પોરબંદર વિશે જાણો....
પોરબંદરની આસપાસ જોવાલાયક સ્થળો
👉 કીર્તિ મંદિર
👉 સુદામા મંદિર
👉 ભારત મંદિર, તારા મંદિર
👉 રોકડીયા હનુમાન
👉 ચોપાટી
👉 હરિ મંદિર એરપોર્ટ પાસે
👉 રંગબાઈ માતાજી બીચ
પોરબંદર ના વિવિધ સ્થળો માટેના વિડિઓ જોવા અહીં ક્લિક કરો
પોરબંદરથી 30 km આસપાસ જોવાલાયક સ્થળો
👉 ખીમેશ્વર મહાદેવ બીચ
👉 જાંબુવત ગુફા - રાણાવાવ
👉 હરસિદ્ધ મંદિર (પોરબંદર દ્વારકા હાઇવે)
👉 બગવદર - સૂર્ય રન્નાદે નવ ગ્રહ મંદિર
👉 રાણપરની પ્રાચીન બૌદ્ધ ગુફાઓ
👉 હાથલા - શનિદેવ જન્મસ્થાન
👉 બીલેશ્વર મહાદેવ - રાણાવાવ - ભાણવડ હાઇવે
👉 ઘુમલી - ભાણવડ
👉 કીલેશ્વર - ભાણવડ
👉 મોડપર ગઢ
👉 વીર માંગળાવાળો - ભાણવડ
👉 ગોપનાથ ડુંગર (જામનગર થી ત્રણ પાટિયા રોડ વચ્ચે)
@@@@@@@@@@@@@@@@@@@@@@
####################################
અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે. મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગરે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓથી આગવી ઓળખ કંડારી છે. આ નગર શિલ્પ-સ્થાપત્યોથી સમૃદ્ધ છે. શ્રાવણી પૂર્ણીમાએ પોરબંદરનો સ્થાપનાદિન છે. પ્રાચીન કાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતા આ શહેરનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલુ જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે. પોરબંદરનો આજે 1033મો સ્થાપના દિન છે. પોરબંદરને ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે. એવુ પણ મનાય છે કે, ખાડી કાંઠે આવેલ પોરાઈ માતાજીના મંદિર પરથી પોરબંદર
નામ પડ્યુ છે. પોરબંદર પર શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે. જેઠવા વંશજો દ્વારા સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે પોતાની રાજધાની સ્થાપી હતી. એ સમયે જેઠવા વંશજોના હાથમાં સમસ્ત બરડો અને હાલારનો કેટલોક ભાગ હોવાનુ કહેવાય છે. ઈ.સ 1120માં રાણાસંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા હતા અને ત્યાર બાદ રાણપુર રાજધાની સ્થાપી હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે.
જાણીતા ઈતિહાસકાર નરોત્તમ પલાણ પોરબંદરના ઈતિહાસ વિશે જણાવે છે કે, હાલનું પોરબંદરના વિકાસને આગળ ધપાવવાનુ કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીએ કર્યું હતું. તેમના વિશે એવુ કહેવાય છે કે, તેઓ પોરબંદરને પેરિસ જેવુ બનાવવા ઈચ્છતા હતા. જેથી કરીને પોરબંદરના રોડ-રસ્તા, ઈમારતો તેમજ રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી જોવા મળે છે. વર્ષો પહેલા પોરબંદરમાં જ્યારે રાજવીઓનુ શાસન હતું, ત્યારે તે સમયના રાજવી દ્વારા દર શ્રાવણી પૂનમે શહેરીજનો એકઠા થતા હતા. પહેલા હનુમાનજી અને ત્યાર બાદ સુદામાની પૂજા અર્ચના કર્યા બાદ દરિયાદેવને નારીયળ અને ચૂંદડી ચડાવી સાગરખેડુઓ દરિયાનું ખેડાણ કરતા હતા. આજે પણ આ પરપંરા
વર્ષોથી ખારવા સમાજે જાળવી હોય તેમ આજે પણ શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા અર્ચના કરીને જ વેપાર શરૂ કરવામાં આવે છે. શહેરમાં એ સમયે એવી પણ એક વિશેષ પરંપરામાં જોવા મળતી હતી કે, સ્થાપના દિવસે રાજ પરિવાર તરફથી સુખડી તૈયાર કરવામાં આવતી હતી. જેને પ્રસાદરુપે તમામ નગરજનોને પીરસાતી હતી. આ દિવસે સુદામા મંદિરમાં વર્ષ દરમિયાન પરણીત વરઘોડીયાઓના હસ્તે હનુમનાજી અને સુદામા મંદિરે પૂજા અર્ચના પણ કરવામાં આવતી હતી.
પોરબંદર ને સલામ કરવી પડે,તેવી આ માહિતી.
પોરબંદર અને તેમની આસપાસની ૧૦૦ કિ.મી.ની ત્રિજીયા ના વિસ્તારનાં વિશ્વના સૌથી શક્તિશાળી
અનેક મોટા મહાપુરુષો થઇ ગયા છે, જેની તમને કદી જાણ નથી, તેવા અનેક ના નામ વિગત સાથે જણાવુ.
૧, મહારાજા નટવરસિંહ, ભારતના પહેલા ટેસ્ટ કિકેટ કેપ્ટન 1932
૨, મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા
૩, મહંમદ અલી ઝીણા, મોટી પાનેલી.રાષ્ટ્રપિતા, પાકિસ્તાન
૪, ધીરુભાઈ અંબાણી, મુ. કુકસવાડા. (ચોરવાડ )
૫, દેવકરણ નાનજી, દેના બેંકના માલિક, પોરબંદર
૬, અ. સત્તાર એધી, બાંટવા, વિશ્વના બીજા નં. ના
સમાજસેવક.
૭, શેઠ હાજી કાસમ. કુતિયાણા, વિજળી આગબોટના માલિક
૮, ગુલાબદાસ બ્રોકર, ભારતના વિખ્યાત લેખક, પોરબંદર
૯, વિજયગુપત મોયઁ, ભારતના વિખ્યાત લેખક
૧૦, શેઠ ભાણજી લવજી, ભારતના ઘી ઉધોગના
સૌથી મોટા ઉત્પાદક
૧૧, એમ. એચ. વાડીયા,(ફકત ૩૦-૩૫થી વધુ પારસી પોરબંદર માં નથી, છતા) પોરબંદરના પહેલા નગરપાલિકા ના પ્રમુખ. (ત્રણ ટર્મ સુધી)
૧૨, કેતન પારેખ, માંગરોળ શેર બજારમાં સૌથી મોટું
બુચ મારનાર દલાલ
૧૩, નારણ ખેર. પોરબંદર, ભારતના વિખ્યાત ચિત્રકાર
૧૪ , બહારવટીયા મુળુ માણેક, પોરબંદરથી ૧૧ કિ.મી. દુર વાછોડા ગામે શહીદ થયા ..
૧૫, શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી, મહાત્મા ગાંધી ને
આફ્રિકા નોકરી માટે લઇ જનાર મેમણ આસામી..તેમજ ઉધોગપતિ શેઠ નાનજી કાલિદાસ પણ તે સાથે મહેતા જી તરીકે આફ્રિકા ગયા, આ કારણેજ તેમની છાપ મહેતા પડી.
૧૬, જામ રણજીતસિંહ, નવાનગર, જેના નામ ઉપરથી
ભારતની સૌથી મોટી ટુનાઁ. રણજી ટ્રોફી રમાય છે
૧૭, દિલીપસિંહજી, નવાનગર. જેના નામ ઉપરથી
દુલીપ ટ્રોફી રમાય છે.
૧૮, હનીફ મોહંમદ, મુસ્તાકમોહંમદ, સાદીક મોહંમદ, વજીર મોહંમદ, વગેરે ચાર સગા ભાઈ જુનાગઢ ના, દુનિયાના મોટા ક્રિકેટ ખેલાડી હાલ પાકિસ્તાન છે.
૧૯, શાહ નવાઝ ભુટો, બેનઝીર ભુટ્ટો ફેમિલી, જુનાગઢ ના
હાલ પાકિસ્તાન
૨૦, બહારવટીયા ઓસમાણ અને સિદીક. (સિદીયો ઓસમાણીયો) મુ. રાણાવાવ
૨૧, વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ (જેના નામ ઉપરથી ઝંડુ ની
આયુર્વેદ દવાઓ બને છે. તે મુળ જામનગરના
રર, આદિત્યાણા માં થી નિકળતાં ચોકપાવડર જે
ભારતમાં આદિત્યાણા સિવાય કયાય નથી મળતો.
૨૩, ૧૯૧૬ માં એશિયા નો સર્વ પ્રથમ સિમેન્ટ પ્લાન્ટ
ACC કંપની એ નાખેલ...
૨૪, પાકિસ્તાન ની મોટી બેંક હાજી હબીબ શેઠની છે.
હબીબ બેંક તે શેઠ કુતિયાણા ના.
૨૫, પોરબંદર એક ટાપુ છે, તે જાણ ખાતર(શહેર ની ચારે તરફ પાણી)
૨૬, સાડી છાપવાનું ઈટાલીનું ઓટોમેટિક પ્રથમ મશીન ભારતમાં
પહેલી વાર મહારાણા મિલ માં ફિટીંગ થયેલ...આ મિલની 90% પ્રોડક્ટ વિદેશમાં નિકાસ થતી હતી.
૨૭, આખાયે વિશ્વમાં એકમાત્ર મંદિર તે પોરબંદરનું "સુદામા મંદિર"
૨૮, નથુભાઈ ગરચર, રેતી શિલ્પ ના વિખ્યાત કલાકાર
૨૯, આર્ટિસ્ટ દિનેશ ઓડેદરા, જેઓ માઇક્રો આર્ટિસ્ટ છે, અનેક વિભુતિઓ ના ચિત્રો નાના એવા તલના દાણા ઉપર ચિત્રકામ કરી શકે છે ,તે પણ માત્ર 45 સેકન્ડમાં જ.
૩૦ ,,દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ, એશિયા ની એકમાત્ર સંસ્થા , વિશ્વ માં ફકત બે જ જગ્યાએ.
૩૧, અકબરખાન, વિશ્વમાં પહેલીવાર પોઈન્ટ સાઈડ ઉપર સિકસ મારનાર પ્રથમ રણજી ટ્રોફી ખેલાડી,
૩૨, જયદેવ ઉનડકટ, રણજી ટ્રોફી , ભારત તરફથી વન-ડે, તેમજ, , IPL રમનાર એકમાત્ર પોરબંદરી..
૩૩, અન્ડર 19 ભારતીય ટીમમાં ટેસ્ટ રમનારા અનિલ ઠકરાર અને રાજુ બદીયાણી બન્ને પોરબંદરનાજ, બન્ને ખેલાડી અનેક રણજી ટ્રોફી મેચ પણ રમી ચુક્યા છે...
૩૪,ઓમાન જેવા આરબ કન્ટ્રી ની ક્રિકેટ ટીમના કેપ્ટન અજય લાલચેતા પોરબંદરી છે.
૩૫, દાનવીર ઉદ્યોગપતિ શેઠ નાનજી કાલિદાસ મહેતા નું બનાવેલ, ગુરુકુળ, ભારત મંદિર ,તારા મંદિર ભારતભરમાં ખ્યાતિ ધરાવે છે..આફ્રિકાનું લુગાઝી શહેર નાનજી કાલીદાસે સ્થાપ્યું છે.પોરબંદરના જાજરમાન દાનવીર શેઠ.
૩૬, આ પોરબંદક એકમાત્ર એવુ શહેર કે જયાં લગભગ તમામ રાષ્ટ્રપતિ મુલાકાતે આવી ચુક્યા છે .
૩૭, જયેશ હિંગળાજીયા, (ડુપ્લીકેટ મહાત્મા ગાંધી )એ જેટલા પદક, ટ્રોફી, સન્માન, લિમકાબુક ઓફ રેકોર્ડ, કોઈ પાસે નહીં હોય તેટલા મેળવ્યા છે.તેમજ વિશ્વ રેકોર્ડ બનાવનાર એકમાત્ર કડીયા કામ કરતો મજુર દરજ્જા નો કલાકાર.
૩૮, રાણાભાઈ સીડા, મહેર ડાંડીયારાસ ને વિશ્વલેવલે પહોંચાડી દેનાર કલાવૃંદ ના ગુરૂ
૩૯, શુધ્ધ ઘી ટેસ્ટીંગ લેબોરેટરીઝ ભારતમાં સૌપ્રથમ અહીં સ્થાપના કરવામાં આવેલી.
૪૦, પોરબંદરના પાદર માં બનેલો સ્પલીટ ફલાયઓવરબ્રિજ ગુજરાતનો એકમાત્ર અને પહેલો પુલ છે.
૪૧, પોરબંદર ની બાજુમાંજ આવેલા કાટવાણા , ખંભાળા અને હનુમાનગઢ ની કેશર કેરીનું ૯૦% ઉત્પાદન વિદેશ નિકાસ થાય છે, આવી ઉતમ કેશર કેરી ભારતમાં બીજે કયાંય નથી.
૪૨, અને આ નામ તો દુનિયા જાણે જ છે, પોરબંદર ની ખાજલી, પોરબંદર ના ખ્યાતનામ કંદોઈ વિનયચંદ્ર નાથાલાલ શાહ, એટલે વિદેશમાં નિકાસ થતી એકમાત્ર શાહ ની ખાજલી .
૪૩, ગાંધીજી ની વિનંતીથી 1930 માં સંતોષ કામદાર નામના પોરબંદર ના ઉદ્યોગપતિ એ મીઠા(નમક)નો ઉદ્યોગ પોરબંદર અને ભાવનગર સ્થાપ્યો,,અત્યારે પણ ગુજરાતમાં નમકનો સૌથી મોટો પ્લાન્ટ ગણાય છે.
૪૪, ફિલ્મી અભિનેત્રીઓ જુહી ચાવલા, મુમતાઝ અને અતિ જૂની ગુજરાતી કલાકાર રાધિકા એ તમામ પોરબંદરમાં સાસરે છે.
૪૫, ભીમાભાઈ ઓડેદરા (આદિત્યાણા )રાસલીલા(ઢાઢી લીલા) ના ભારતના સર્વેશ્રેષ્ઠ કલાકાર,,અનેક દેશમાં પોતાની ઉત્કૃષ્ટ કલા દર્શાવી ચુક્યા છે.
૪૬, પોરબંદર નજીકજ
આદિત્યાણા માથી નીકળતો સફેદ ઘોડા પથ્થર(બેલા) આખા ભારતમાં આ સિવાય ક્યાંય ઉપલબ્ધ નથી, નીકળે ત્યારે સાવ નરમ હોય, પછી વાતાવરણમાં અતિ કઠણ મજબૂત થઈ જાય.કોતરણી માટે સર્વશ્રેષ્ઠ પથ્થર.
૪૭, ભારતના ખ્યાતનામ સંસ્કૃતના મહાન પંડિત શ્રી કે. કા. શાસ્ત્રી મૂળ પોરબંદર ની તદ્દન નજીક આવેલ મોકર ગામના.
૪૮, રામભાઈ મોકરિયા,રાજ્ય સભાના પહેલા સાંસદ... આ પહેલા કોઈ પોરબંદરથી આ પદ ઉપર નિમણૂક નથી થયા...
૪૯, પોરબંદર નો મચ્છી ઉદ્યોગ અબજો નું ટર્નઓવર કરે છે, રોજ સ્ટીમ્બર મારફત ફિશ વિદેશ નિકાસ થાય છે.
૫૦,એક સાથે 3-3 સ્ટીમ્બર ના માલિક મેમણ હાજી દાદા સૂર્યા પોરબંદરના છે.
૫૧, ટાઇટેનિક જેમજ હાજી કાસમ શેઠનીવિજળી સ્ટીમ્બર પોરબંદર ની સાવ નજીક દરિયામાં ડૂબી હતી..
૫૨,હાલ ભારતના વિખ્યાત ફ્રી લાન્સ ફોટોગ્રાફર જીતેન્દ્રસિંહ સોઢા એ અમારા પોરબંદર નું ગૌરવ છે.
૫૩,આખા સોરાષ્ટ્રમાં મહોરમ માટેના શુદ્ધ ચાંદીના ફક્ત બે જ તાજીયા છે, એક જામનગર અને બીજો પોરબંદર.
૫૪, છેલ્લે આ માહિતી વગર અધુરો ગણાય ,,,નાના એવા પોરબંદરમાં આખા દેશમાં પ્રખ્યાત પાંચ પાંચ નામાંકિત ગેંગ હતી, જેને કારણે પોરબંદર આખા દેશમાં અણમાણીતુ થઈ ગયું હતું..
૫૫,ખ્યાતનામ ડાયરેક્ટર મહેશ ભટ્ટ ના પિતા નાનાભાઈ ભટ્ટ મૂળ વતની પોરબંદર ના છે.
●●●●●●●●●●●●●●
લેખન અને સંશોધન:જે. આર. અજમેરી,
પોરબંદર. મો.90333 27257
(આ લેખની અનેક લેખકોએ કોપીપેસ્ટ કરી પોતાના નામે મૂકી છે.)...
- 🏊🛤🚣🛫⛳🚵🏇
- મારુ ગામ પોરબંદર છે રૂડું રાણાનું રાજ કહેવાય.
- ત્યાં છે જૂનું ગાધીજી નું ગામ પોરબંદર કહેવાય.
- ત્યા છે કીર્તિમંદિર ગાંધીજી નું જન્મ સ્થાન કહેવાય.
- ત્યાં શ્રીકૃષ્ણના સખા સુદામા નું ધામ કહેવાય.
- ત્યાં સમુદ્ર દેવ દરિયા નો વાસ કહેવાય.
- ત્યાં રાણો ભાણો ને વખણાય પાણાં ની ખાણ કહેવાય.
- ત્યાં રવિવારે ચોપાટી ની લટાર લગાવાય
- ત્યાં નાસ્તામા ચાલે ખાજલી નું રાજ કહેવાય.
- ત્યાં જે.ટી .એ ચાલે વેપાર નું કામ કાજ કહેવાય.
- ત્યાં શ્રીકૃષ્ણની જામવતી રાણી નું પિયર રાણાવાવ કહેવાય.
- ત્યાં જામવંતી ગુફા રીંછ જામવાન ની કહેવાય.
- ત્યાં ક્રિષ્નરુક્ષમણી ના વિવાહ નું માધવપુર કેવાય.
- ત્યાં ઓશો રજનીશ આશ્રમ માધવપુર મા કહેવાય.
- ત્યાં મા હરસિદ્ધિ નો ડુંગર કોયલો કહેવાય
- ત્યાં શ્રીકૃષ્ણ ના કુલદેવી માઁ હારસિદ્ધિ કહેવાય.
- ત્યાં આર્યકન્યા ગુરુકુલ વિદેશ મા પણ વખણાય
- ત્યાં માઁ પોરાઈ ના બેસણાં પર પોરબંદર કહેવાય.
- ત્યાં ભોલેનાથ ના મંદિર ચાડેશ્વર ધીંગેશ્વર ઇન્દ્રેસ્વર ઝૂંડેશ્વર દુધેસ્વર નંદેશ્વર જડેશ્વર બીલેશ્વર ભૂતનાથ મહાદેવ કહેવાય
- ત્યાં ડુંગર બરડો ને કીલેશ્વર કહેવાય.
- ત્યાં ન્યાયના દેવતા શનિદેવ નું જન્મસ્થાન હાથલા કહેવાય.
- ત્યાં ખવાસ જ્ઞાતિ ના સંત દેવુભગતનો આશ્રમ રાણાકંડોળા કહેવાય
- ત્યાં ભક્ત દેવતણખી બાપાનું જન્મ સ્થળ બોખીરા કહેવાય.
- ત્યાં મા સતી લિરલબાઈ નું ભક્તિ નું ધામ કહેવાય.
- ત્યાં ભક્ત વિજાત નું વિસાવાળા મૂળ દ્વારકા કહેવાય.
- ત્યાં શુરવીર વિજરો ને નાથો મોઢવાડીયો કહેવાય.
- ત્યાં સિમેન્ટ હાથી ને ફેકટરી બિરલા ઓરિએન્ટ ને
- મચ્છી ઉદ્યોગ મોટો કહેવાય.
- ત્યાં બાગમા રૂપાળીબા કમલા ને રાણીબાગ કહેવાય.
- ત્યાં ભક્ત પ્રાગજી બાપાને પાગલો ના પ્યારા કહેવાય.
- ત્યાં પાગલો ની સેવા ગોરસર વણઘા ભગતની કહેવાય.
- ત્યાં લોહાણા મા ભક્ત રસિકબાપા રોટલા વારા કહેવાય.
- ત્યા ગામ રાવલ ને ખેમરા લોડણ નું કહેવાય.
- ત્યાં બગવદર સૃર્યાય રન્નાદેનું કહેવાય
- ત્યાં સંત રમેશભાઈઓઝા નું હરિમંદિર કહેવાય.
- ત્યાં રંગબાઈ માઁ જેઠાલાલ ના કુલદેવી કહેવાય.
- ત્યાં બ્રાહ્મણ ના સંત ભકતત્રિકમજી બાપુ કહેવાય.
- ત્યાં કુંભાર ભક્ત બોઘારામ બાપા નું બોરડી ગામ કહેવાય.
- ત્યાં પાંડવોની શિવ સ્થાપના કૂછડી ખીમેશ્વર મહાદેવ કહેવાય.
- ત્યાં બાબડા ગામ માઁ ગાત્રાડ માનું નું કહેવાય.
- ત્યાં સેવાભાવ હિરલબાજાડેજા ને કાંધલભાઈ જાડેજા ના વખણાય
- ત્યાં ગાયોની સેવા શ્રીરામ ગૌ સેવા રાજુભાઈ ની કહેવાય.
- ત્યાં પોરબંદર ની જનતા ને મોજીલા ને સેવાભાવી કહેવાય.
- મારુગામ પોરબંદર ના ગુણ સારા વિશ્વ મા ખુશ્બૂ ગુજરાત કી મા ગવાય
પોરબંદર નો પ્રવાસ લખનાર ભરત પ્રજાપતિ બોખીરા નો કુંભાર કહેવાય.
પોરબંદર નો પ્રવાસ જરૂર કરાય આ મારું કાઠિયાવાડ કહેવાય.
લેખક ભરત. શીંગડીયા "જય માતાજી "
( સો.પ્રજાપતિ ) 29/6/2020
Comments
Post a Comment