ગળતેશ્વર મહાદેવ સૂરત
https://www.facebook.com/gujaratimast/posts/2078461615726443
આ સિવાય, ઘણું ઓછું જાણીતું એવું એક ત્રીજું ગળતેશ્વર મહાદેવ સૂરતથી તે ૩૯ કી.મી. અને ભરૂચથી ૭૬ કી.મી. દૂર સૂરત જીલ્લાના કામરેજ તાલુકામાં ટીંબા ગામમાં તાપી નદીના કિનારે આવેલું છે. આ ગળતેશ્વર મહાદેવ બોધાન ગામની નજીક આવેલ છે. આવો, આજે આપણે આ ગળતેશ્વર મહાદેવ વિષે પરિચય મેળવીએ.
આ સ્થળે પહોચવા માટે ભરૂચથી સૂરત હાઈવે પર આશરે ૬૦ કી.મી. દુર ડાબા હાથ તરફ એક નાનો એવો રસ્તો જાય છે. તે સ્થળે ‘ગળતેશ્વર મહાદેવ’, બોધાનનું બોર્ડ લગાવવામાં આવેલ છે. આ રસ્તા ઉપર ૧૫ કી.મી. આગળ તાપી નદીના કિનારે બોધાન ગામ આવે છે. ત્યાંથી તાપી નદી પરનો પૂલ ઓળંગીને સામે કિનારે જઈએ એટલે તરત જ જમણી તરફ ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ગળતેશ્વર મહાદેવમાં શિવજીની ૬૨ ફૂટ ઉંચી મૂર્તિ આવેલ છે, આ મૂર્તિ રોડ ઉપરથી જોઈ શકાય છે. ટીંબા ગામ અહીંથી થોડું જ દુર છે.
ગળતેશ્વર મહાદેવના મંદિરના પ્રવેશદ્વારની કમાન અતિ ભવ્ય છે. તેની ઉપર મોટા અક્ષરે ‘ઓમ નમઃ શિવાય’ લખવામાં આવેલ છે. પ્રવેશ મેળવ્યા પછી અંદર વિશાળ પ્રાંગણ આવેલ છે તેની ડાબી તરફ સુંદર ભોજનાલય આવેલ છે, તેની ઉપર ‘માતાપિતા સ્મૃતિભવન ભોજનાલય’ લખવામાં આવેલ છે. જમણી તરફ વિશ્રામ કરવા માટે, લાઈનબંધ મંડપો બાંધવામાં આવેલ છે, એ ઘણું આલ્હાદક કહેવાય છે.
Comments
Post a Comment