પદમડુંગરી

ગુજરાતમાં જ આવેલી છે પદમડુંગરી નામની આહ્લાદક જગ્યા, ભાગ્યે જ કોઈને ખબર હશે.ગુજરાતમાં ફરવા-જમવા-રહેવાં માટે અઢળક જગ્યાઓ છે,જ્યાં પણ જઈએ ત્યાં ફરવાની તમે દરેક જિલ્લામાં 2-5 સ્થળ તો મળી જ રહે,ત્યારે આવા જ એક સ્થળની વાત કરીએ આજે જ્યાં તમને નીરવ શાંતિનો અનુભવ થસે,ઉપરાંત તમને ત્યાં રહેવું પણ ગમશે પદમડુંગરી આ નામ બહુ જ ઓછા લોકોએ સાંભળ્યું હશે પણ આ જગ્યા ગુજરાતમાં જ આવે છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં વ્યારાથી 30 કિલોમીટર દૂર તાપી જિલ્લામાં આવેલી જગ્યા છે
આ જગ્યા શહેરના ઘોંઘાટ અને પ્રદૂષણથી દૂર લઈ જશે. અહીં તમને પ્રાકૃતિક આહ્લાદક વાતાવરણનો અનુભવ થશે.



સહ્યાદ્રી પર્વતમાળાનો વિસ્તાર
આ વિસ્તાર સહ્યાદ્રી પર્વતમાળા પર આવેલો છે. આ જગ્યા પર અંબિકા નદીની પાસે આવેલી છે. આ વિસ્તાર પર્વતો, જંગલોથી છવાયેલો છે. અહીં
દીપડા, હરણ, વિવિધ પક્ષીઓ વગેરે પણ જોવા મળશે. તમને અહીં નેશનલ જીયોગ્રાફી ચેનલ પર બતાવવામાં આવતા જંગલો જેવી ફિલિંગ આવશે.
એક અદ્ભૂત શાંતિની સાથે કુદરતની અનોખી કલાના અહીં તમને દર્શન થશે



માનસિક શાંતિનો અહેસાસ થશે
આ જગ્યા બહુ ઓછી જાણીતી માટે અહીં ભારે ભીડ જોવા નહીં મળે. જે લોકો એકદમ શાંતિવાળી જગ્યા પસંદ કરતા હોય તેમને અહીં પહોંચીને ગજબની માનસિક શાંતિનો અહેસાસ થશે. શહેરમાંથી અહીં પહોંચેલા લોકોને થોડી
નવાઈ લાગશે પણ અહીંની સંસ્કૃતિને જાણવાની અને માણવાનો એક અલગ આનંદ આવશે.



આસપાસના વિસ્તારો
જો તમારી પાસે કાર હોય તો અહીં પહોંચવું સરળ છે કારણ કે અહીં રોડની સુવિધાઓ ઘણી સારી છે તેવું ગુજરાત ટુરિઝમ દ્વારા જણાવવામાં આવે છે.
પદમડુંગરીની પાસે તમે ચાંદ-સૂર્ય, ઉનાઈમાં ગરમ પાણીના ઝરા અને ઘુસામાઈ મંદિર છે, વઘાઈ બોટનિક ગાર્ડન, ટીમ્બર વર્કશોપ, વાંસદ નેશનલ
પાર્ક અને શબરી ધામની પણ મુલાકાત લઈ શકો.પાર્ક અને શબરી ધામની પણ મુલાકાત લઈ શકો.વોટર એડવેન્ચર પણ કરી શકશોમહત્વનું છે, આ પ્લેસની નજીકમાં અંબિકા નદી છે જ્યાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. એટલે કે જો તમે હિલ ક્લાઈમ્બિંગ સિવાયની પાણીની એક્ટિવિટી જેવી
કે, ટ્યુબિંગ, રાફ્ટિંગ, ફ્લોટિંગ વગેરેની મજા માણી શકો છો.



પદમડુંગરી કઈ રીતે પહોંચાય
જો તમે બાય રોડ જવાના હોય તો નેશનલ હાઈવે 8 અને વઘાઈ-વાસદા હાઈવેથી અહીં પહોંચી શકાશે. અહીં સૌથી નજીકનું ગામ વાઘાઈ છે જે 4 કિલોમીટર દૂર આવેલું છે. આ જગ્યા સાપુતારાથી 60 કિલોમીટરના અંતરે આવેલી છે. અમદાવાદથી પદમડુંગરીનું અંતર 332 કિલોમીટર છે અને અહીં પહોંચતા 6 કલાક જેટલો સમય થશે. ટ્રેનમાં અહીં પહોંચવા માટે વાઘાઈ સૌથી નજીકનું સ્ટેશન છે, જ્યાંથી સ્થાનિક વાહનમાં પાર્ક સુધી પહોંચી શકાય છે. અહીંથી નજીકનું એરપોર્ટ સુરત છે જે 120 કિલોમીટર દૂર આવેલું છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )