મોચા હનુમાનજી
સામાન્ય સમજણ એવી છે કે હનુમાનજીના મંદિરમાં મહિલા પૂજારી ન હોય, પણ એક મહિલા એ પણ વળી ભારતીય નહીં ફ્રાન્સમાં જન્મેલાં મહિલા હનુમાનજીના મંદિરના મુખ્ય સાધ્વી છે.
પોરબંદરના માધવપુર પાસે આવેલા મોચા ગામમાં ફ્રાંસની એક હનુમાન ભકત મહિલા છેલ્લા ૪૦ વર્ષથી હનુમાનજીનું મંદિર બનાવીને સેવા પૂજા કરે છે. માધવપુરથી દરિયા કિનારાના રસ્તે જતા મોચા ગામમાં આવે છે. દરિયા પાર હજારો કિ.મી. દૂરથી આવીને મોચા ગામને કર્મભૂમિ બનાવનાર હનુમાન ભકત મહિલા જયારે ભારત આવ્યાં ત્યારે માત્ર ૨૨ વર્ષના જ હતાં. તેમણે વર્ષો પહેલાં હિમાલય સહિત સમગ્ર ભારતનું ભ્રમણ કર્યા પછી તેઓ પોરબંદર આવ્યામ અને મોચા ગામમાં રોકાઇ ગયાં હતા.
સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીના મંદિરમાં પુજા અર્ચના કરતી નથી ત્યારે તેઓ કદાચ ભારતનાં પ્રથમ મહિલા છે કે જે હનુમાનજીના મંદિરમાં સેવા પૂજા કરે છે. આ વિદેશી મહિલા ખૂબજ ઓછું બોલે છે પોતે પ્રસિધ્ધિ કે પ્રચારમાં માનતાં નથી. તેમણે વ્હાલા વતન ફ્રાંસને છોડીને ભારતમાં વસ્યાં ત્યારે જાત જાતની અફવાઓ પણ ચાલતી હતી. કેટલાક ને તો ફ્રાંસ જેવા દેશની વિદેશી મહિલાએ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં જઇને વસવાટ કર્યો તે કારણે શંકા કુશંકા પણ થતી હતી પરંતુ ૪૦ વર્ષ પછી સૌરાષ્ટ્રના ભાતિગળ જીવનમાં એટલાં ઓતપ્રોત થઇ ગયાં છે કે તેઓ અસ્સલ કાઠિયાવાડી લહેકામાં સરસ ગુજરાતી બોલી શકે છે. આ ગામમાં માતાજી તરીકે ઓળખાતા ફ્રાંસના આ મહિલા ભારતીય સંસ્કૃતિ અને વિચારોના વાહક બનીને લોકોને હનુમાનજીની ભકિત કરે છે. એટલું જ નહી તેઓ આજુ બાજુના પંથકના લોકોને વ્યસન મુકિતનો મેસેજ આપે છે. દર્શન કરવા આવતાં નવ દંપતિઓને કુટુંબ નિયોજન અંગે પણ સમજાવે છે. તેઓ આર્થિક રીતે નબળા પરિવારનાં બાળકોને ભણાવવા માટે મદદ કરે છે. બાળકોને સાત્વિક ભોજન મળે તે માટે બટુક ભોજન પણ ચલાવે છે. તેમના મંદિર અને આશ્રમની મુલાકાતે અનેક લોકો આવે છે.
👉હું એમના દર્શન કરી ચુક્યો છું. માધવપુરથી પોરબંદરના કોસ્ટલ હાઇવે પર આ મંદીર આવેલું છે. ફ્રાંસ ના એક બહેન ડોક્ટર નો અભ્યાસ પૂર્ણ કરી ભારત દર્શન માટે ૧૯૮૧ માં આવેલ, આ દર્શન દરમિયાન મોચા (માધવપુર-ઘેડ, કોસ્ટલ હાઈવે) ગામે હનુમાનજી ના મંદિરે રોકાયેલ.
નસીબયોગે તેઓ અહી રોકાય ગયા અને સાધુ જીવન જીવવા લાગ્યા તેઓ પ્રશિધ્ધિ થી દુર રહે છે. તેઓ દરરોજ ૪ થી ૬ દરમિયાન દર્દીઓ ની સારવાર કરે છે.
ગામ ના બાળકો માટે સંસ્કાર કેન્દ્ર ચલાવે છે, લોકો માટે વિનામુલ્યે નેચરોપથી સેન્ટર ચલાવે છે અને દરરોજ અન્નક્ષેત્ર ચાલે છે. અહીનું તેનું નામ સંતોષગીરી છે, તેને તળપદી ભાષા માં સંભાળવા તે લાહવો છે.
ભારતીય સંસ્કૃતિ મુજબ જીવન જીવવું જોઈએ તેવું દ્રઢપણે માને છે. કુદરતના તમામ તત્વો ની જાળવણી માટે સતત મથે છે.
તેને ત્યાંથી ચક્લીઘર નું વિતરણ નિયમિત થાય છે.
હું ૧૯૯૦ થી નિયમિત રીતે આશ્રમે જઈ શાંતિ અનુભવું છુ.
મિત્રો દિવાળીની રજાઓમાં તમે એ બાજુથી નીકળો અને કદાચ તમને ધર્મમાં શ્રદ્ધા ન હોય તો પણ ત્યાંનું નૈસર્ગીક વાતાવરણ જોઈને તમે આનંદિત થશો એની ગેરંટી હું આપું છું.
એ સંતોષિગિરિજી માતાજીનો કોઈ ફોટો ઉપલબ્ધ નથી પણ ત્યાંના વિડીઓઝ યુટ્યુબમાં છે.
Comments
Post a Comment