે. તળાવની પાળેથી ઓવરફ્લો થઇને જતાં શ્વેત પાણીનો પ્રવાહ અને W આકારના તળાવનો નજારો જોઇ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો હીલ સ્ટેશને આવ્યા હોય તેવો રોમાંચ અનુભવી રહ્યા છે.
વડસરના તળાવથી આગળ આવેલા ડુંગરાઓ (રતન ટેકરી) ની ટોચ ઉપર સૌરાષ્ટ્રનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર છે. તેનો આકાર પાંડવોના રથ જેવો છે.
આજુબાજુમાં જંગલ વિસ્તાર છે.સારો વરસાદ થઈ જતા આ ડુંગરાઓ પર ઘાસ ઊગવાને કારણે લીલાંછમ બન્યા છે,જેના કારણે નયન- રમ્ય દ્દશ્ય જોવા મળે છે, ભારે કુદરતી વાતાવરણ સર્જાયું છે.
જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર ગામ પાસે આ તળાવ આવે છે. આ તળાવનું નામ જસવંતસર તળાવ. જેનું ખોદકામ છપ્પનિયા દુકાળ વખતે વાંકાનેરના રાજવી દ્વારા કરાવવામાં આવેલ. સાથે બીજા બે તળાવો પણ ખોલાવેલ જે અમરસર ગામ તથા મેસરિયા ગામે છે. પણ જસવંતસર તળાવની રમણીયતા અલગ છે. આ તળાવની કુદરતી બાંધણી ડેમને લાયક છે પણ પાણી આવક નહિવત હોય આથી આ પ્રોજેક્ટ અમલમાં આવેલ નહીં. આગળ જતાં ગામ ના નામ પરથી વડસર તળાવ ફેમસ થયું. (વિશેષ માહિતી ... મિત્ર પ્રકાશભાઈ ગુગડીયા વડસર તળાવ નજીકના ગામ રાતી દેવળીના રહેવાસી દ્વારા)
આ તળાવ ડુંગરોની વચ્ચે આવેલ છે તેથી તેને કુદરતી તળાવ ગણાવી શકાય તેવું છે. આ તળાવ પાસે ઘણાં ફિલ્મ શૂટિંગ પણ થયાં છે.આ તળાવથી થોડે જ દૂર ડુંગરાઓ પર શ્રી જડેશ્વર દાદાનું મંદિર આવેલું છે.
અહીં રસ્તામાં પવન ચક્કીઓના નવતર નઝારા સાથે લીલુછમ્મ પ્રાકૃતિક સૌન્દર્યનો નેચર પોઇન્ટ દર વર્ષે જોવા લાયક રહે છે.
ફોટો ક્રેડિટ : ભાટી એન., ડો. ભાડેસિયાસર, પ્રકાશભાઈ ગુગડીયા, રામદે ડાંગર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
લેખ સાભાર :- ગુગલદેવ
Comments
Post a Comment