ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)
ભારતમાં એક એવું ગામ છે, કે જ્યાના સુમસામ રસ્તાઓ અને ડરાવનો માહોલ તમને પણ ડરાવી શકે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અહીં જવા પર તમને પાડોશી દેશ શ્રીલંકા નજીકથી જોવા મળશે. જી હા, અહીં વાત કરી રહયા છીએ, ધનુષકોડિ ગામની, જે ખાલી છે, વેરાન છે, પરંતુ શ્રીલંકાથી ફક્ત 18 કિલોમીટર દૂર છે. ધનુષકોડિ ગામ ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર સ્થલીય સીમા છે, કે રેતીના ઢગલા પર ફક્ત 50 ગજની લંબાઈમાં વિશ્વના સૌથી નાના સ્થળોમાંનું એક છે.
સાધારણ શબ્દોમાં કહીએ તો ભારતના છેવાડા પર એક એવી વેરાન જગ્યા છે જ્યાથી શ્રીલંકા દેખાય છે. જો કે હવે આ જગ્યા ભૂતિયા શહેરોની યાદીમાં સામેલ થઇ ગઈ છે. કારણ કે આ વિસ્તારમાં અંધારામાં ફરવાની મનાઈ છે. આ જગ્યા ડરવાની હોવા છતાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ છે.
અહીં દિવસના અંજવાળામાં જાઓ અને સાંજ થતા પહેલા જ રામેશ્વરમ પરત ફરી જાઓ, કારણ કે 15 કિલોમીટરનો રસ્તો સુમસામ, ડરાવનો અને રહસ્યમયી છે. આ ગામ સાથે કેટ્લીક ધાર્મિક માન્યતાઓ અને કિસ્સાઓ-વાર્તા જોડાયેલા છે.
પર્યટન ક્ષેત્રમાં આ જગ્યા હાલ ઉભરાઈને આવી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ભૂતિયા શહેરને જોવા આવે છે. ભારતીય જળસેનાએ પણ અહીં ચોકીની સ્થાપના કરી છે. ધનુષકોડિમાં તમે હિન્દ મહાસાગરના ઊંડા અને તોફાની પાણીને બંગાળની ખાદીના છીછરા અને શાંત પાણીમાં મળતા જોઈ શકો છો. કારણ કે અહીં સમુદ્ર છીછરો છે, તો તમે બંગાળની ખાડીમાં જઈ શકો છો અને રંગીન માછલીઓ, સમુદ્રી શેવાળ, સ્ટારફિશ વગેરે જોઇ શકો છો.
વીતેલા સમયનું રંગીન જીવન અહીં આજે પણ ખંડેરોમાં જોવા મળે છે. 1964ના ચક્રવાત પહેલા, ધનુષકોડિ એક ઉભરતું પર્યટન સ્થળ અને તીર્થ સ્થળ હતુ. જો કે શ્રીલંકા ફક્ત 18 કિલોમીટર જ દૂર છે, ધનુષકોડિ અને શ્રીલંકાના થલાઈમન્નાર વચ્ચે યાત્રીઓ અને સામાનોને સમુદ્ર પર કરવા માટે ઘણી સાપ્તાહિક ફેરી સેવાઓ પણ હતી. તીર્થયાત્રીઓ અને યાત્રીઓની જરૂરતને ધ્યાને રાખીને ત્યાં હોટલ, કપડાની દુકાનો અને ધર્મશાળાઓ પણ હતી.
ધનુષકોડિ માટે રેલ લાઈન, જે ત્યારે રામેશ્વરમ જતી ન હતી અને જે 1964ના ચક્રવાતમાં નષ્ટ થઇ ગઈ, સીધી મંડપમથી ધનુષકોડિ જતી હતી. એ દિવસોમાં ધનુષકોડિમાં રેલવે સ્ટેશન, એક નાનું રેલવે હોસ્પિટલ, એક પોસ્ટ ઓફિસ અને કેટલાક સરકારી વિભાગ જેમ કે માછલી પાલન વગેરે હતા.
હિન્દૂ ધર્મગ્રંથો અનુસાર, રાવણના ભાઈ અને રામના સહયોગી વિભીષણના અનુરોધ પર રામે પોતાના ધનુષના એક છેડાથી સેતુને તોડી દીધો અને આ પ્રકારે આનું નામ ધનુષકોડિ પડ્યું. કોડિનો અર્થ એક છેડો થાય છે. એટલે ધનુષકોડિ નામ પડ્યું આ જગ્યાનું.
એવું પણ કહેવાય છે કે રામે પોતાના પ્રસિદ્ધ ધનુષના એક છેડાથી સેતુ માટે આ સ્થાનને ચિહ્નિત કર્યું હતું. સામાન્ય રીતે બે સમુદ્રના સંગમ પર પવિત્ર સેતુમાં સ્નાન કરીને તીર્થયાત્રી રામેશ્વરમ માટે પોતાની યાત્રા પ્રારંભ કરે છે. એક રેખામાં જ મળતા પથ્થરો-ખડકો અને ટાપુઓની શ્રેણીને પ્રાચીન સેતુના ધ્વંસવિશેષના રોપમાં જોવા મળે છે, જેને રામસેતુના નામથી પણ ઓળખવામાં આવે છે.
કહેવામાં આવે છે કે કહેવામાં આવે છે કે કાશી તીર્થયાત્રા મહોદધિ (બંગાળની ખાડી) અને રત્નાકર (હિન્દ મહાસાગર)ના સંગમ પર ધનુષકોડિમાં પવિત્ર સ્થાનની સાથે રામેશ્વરમમાં પૂજા સાથે જ પૂર્ણ થાય છે. સેતુનો અર્થ પૂલ થાય છે. રામ દ્વારા લંકા પહોંચવા માટે મહાસાગર પર બનાવવામાં આવેલા પૂલના રૂપમાં હવે તે વિશેષ મહત્વ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
Comments
Post a Comment