ઉમનગોટ નદી :-કાચ જેવી નદી
બાલી કે થાઈલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સ્વચ્છ નદી.
વિશ્વાસ નહીં થાય પણ ભારતમાં જ આવેલી છે કાચ જેવી પારદર્શક આ નદી.
ફરવા જવાની વાત આવે તો જેને હેરિટેજમાં રસ હોય તે ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતા શહેરોની મુલાકાત લેતા હોય છે, જેને દરિયો ગમતો હોય તે દરિયાકિનારાના શહેરોમાં જતા હોય છે અને જેને પર્વતો ગમતા હોય તે હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. આ સિવાય ભારતની નદીઓ જોવી એ પણ એક લ્હાવો છે. ભારતની નદીનું નામ કાને પડે એટલે તમારી આંખ આગળ કદાચ કચરો, ફેક્ટરીનું દુષિત પાણી, વગેરેનું ચિત્ર ઉભું થશે.
પરંતુ અહીં ભારતની જ એક એવી નદીની વાત કરવામાં આવી રહી છે, જ્યાં દેશવિદેશથી હજારો પર્યટકો બોટિંગ કરવા માટે આવે છે. ઉમનગોટ નદી ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલા West Jaintia Hills જિલ્લાના નાનકડા Dawki પ્રદેશમાં પસાર થાય છે. આ નાનકડું શહેર મેઘાલયની રાજધાની શિલોંગથી માત્ર 95 કિલોમીટર દૂર છે.
આ નદીની ખાસ વાત એ છે કે તે કાચ જેવી પારદર્શક અને સ્વચ્છ છે. દાવકી શહેર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક વ્યસ્ત વેપાર માર્ગ છે. અહીંથી રોજ સેંકડો ટ્રક પસાર થતી હશે. ઉમનગોટ નદી આજુબાજુના વિસ્તારોના માછીમારો માટે આ માછીમારીની મુખ્ય જગ્યા છે.
આ નદી મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ 95 કિલોમીટર દૂર છે. અહીં બોટિંગ કરતી વખતે તમને લાગશે કે જાણે તમે કાચ પર તરી રહ્યા છો. આ નદીમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શિયાળામાં આ નદી વધારે સુંદર લાગે છે.
તસ્વીરમાં જોઈ શકાય છે કે નદી એટલી સાફ છે કે પાણીની અંદર રહેલી જીવ સૃષ્ટિ તેમજ પથ્થરો સાફ જોઈ શકાય છે. નદીની અંદર આવેલી માછલીઓ અને મોતી જેવા નાના પથ્થરો સાફ જોઈ શકાય છે. આ સાફ નદીના આહલાદક દ્રશ્યો એટલા સુંદર છે કે કોઈ પણ વ્યક્તિનું મન પ્રકુલ્લિત થઈ જાય તેમજ પ્રાકૃતિક વાતાવરણનો અનુભવ થાય છે. નવેમ્બરથી એપ્રિલ મહિનામાં અહીંનું વાતાવરણ માણવાલાયક છે.
પ્રકૃતિના ખોળેથી પસાર થાય છે આ સુંદર નદી, જોઈને મન થઈ જશે એકદમ પ્રકુલિત. 2003માં મોયલનગોંગ ગામને ગોડ્સ ઓફ ગાર્ડનનો દરજ્જો મળ્યો હતો. અહીં નદીની સાફ સફાઈ સિવાય વધુ એક વસ્તુ પર લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે. એ છે કે અહીં 100 ટકા સાક્ષરતા છે.
ખાસ વાત એ છે કે નદીમાં ખુબ મોટી સંખ્યામાં સુંદર માછલીઓ છે. ઠંડીની ઋતુમાં આ માછલીઓ વધુ સુંદર દર્શાય છે. અહીં આવતા દરેક પ્રવાસીઓને કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ગંદકી કરે નહીં. જો કોઈ પ્રવાસી ગંદકી ફેલાવે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
Comments
Post a Comment